કિડનીને મજામાં રાખવા માટે આ 5 વસ્તુઓથી રહો દૂર, જાણો શું છે એક્સપેટની સલાહ.

કિડનીનું કાર્ય તમારા લોહીને ફિલ્ટર કરવાનું છે, તો તેને તંદુરસ્ત રાખવા માટે ભૂલથી પણ ના કરો, આ વસ્તુઓનું સેવન. કીડનીનું કામ તમારા લોહીને ફિલ્ટર કરવાનું છે. તે કચરો દુર કરે છે, શરીરના કચરાના સંતુલનને નિયંત્રિત કરે છે, અને ઇલેક્ટ્રોલાઈટ્સના સ્તરને સારું રાખે છે. તમારા શરીરમાં બધું લોહી દિવસમાં ઘણી વખત ફેરવે છે.

લોહી કીડનીમાં આવે છે, કચરો દુર કરી દેવામાં આવે છે, અને જો જરૂરી હોય તો મીઠું, પાણી અને ખનીજોનું સંકલન કરવામાં આવે છે. ફિલ્ટર કરેલું લોહી શરીરમાં પાછું જતું રહે છે. કચરાનું મૂત્રમાં પરિવર્તિત થઇ જાય છે, જો કે તે કીડનીમાં એકઠું થાય છે – એક કનલ આકારની સંરચના જે મૂત્રાશયને મૂત્રમાર્ગ નામની ટ્યુબ માંથી બહાર કાઢે છે.

આ તો વાત થઇ કીડની અને તેનું કામ શું છે તેના વિષે. કીડનીને સારી કેવી રીતે રાખી શકાય? તે જાણવું પણ જરૂરી છે. આ લેખમાં અમે તમને વિસ્તારથી જણાવી રહ્યા છીએ કીડનીને સ્વસ્થ રાખવાની રીત.

ડાયાબીટીસ, ઉંચું લોહીનું દબાણ અને મેદસ્વીપણાને કારણે જ કીડની ફેઈલ થવાનું જોખમ રહે છે. તેવામાં આ બીમારીથી બચવા માટે સાવચેતી સૌથી વધુ જરૂરી છે. કીડનીને સારી રાખવા માટે ડોક્ટર પાંચ વસ્તુથી દુર રહેવાની સલાહ આપે છે જે ઘણું ઉપયોગી છે.

કીડનીને કેવી રીતે રાખવી સ્વસ્થ

બીએલકે સુપરસ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલના મુખ્ય ડોક્ટર અને નેફ્રોલોજી એંડ રેનલ ટ્રાંસપ્લાંટેશનના ડાયરેક્ટર ડો. સુનીલ પ્રકાશના જણાવ્યા મુજબ, પાંચ વાતોથી કીડનીને સુરક્ષિત રાખવાની જરૂર છે – મીઠું, ખાંડ, ટેન્શન, સ્મોકિંગ (સિગરેટ બીડી પીવી) અને સેંડેટરી લાઈફ સ્ટાઈલ (બેઠાડું જીવન જીવવું અથવા હંમેશા નિષ્ક્રિય રહેવું)

સત્યરાજ કીડની ફાઉન્ડેશન સંસ્થા દ્વારા કીડનીની ચેતના જાગૃત કરવાથી લઈને રવિવારે આયોજિત એક કાર્યક્રમમાં ડો. પ્રકાશે કીડની ઉપર વધતા જોખમનું વર્ણન કરતા સામાન્ય લોકો વચ્ચે તેને લઈને વ્યાપક ચેતના અભિયાન ચલાવવાની જરૂર ઉપર ભાર દીધો. તેમણે જણાવ્યું કે કીડની ફેઈલ થવાની સ્થિતિમાં ડાયાલીસીસ અને કીડની પ્રત્યારોપણની સ્થિતિ ન આવે તેના માટે તે જરૂરી છે કે કીડનીને લઈને શરુઆતથી જ સાવચેતી રાખવામાં આવે.

તેમણે જણાવ્યું કે ખરાબ થઇ ગયેલી કીડનીના ઈલાજમાં એટલો ખર્ચ થાય છે કે તે દરેક માણસની હેસિયતની વાત નથી. એટલા માટે કીડનીને તંદુરસ્ત જાળવી રાખવામાં જ સાચી સમજણ છે.

ડો. પ્રકાશે જણાવ્યું કે કીડનીની બીમારી અંતિમ તબક્કામાં પહોચી જાય એટલે કે તે કામ કરવાનું બંધ કરી દે, તો ડાયાલીસીસ અને પ્રત્યારોપણ જેવી સારવાર ઘણી જ મોંઘી છે, એટલા માટે કીડનીના રોગોથી સુરક્ષિત રહેવું જ યોગ્ય રસ્તો છે. કીડનીને બીમાર જ ન પડવા દો.

ડાયાબીટીસ, ઉંચું લોહીનું દબાણ અને મેદસ્વીપણું વધવાની બાબત ઉપર ચિંતા વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે આજે શરીરના આરોગ્ય માટે ખુબ જ મહત્વનું અંગ કીડનીની ચારે તરફ રહેલુ છે એટલા માટે સામાન્ય લોકો કીડનીની બીમારીઓથી સુરક્ષિત રહેવા માટે ગહન ચેતના અભિયાન ચલાવવાની જરૂર છે.

આ માહિતી ઓન્લી માય હેલ્થ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.