4 લાખ રૂપિયા લગાવીને ઘર બેઠા શરુ કરો આ બિઝનેસ, દર વર્ષે થશે 8 લાખ રૂપિયાની કમાણી

જો તમે બિઝનેસ કરવા માંગો છો તો આ લેખ તમારા માટે જ છે. આ એક એવો બિઝનેસ છે જે ઓછા રોકાણમાં શરુ કરી શકાય છે, અને આ બિઝનેસમાં નફો પણ વધારે છે. તમે લગભગ 4 લાખ રૂપિયાના રોકાણમાં સસલા પાળવાનો બિઝનેસ કરી શકો છો. આ બિઝનેસ એટલા માટે નફાકારક છે, કારણ કે બજારમાં સસલાના માંસની વધારે કિંમત મળે છે. તેમજ એના વાળથી બનવા વાળા ઉન માટે પણ તેને પાળવામાં આવે છે. આવો જાણીએ નાના પાયા પર કઈ રીતે તમે સસલા પાળીને નિયમિત કમાણી કરી શકો છો.

4 લાખ રૂપિયા સુધી આવશે ખર્ચો :

સસલા પાળવાના આ બિઝનેસને અલગ અલગ યુનિટમાં વેચવામાં આવે છે. એક યુનિટમાં સાત માદા અને ત્રણ નર સસલા હોય છે. માની લો કે ફાર્મિંગ માટે શરૂઆતનો સ્તર 10 યુનિટનો રાખ્યો છે, તો એના માટે લગભગ 4 લાખથી 4.50 લાખ રૂપિયા ખર્ચ આવે છે. આમાં ટીન શેડ લગભગ 1 થી 1.50 લાખ રૂપિયા, પિજડે 1 થી 1.25 લાખ રૂપિયા, ચારો અને યુનિટ્સ પર લગભગ 2 લાખ ખર્ચ આવે છે.

નર અને માદા સસલા લગભગ 6 મહિના પછી બ્રીડીંગ માટે તૈયાર થાય છે. એક માદા સસલું એક વખતમાં 6 થી 7 બચ્ચાને જન્મ આપે છે. માદા સસલાનો પ્રેગ્નેન્સી પિરિયડ 30 દિવસનો હોય છે, અને આવનારા 45 દિવસમાં બચ્ચા લગભગ 2 કિલોગ્રામના થયા પછી વેચવા માટે તૈયાર હોય છે.

આવી રીતે થશે કમાણી :

એક માદા સસલાથી સરેરાશ 5 બચ્ચા થયા, તો આ રીતે 45 દિવસમાં 350 બચ્ચા બનશે. સસલાના યુનિટ બચ્ચા પેદા કરવાં લાયક હોય તો આના માટે 6 મહિનાની રાહ પણ જોવાની જરૂર નથી. 10 યુનિટ સસલાથી થયેલા બચ્ચા 45 દિવસમાં તૈયાર થયા પછી લગભગ 2 લાખ રૂપિયામાં વેચાય છે. આને ફાર્મ બ્રીડીંગ, મીટ અને ઉન વ્યવસાય માટે વેચવામાં આવે છે, અને એક માદા સસલું વર્ષમાં ઓછામાં ઓછા 7 વખત બાળક આપે છે.

પરંતુ મોર્ટેલીટી, બીમારી વગેરે બધાને ધ્યાનમાં રાખવામાં આવે તો સરેરાશ 5 પ્રેગ્નેન્સી પિરિયડ માનીને ચાલીએ તો વર્ષભરમાં 10 લાખ રૂપિયાના સસલા વેચાય છે. જયારે ચારા પર ખર્ચ 2 થી 3 લાખ રૂપિયા માનવામાં આવે, તો 7 લાખ રૂપિયા નેટ પ્રોફિટ કમાઈ શકાય છે. પણ શરૂઆતના વર્ષમાં કુલ 4.50 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટને કાઢીને ચાલીએ તો પણ 3 લાખ રૂપિયા આવક થશે.

તમે આની ફ્રેન્ચાઈઝી લઈને પણ બિઝનેસ શરુ કરી શકો છો. જો તમે વધારે રીક્સ લેવા માંગતા ન હોય, તો ઘણા મોટા ફાર્મ જોડેથી ફ્રેન્ચાઈઝી લેવાનો વિકલ્પ નવા લોકો પાસે છે. આના માધ્યમથી સસલાની બ્રીડીંગથી લઈને માર્કેટિંગ સુધી બધા પ્રકારની ટ્રેનિંગ પણ તમને મળી જશે.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.