IAS બનવા વાળી કેરળની પહેલી આદિવાસી છોકરી બની શ્રીધન્યા, મહેનતથી દરેક મુશ્કેલીને હરાવી.

વાયનાડ નામનું કેરળમાં એક સ્થળ છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અહીયાના સાંસદ છે. આમ તો અહિયાં અમે તમને જોઈ બીજા જ કારણથી વાયનાડ વિષે જણાવી રહ્યા છીએ. અહિયાંથી શ્રીધન્યા સુરેશ નામની એક આદિવાસી છોકરી IAS બની ગઈ છે. આ છોકરીએ વાયનાડ માંથી ઈતિહાસ બનાવી દીધો છે, કેમ કે IAS બનનારી આ કેરળની પહેલી આદિવાસી છોકરી છે. શ્રીધન્યાએ ૨૨ વર્ષની ઉંમરમાં તેના માટે પહેલો પ્રયાસ કર્યો હતો. બે પ્રયાસ પછી છેવટે ત્રીજા પ્રયાસમાં તેને ૪૧૦નું સ્થાન પ્રાપ્ત થયું હતું અને તેણે ૨૦૧૯માં દીતિહાસ રચી દીધો.

ગરીબીમાં પસાર કર્યું જીવન :-

IAS બનવું શ્રીધન્યા માટે એટલું પણ સરળ ન રહ્યું. મનરેગામાં પિતા મજુરી કરતા હતા. જે સમય વધતો હતો, તેમાં ધનુષ અને તીર બનાવીને વેચતા રહેતા હતા. સરકાર તરફથી થોડી જમીન મળી હતી, જેની ઉપર ઘર બનાવવા માટે પૈસા ન હતા. તેવામાં ઘર પણ અધૂરું જ રહી ગયું. શ્રીધન્યા અહિયાં પોતાના માં-બાપ અને બે ભાઈ-બહેનો સાથે રહેતી હતી.

શ્રીધન્યા પોજુથાના ગામની કુરીચિયા જનજાતિ માંથી આવે છે. માં-બાપ પાસે પૈસા જરૂર ઓછા હતા. પરંતુ છતાં પણ તેમણે શ્રીધન્યાને ભણાવી. કોઝીકોડના સેંટ જોસેફ કોલેજ માંથી શ્રીધન્યાએ પોતાનો સ્નાતકનો અભ્યાસ જુલોજીમાં પૂરો કર્યો. તેણે સ્નાતકનો અભ્યાસ પણ અહિયાંથી કરી લીધો.

ત્યાર પછી કેરળના જ અનુસુચિત જનજાતિ વિકાસ વિભાગમાં તેમણે ક્લાર્ક તરીકે કામ પણ કર્યું. સાથે જ વાયનાડની જ આદિવાસી હોસ્ટેલમાં વોર્ડનની પણ કામગીરી સંભાળી. અહિયાં તેની મુલાકાત શ્રીરામ સમાશિવ રાય સાથે થઇ ગઈ. જે વાયનાડના તે સમયના કલેકટર હતા અને તેમણે જ શ્રીધન્યાને UPSCની પરીક્ષા આપવા માટે પ્રેરિત કરી.

ત્રીજા પ્રયાસમાં મળી સફળતા :-

શ્રીધન્યાનું જ્યારે ત્રીજા પ્રયાસમાં ઈન્ટરવ્યું માટે પસંદ કરવામાં આવી તો દિલ્હી જવા માટે તેની પાસે પૂરતા પૈસા જ ન હતા. તેવામાં તેના દોસ્તોએ તેના માટે મળીને ૪૦ હજાર રૂપિયા એકઠા કર્યા, તેના કારણે તે દિલ્હી જઈ શકી. એક ઈન્ટરવ્યુંમાં શ્રીધન્યાએ જણાવ્યું હતું કે કેરળના સૌથી પછાત જીલ્લા સાથે તે સંબંધ ધરાવે છે, જ્યાં આદિવાસી જનજાતિની સંખ્યા વધુ છે.

એટલી સંખ્યામાં હોવા છતાં પણ કોઈ આદિવાસી હજુ અત્યાર સુધી IAS અધિકારી નથી બની શક્યા. તેમણે એ પણ કહ્યું હતું કે યુપીએસસીની તૈયારી કરવા વાળા વાયનાડમાં પહેલાથી જ ઘણા ઓછા લોકો છે. છતાં પણ તેમણે એ વાતની સંપૂર્ણ આશા છે કે તેની પસંદગી થઇ જવાથી બીજા લોકોને પણ વધુ મહેનત કરીને આગળ વધવા માટે પ્રોત્સાહન મળી રહેશે.

રાહુલ ગાંધીના અભીનંદન :-

જયારે શ્રીધન્યાની UPSCમાં પસંદગી થઇ ગઈ તો ત્યાર પછી તો તેના ઘરે મીડિયા વાળાની લાઈન લાગી ગઈ. અહિયાં તેણે તમામ ઈન્ટરવ્યું આપીને પોતાની સફળતાની કહાની સંભળાવી. ત્યાં સુધી કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ તેને મળવા માટે આવી પહોચ્યા હતા. અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને શ્રીધન્યાને અભીનંદન આપ્યા હતા.

આ ટ્વીટમાં રાહુલ ગાંધીએ લખ્યું હતું કે શ્રીધન્યા સુરશ જે વાયનાડની રહેવાસી છે અને જે IASની પરીક્ષામાં સફળતા મેળવનારી કેરળની પહેલી આદિવાસી છોકરી બની ગઈ છે, તેને તે અભીનંદન આપે છે. સાથે જ રાહુલ ગાંધીએ એ પણ લખ્યું કે પોતાના સખત પરિશ્રમ અને ધગશના બળ ઉપર તેણે પોતાના સપના સાચા કરી દેખાડ્યા છે. તે પોતાના ઉજ્વળ ભવિષ્યની કામના કરે છે.

સફળતાએ કર્યું સાબિત :-

શ્રીધન્યાએ પોતાના લગભગ દરેક ઈન્ટરવ્યુંમાં એ કહ્યું હતું કે તે કેરળનો સૌથી પછાત વિસ્તાર ગણવામાં આવતા વાયનાડ સાથે સંબંધ ધરાવે છે. રાહુલ ગાંધી પણ અહીયાના સાંસદ છે. તેવામાં રાહુલ ગાંધી પાસે પણ એ આશા રાખવામાં આવે છે કે તે આ જીલ્લાના વિકાસ ઉપર ધ્યાન આપે. અને શ્રીધન્યાની સફળતાથી કેરળના બીજા યુવાનોને પણ એ પ્રેરણા મળે છે અભાવને કારણે પ્રતિભા ક્યારે પણ દબાઈ નથી શકતી મહેનત અને ધગશની જીત જરૂર થાય છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.