3 વર્ષથી ટોયલેટમાં રહેવા માટે મજબુર છે આ વૃદ્ધ મહિલા, કારણ જાણી ગુસ્સો અને આંસુ બંને આવશે

આજે અમે તમને થોડા એવા ફોટા દેખાડવા જઈ રહ્યા છીએ, જે જોઈ તમારું દિલ તૂટી શકે છે. આ ફોટા ઓડીસાના મયુરભંજ જીલ્લાના કનીકા ગામના છે. આ ફોટામાં એક વૃદ્ધ મહિલા ટોયલેટની અંદર પોતાનું જીવન પસાર કરતી જોવા મળી રહી છે. આ ફોટા જોઈ ઘણા લોકોની આંખો ભીની થઈ રહી છે. જાણકારી મુજબ આ વૃદ્ધ મહિલાની ઉંમર ૭૨ વર્ષ છે, અને તે આ ટોયલેટમાં છેલ્લા 3 વર્ષથી રહે છે.

નવાઈની વાત તો એ છે કે માત્ર દાદી જ નહિ પરંતુ તેનું આખું કુટુંબ દીકરી, પૌત્ર વગેરે પણ અહિયાં જ રહે છે. દાદી આ ટોયલેટની અંદર જ ખાવાનું બનાવે છે અને તેમાં જ સુઈ જાય છે. અને તેના કુટુંબના બીજા સભ્યો બહાર ખુલ્લામાં સુવા માટે મજબુર છે. કનિકા ગામમાં બનેલ આ ટોયલેટ તંત્ર તરફથી બનાવી આપવામાં આવ્યું હતું. દ્રૌપદી બહેરા નામની આ દાદી અને તેના કુટુંબના લોકોના કહેવા મુજબ રાજ્ય સરકાર તરફથી જ તેને ઘર પૂરું પાડવામાં નથી આવી રહ્યું, એટલા માટે આ લોકો છેલ્લા ત્રણ વર્ષથી આ ટોયલેટમાં રહેવા માટે મજબુર છે.

અને બીજી તરફ ગામના સરપંચ બુધુરામ પુતિ સાથે જયારે લોકોએ આ વિષયમાં પ્રશ્ન કર્યા તો તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, મારી એટલી હેસિયત નથી કે હું તેમના માટે ઘર બનાવરાવી આપું. હાલની સરકારી યોજના હેઠળ વધારાના મકાન બનાવવાના આદેશ આવે, તો હું જરૂર આ લોકો માટે ઘર બનાવરાવી આપું.

દાદીએ એ પણ જણાવ્યું કે, ઘર મેળવવા માટે અમે તમામ સંબંધિત વિભાગોના ધક્કા ખાઈ ચુક્યા છીએ. તે લોકોએ અમને મકાન આપવાનું વચન પણ આપ્યું હતું. આમ તો અમે હજુ સુધી તેની રાહ જોઈએ છીએ. દાદીને આવી હાલતમાં રહેતા જોઈ ઘણા લોકોને દુઃખ થઇ રહ્યું છે. સ્થિતિએ છે કે, લોકો હવે સોશિયલ મીડિયા ઉપર જ સરકાર પાસે મદદની માંગણી કરી રહ્યા છે.

કોઈએ રાજ્યના મુખ્યમંત્રી પાસે મદદ માગી છે, તો કોઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટેગ કરી પ્રશ્ન પૂછ્યા. આવી રીતે લોકોએ ગામના સરપંચની પણ લેફરાઈટ લઈ લીધી. એક જણે તો કહ્યું કે, જો તમે આ વૃદ્ધ મહિલાની મદદ કરવામાં સમર્થ નથી તો તમારે સરપંચ પડ છોડી દેવું જોઈએ.

બધું જોતા લોકો મહિલાની આ હાલત જોઈ ઘણા ભાવુક થઈ રહ્યા છે. કોઈને એ વાતનું દુઃખ છે, તો કોઈ સરકાર સામે ગુસ્સે છે અને પ્રશ્ન પૂછી રહ્યા છે. હવે આ આખી બાબત ઉપર તમારું શું કહેવું છે તે જણાવશો. ટોયલેટ એક એવી જગ્યા છે જ્યાં કોઈ પણ વ્યક્તિ વધુ સમય સુધી નથી રહી શકતા. તેવામાં આ વૃદ્ધ મહિલા અને કુટુંબ તો 3 વર્ષથી અહિયાં રહે છે.

હવે તમે સમજી શકો છો કે તેની તકલીફ કેટલી મોટી હશે. ટોયલેટમાં ખાવાનું બનાવવું અને સુવા જેવી વાતો માત્ર સાંભળીને જ આપણું મન દુઃખી થઈ જાય છે. અમે બસ એટલી આશા રાખીએ છીએ કે, તંત્ર વહેલામાં વહેલી તકે આ કુટુંબની મદદ માટે આગળ આવે અને વૃદ્ધ મહિલાને પોતાના જીવનના છેલ્લા દિવસો ટોયલેટમાં ન પસાર કરવા પડે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.