સ્ટેચ્યુ ઓફ યુનિટી SCO ની આઠ અજાયબીઓમાં જોડાઈ, હવે ભારતમાં 2 અજાયબીઓ

આઠ દેશોના આંતરરાષ્ટ્રીય સંગઠન ‘શંઘાઇ સહયોગ સંગઠન’ (SCO – એસસીઓ) એ સ્ટેચ્યુ ઓફ યુનિટીને એસસીઓની આઠ અજાયબીઓમાં શામેલ કર્યું છે. એસસીઓના આઠ સભ્યોમાં ભારત, પાકિસ્તાન, ચીન, કઝાકિસ્તાન, કિર્ગીસ્તાન, તઝાકિસ્તાન, રશિયા અને ઉજબેકિસ્તાન શામેલ છે.

આખી દુનિયાની સાત અજાયબીઓમાં ભારતનો તાજમહેલ શામેલ છે. હવે શંઘાઇ કોર્પોરેશન ઓર્ગોનાઇઝેશને સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વની આઠમી અજાયબીમાં શામેલ કરી દીધું છે. ફક્ત સવા વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની 31.09 લાખ પર્યટકોએ મુલાકાત લીધી છે. જેનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને કુલ 79.94 કરોડ રૂપિયાની આવક થઈ છે.

વિદેશ મંત્રીએ નોરોવ સાથે મુલાકાત કર્યા પછી ટ્વીટ કરી કે, એસસીઓના અન્ય સભ્ય દેશોમાં પર્યટનને વધારવા માટેના પ્રયત્નોની પ્રશંસા કરું છું. તેમણે કહ્યું કે, એસસીઓની આઠ અજાયબીઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું શામેલ થવું એક પ્રેરણાના રૂપમાં જોવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 31 ઓક્ટોબર 2018 ના રોજ દુનિયાના સૌથી ઊંચા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હવે તે દુનિયાનું સૌથી મહત્વપૂર્ણ પર્યટન સ્થળ બની ચૂક્યું છે.

સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને પછાડ્યું :

31 ઓક્ટોબર 2018 માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નર્મદા જિલ્લાના કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું. તે પછી દેશ-વિદેશના પર્યટક સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવવા લાગ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીએ પર્યટકોની સંખ્યાની સરખામણીમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને પછાડી દીધું છે.

વિશ્વની પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝિને સ્ટેચ્યુ ઓફ યુનિટીને 100 સર્વશ્રેષ્ઠ જોવા લાયક સ્થળોમાં શામેલ કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ટાઈમ મેગેઝીનની વર્ષ 2019 ની યાદીમાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને મહત્વનું સ્થાન મળ્યું છે. નિર્માણ થયાના થોડા જ સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આખા વિશ્વના પર્યટકો માટે ફરવા જવાનો શ્રેષ્ઠ વિકલ્પ બન્યો છે.

જાણો વિશ્વની સાત અજાયબીઓ કઈ કઈ છે :

હાલમાં શંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશને સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વની આઠમી અજાયબીમાં શામેલ કર્યું છે. હવે ચીનની દીવાલ, જોર્ડનનું પેટ્રા, રોમ-ઇટલીનું કોલેજિયમ, મેક્સિકો શહેરનું ચિચેન ઈટજા, પેરુનું માયુપીયુ, ભારતનો તાજ મહેલ તથા બ્રાઝીલના ક્રાઇસ ઓફ રિડીમર પછી આઠમી અજાયબીના રૂપમાં સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નામ લેવામાં આવશે.

વિશ્વની આઠ અજાયબીઓમાં ભારતની 2 અજાયબીઓ શામેલ :

જણાવી દઈએ કે, હવે વિશ્વની આઠ અજાયબીઓમાં ભારતની બે અજાયબીઓ શામેલ થઈ છે. તેની જાણકારી ભારત સરકારના વિદેશ મંત્રી એસ જયશંકરે પોતાના ટ્વીટર દ્વારા આપી છે. તેમણે જણાયું કે, શંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વની આઠ અજાયબીઓમાં શામેલ કર્યા પછી પર્યટક ઉદ્યોગમાં ફાયદો થશે.

શંઘાઇ કોર્પોરેશનના સભ્ય દેશોમાં પ્રચાર-પ્રસાર કરશે. શંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશનનું ગ્રુપ કેવડિયા જઈને પર્યટકોની સંખ્યા અને આવક સહિતના આંકડા ભેગા કરશે. વિશ્વની આઠ અજાયબીઓમાં આને શામેલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.