જાણવા જેવું : IIT અને IIM ના ગામમાં શરુ કરેલા સ્ટાર્ટઅપને પહોંચાડયો 100 કરોડ રૂપિયાની પાર

તમે હંમેશા જોયું હશે કે આજકાલના યુવાનો IIT અને IIM જેવી મોટી મોટી સંસ્થાઓમાંથી અભ્યાસ કર્યા પછી કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં પોતાનું ફ્યુચર જુવે છે, અને પોતાના ભવિષ્ય માટે એક રસ્તો બનાવે છે. પરંતુ આજે અમે તમને તેની સાથે જોડાયેલા એક એવા સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ, જે સાંભળ્યા પછી તમે ખરેખર આશ્ચર્યચકિત થઇ જશો. હકીકતમાં આ બાબત એક સ્ટાર્ટઅપ સાથે જોડાયેલો છે. અને આમ પણ આ દિવસોમાં ચારે તરફ સ્ટાર્ટઅપનો ઘણો ક્રેઝ છવાયેલો છે, અને આપણો દેશ ભારત તો તે બાબતમાં આગળ છે.

યુવાનો ઉપર હાલના સમયમાં સ્ટાર્ટઅપની એટલી વધુ ધૂન લાગી ગઈ છે કે, તે મોટી મોટી ઓફર્સને પણ જતી કરી ગામ અને ખેતરોમાં કામ કરવા સુધી તૈયાર થતા જોવા મળી રહ્યા છે. અને તેમનો તે નિર્ણય તેમને નિરાશ પણ નથી કરતો, જેને કારણે બીજા પણ આ પ્રકારના રસ્તા ઉપર આગળ વધી રહ્યા છે.

હાલના દિવસોમાં મધ્ય પ્રદેશમાં ગ્રામોફોન નામનું એક સ્ટાર્ટઅપ ત્યાંના ખેડૂતો માટે ઘણું જ સારું કામ કરી રહ્યું છે. જેને કારણે માત્ર ખેડૂતોને જ બચત નથી થઇ રહી, પરંતુ મોંઘા અને બિનજરૂરી રાસાયણિક ઉત્પાદનોના ઉપયોગમાં પણ ઘટાડો થઇ રહ્યો છે. સૌથી ખાસ વાત તો એ છે કે, આવું કરી રહેલા આ સ્ટાર્ટઅપે જોત જોતામાં ફક્ત 3 વર્ષના સમય ગાળામાં ૧૦૦ કરોડનું ટર્નઓવર પણ પાર કરી લીધું છે.

એક સમય હતો જયારે આ સ્ટાર્ટઅપને માત્ર ૯ લાખ રૂપિયાથી શરુ કરવામાં આવ્યો હતો. આજે તેમાં કામ કરવા વાળા IIT અને IIM માંથી નીકળેલા સુશિક્ષિત યુવાનોની આખી ટીમની આકરી મહેનત અને તેમની સ્કીલને કારણે જ તેમની આ શરૂઆત આ સ્ટેજ ઉપર છે. આ યુવાનોના કહેવા મુજબ સારી શિક્ષણ સંસ્થાઓમાંથી સારું શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી સારા પેકેજ ઉપર નોકરીના ઘણા વિકલ્પ હતા. પરંતુ તેમણે ખેતી અને ગ્રામીણ વિસ્તારમાં ઉદ્યોગની શક્યતાઓને પસંદ કરી અને દેશના વિકાસમાં ભાગીદાર બનવું વધુ યોગ્ય સમજ્યા.

આ સ્ટાર્ટઅપની શરુઆત કરવાવાળા તોસીફ ખાન જણાવે છે કે, અભ્યાસ દરમિયાન જ તેમણે તે બાબત ઉપર નિર્ણય કરી લીધો હતો કે, તેમણે દેશના ગામો, ખેડૂતો અને પર્યાવરણ સંરક્ષણ માટે કાંઈક મોટું કામ કરવું છે. કેમ કે તેમના પોતાના કુટુંબની જન્મભૂમી પણ ગામ-ખેતી હોવાને કારણે જ તેમને એના માટે આ કામ કરવાની ઘણી જ વધુ પ્રેરણા મળતી રહી.

તોસીફે IIT ખડગપુર અને ત્યાર પછી IIM અમદાવાદમાંથી ડીગ્રી મેળવી છે, અને આટલી મોટી સંસ્થાઓમાંથી નીકળી ખેતી જેવા વિસ્તારમાં આવવાનું વિચારવું પણ ઘણું મોટું પગલું હતું. પરંતુ તેમણે માત્ર વિચાર્યું જ નહિ તેમણે કરી પણ દેખાડ્યું. તેની સાથે તેના થોડા બીજા સાથી પણ હતા, જે તેની સંસ્થાના હતા.

નિશાંત વત્સ, હર્ષિલ ગુપ્તા, આશિષ સિંહ અને તોસીફ આ ચાર લોકોએ મળીને સૌથી પહેલા આ સ્ટાર્ટઅપની શરુઆત વર્ષ ૧૦૧૬ માં કરી જેની ઓફીસ ઇન્દોરમાં ખોલી. થોડો સમય પસાર થયો અને ૫૦ લોકોની ટીમ સાથે આજુબાજુના ઘણા ગામોમાં મુલાકાતો વધારી, ત્યાં ખેતી કરવામાં આવી રહેલી મુશ્કેલીઓ જાણી. થોડા મહિના પહેલા જ કંપનીને ૨૪ કરોડ રૂપિયાનું ફન્ડિંગ પણ મળ્યું છે, અને આજની તારીખમાં ગ્રામોફોન નામના આ સ્ટાર્ટઅપની વેલ્યુ ૧૦૦ કરોડની થઇ ગઈ છે.

ખાસ કરીને તેમનું કામ એ રહે છે કે, ઓછું ભણેલા ખેડૂતોને જાણકારી પૂરી પાડવી. જેવી કે જો પાકમાં બીમારી લાગી જાય તો તેના માટે કયું જંતુનાશક અસરકાર છે, કયું જંતુનાશક કે ખાતરનો કેટલા પ્રમાણમાં અને ક્યારે ઉપયોગ કરવો જોઈએ, તેની વિગતવાર સંપૂર્ણ માહિતી ખેડૂતોને પૂરી પાડે છે. તેમની આ મહેનત અને પ્રયાસો પછી જયારે પહેલો પાક આવ્યો તો ખબર પડી કે લગભગ ૨૦ ટકા ઓછા ખર્ચમાં ખેડૂતોનું ૪૦ ટકા ઉત્પાદન વધી ગયું. તેનાથી તેમનું મનોબળ તો વધ્યું સાથે સાથે તે વાતની જાણ થતા જ નજીકના ગામોમાંથી આવતા એક વર્ષમાં પાંચ હજાર ખેડૂતો તેની સાથે જોડાયા.

ખેડૂતોના દરેક પ્રકારના સવાલ જવાબ આપવા માટે કોલ સેન્ટર પણ ઉભું કરવામાં આવ્યું છે. માત્ર એટલું જ નહિ આર્ટીફીશીયલ ઈંટેલીજન્સ બેસ્ડ એપ પણ છે, જે તેના મોબાઈલમાં તેની સાથે રહે છે અને ઘણા પ્રકારના જવાબ પણ આપે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આજની તારીખમાં ન માત્ર મધ્યપ્રદેશ પરંતુ નજીકના ઘણા રાજ્ય જેવા છત્તીસગઢ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ સહીત ઘણા રાજ્યોમાંથી ૨.૫૦ લાખથી વધુ ખેડૂતો તેમની સાથે જોડાઈ ચુક્યા છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.