ઈશા અંબાણી ના લગ્ન માં ચપ્પલ માં પહોચી ગયા આ સુપરસ્ટાર, ટીપ ટોપ લોકો ની વચ્ચે દેખાયા સૌથી અલગ

હાલમાં જ ૧૨ ડીસેમ્બરના રોજ ઈશા અંબાણી અને આનંદ પીરામલના રોયલ વેડિંગ થયા. આ લગ્નમાં આવવા માટે માત્ર દેશના જ નહિ પરંતુ વિદેશી મહેમાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. અમેરિકન પોપ સિંગર બેયોંસેને પણ ઈશાના લગ્નમાં આવવાનું નિમંત્રણ મળ્યું હતું. બેયોંસેએ પોતાના પર્ફોર્મન્સથી ઈશાના લગ્નમાં ચાર ચાંદ લગાવી દીધા.

તે ઉપરાંત અમેરિકાની પૂર્વ ફર્સ્ટ લેડી હિલેરી ક્લીન્ટન પણ મુકેશ અંબાણીના ખાસ મહેમાન બનીને ભારત આવ્યા હતા. લગ્નના દિવસે ઘરની આજુબાજુ સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. દેશના સૌથી મોટા લગ્નમાં રાજકારણી, રમત ગમત અને ફિલ્મ જગતના મોટા મોટા કલાકારો જોડાયા હતા. મીડિયા રીપોર્ટસના જણાવ્યા મુજબ તો આ રોયલ વેડિંગમાં ૭૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.

આમ તો આ લગ્નમાં ઘણી બધી એવી વાતો બની જે મીડિયાના સમાચારોમાં રહી. પરંતુ પરંતુ આજની આ પોસ્ટમાં જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, તે હકીકતમાં સૌથી અલગ છે. દેશના સૌથી મોટા લગ્નમાં સૌના પ્રયત્ન એ હતા કે તે સૌથી અલગ દેખાય. હાલના દિવસોમાં અંબાણીના ઘરે આવેલા કલાકારોની વચ્ચે એક એવા કલાકાર આવ્યા હતા જે ચપ્પલમાં આવ્યા હતા.

જ્યારે સોશિયલ મીડિયા ઉપર આ સમાચાર વાયરલ થયા, તો ન માત્ર લોકોએ આ કલાકારના વખાણ કર્યા પરંતુ કહ્યું કે, સફળ થયા પછી પણ સાદગી કેવી હોવી જોઈએ કોઈ તેમની પાસેથી શીખે. છેવટે કોણ હતા એ કલાકાર જે ટીપ ટોપ લોકો વચ્ચે ચપ્પલોમાં પહોંચી ગયા હતા? આવો તમને જણાવીએ છીએ.

ચપ્પલોમાં પહોંચ્યા આ સુપરસ્ટાર :

ઈશા અંબાણીના લગ્નમાં જે કલાકાર ચપ્પલોમાં પહોંચી ગયા હતા. તે કોઈ બીજા નહિ પરંતુ સુપરસ્ટાર રજનીકાંત હતા. અંબાણીના ઘરે લગ્નમાં સાઉથના સુપરસ્ટાર રજનીકાંત પણ પહોંચ્યા હતા. પરંતુ જયારે લોકોએ તેમને ચપ્પલોમાં જોયા તો દંગ રહી ગયા. રજનીકાંત પોતાની સાદગી માટે જાણીતા છે, અને દેશના સૌથી મોટા લગ્નમાં ચપ્પલ પહેરીને તેમણે સાબિત કરી દીધું છે, કે તે જમીન સાથે કેટલા જોડાયેલા માણસ છે. લગ્નમાં તે એક સામાન્ય લુકમાં પહોંચ્યા હતા. તેમણે એક સિમ્પલ કુર્તો અને એક સામાન્ય ચપ્પલ પહેર્યા હતા.

પરંતુ કહે છે ને વ્યક્તિની ઓળખાણ તેના કપડાથી નહિ પરંતુ તેના વ્યક્તિત્વથી થાય છે. અને એવું જ કાંઈક રજનીકાંત સાથે છે. દેશના નંબર ૧ સ્ટાર હોવા છતાંપણ તેમનામાં દેખાડો જરાપણ નથી. તે સાદું જીવન અને ઉચ્ચ વિચારમાં વિશ્વાસ ધરાવે છે. હાલમાં જ રજનીકાંતની ફિલ્મ ૨.૦ રીલીઝ થઇ છે. જે દર્શકોનું ખુબ જ મનોરંજન કરી રહી છે. થોડા જ દિવસોમાં તેણે કમાણીના તમામ રેકોર્ડ્સ તોડી દીધા છે. ૨૯ નવેમ્બરના રોજ રીલીઝ થયેલી ફિલ્મ અત્યાર સુધી ૭૫૦ કરોડનો બિઝનેસ કરી ચુકી છે. ફિલ્મનું બજેટ ૫૪૩ કરોડ હતું. ફિલ્મમાં અક્ષય કુમાર નેગેટીવ રોલમાં જોવા મળી રહ્યા છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.