નવા વાસણોમાં સ્ક્રેચ પાડ્યા વગર સ્ટીકર હટાવવા માટે આ સરળ ટીપ્સ અપનાવો.

જો તમે નવા વાસણની ચમક જાળવી રાખીને સ્ક્રેચ પાડ્યા વગર સ્ટીકર દુર કરવા માગો છો, તો આ લેખ જરુર વાંચો.

સામાન્ય રીતે નવા વાસણોમાં જે તે કંપનીના સ્ટીકર લાગેલા હોય છે. તે સ્ટીકરને કાઢવા માટે આપણે ઘણા પ્રકારની રીતો અજમાવીએ છીએ, જેમ કે વાસણને સ્કૉચ બ્રાઈટથી ઘસવું, કોઈ ધારદાર વસ્તુ જેવી કે ચમચી કે ચપ્પુથી ઘસીને સ્ટીકર કાઢવું કે પછી નખની મદદથી તેને કાઢવું. આ બધી રીતોમાં વાસણોમાં સ્ક્રેચ પણ પડી જાય છે અને નવા વાસણ જલ્દી જુના જેવા દેખાવા લાગે છે.

ખાસ કરીને જયારે સ્ટેનલેસ સ્ટીલના વાસણોની વાત આવે છે ત્યારે તેમાં ઘણા જલ્દી સ્ક્રેચ દેખાવા લાગે છે જે તેની ચમકને ઓછી કરી દે છે. આ લેખમાં અમે તમને થોડા એવા સરળ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે મીનીટોમાં નવા વાસણો માંથી સ્ટીકર દુર કરી શકો છો અને વાસણની ચમક પણ જળવાઈ રહે છે.

ગરમ પાણીથી દુર કરો :

જો તમે સ્ટેનલેસ સ્ટીલ કે પ્લાસ્ટિકના નવા વાસણો માંથી સ્ટીકરને દુર કરવા જઈ રહ્યા છો, તો તમારે માત્ર ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે. તેના માટે સ્ટીકર વાળા સ્થાન ઉપર થોડું ગરમ પાણી નાખો અને 1 મિનીટ માટે તેને એમ જ રહેવા દો. એક મિનીટ પછી તમે સ્ટીકરને કોઈ કપડાથી ઘસીને કે તેને હાથથી પણ દુર કરી શકો છો. એમ કરવાથી સરળતાથી સ્ટીકર નીકળી જશે અને વાસણોમાં સ્ક્રેચ પણ નહિ પડે. આ ટ્રીક તમે સ્ટેનલેસ સ્ટીલ અને પ્લાસ્ટિકના વાસણોમાં ટ્રાઈ કરી શકો છો. કાચના વાસણોમાં ગરમ પાણી નાખતા પહેલા સુનિશ્ચિત કરી લો કે પાણી જરૂર કરતા વધુ ગરમ ન હોય.

સીધું ગેસ ઉપર રાખો :

જો તમે સ્ટીલ કે કોઈ નવા વાસણ માંથી સ્ટીકર દુર કરવા જઈ રહ્યા છો, તો તે વાસણને સીધા ગેસ ઉપર રાખો. તેના માટે તમારે બસ એટલું કરવાનું છે કે, ગેસને ધીમી ફ્લેમ ઉપર ચલાવો અને તેની ઉપર સ્ટીકર લગાડેલું વાસણ રાખો. લગભગ 30 સેકંડ પછી વાસણને ગેસ ઉપરથી હટાવી લો અને સ્ટીકરને કોઈ કપડા કે નખથી કાઢી લો. ઘણી સરળતાથી સ્ટીકર નીકળી જશે અને વાસણની ચમક પણ જળવાઈ રહેશે. ધ્યાન રાખશો કે, આ નુસખો ક્યારેય પણ પ્લાસ્ટિકના વાસણ પર ન અજમાવશો, નહિ તો વાસણ બળી જવાનું જોખમ રહે છે.

આલ્કોહોલનો કરો ઉપયોગ :

કોઈ પણ વાસણ માંથી સ્ટીકર દુર કરવા માટે તેમાં આલ્કોહોલના થોડા ટીપા નાખો અને એક મિનીટ માટે રહેવા દો. એક મિનીટ પછી સ્ટીકરને મુલાયમ કપડાથી ઘસીને દુર કરો. આ ટ્રીકથી વાસણ માંથી ઘણી સરળતાથી સ્ટીકર તો દુર થઇ જશે અને વાસણની ચમક પણ જળવાઈ રહેશે. આ રીતને તમે કોઈ પણ પ્રકારના વાસણોમાં ટ્રાઈ કરી શકો છો.

નેલ પેંટ રીમુવર કે સ્પિરિટ :

કોઈ સ્ટેનલેસ સ્ટીલ કે પ્લાસ્ટિકના વાસણ માંથી સ્ટીકર દુર કરવા માટે નેલ પેંટ રીમુવર કે સ્પિરિટનો ઉપયોગ ઘણી સરળ રીત છે. તેના માટે તમે સ્ટીકર વાળા ભાગ ઉપર થોડું નેલ પેંટ રીમુવર નાખો અને તેને રૂ થી ઘસો. જો તમારી પાસે સ્પિરિટ છે તો તેનો ઉપયોગ પણ કરી શકો છો. આ ટ્રીક તમે કોઈ પણ પ્રકારના વાસણના સ્ટીકર કાઢવા માટે ઉપયોગમાં લઈ શકો છો. તેનાથી વાસણોમાં સ્ક્રેચ પણ નહિ પડે.

ઓલીવ ઓઈલનો કરો ઉપયોગ :

વાસણ પરના સ્ટીકર હટાવવા માટે કોઈ મુલાયમ કપડાના એક ભાગને ઓલીવ ઓઈલ (જેતુનના તેલ) માં પલાળો. તે કપડાને સ્ટીકર ઉપર ઘસો અને તેને કાઢવાનો પ્રયત્ન કરો. એમ કરવાથી એક મિનીટમાં સ્ટીકર નીકળીને બહાર આવી જશે અને વાસણ ઉપર કોઈ નિશાન પણ નહિ પડે. ઓલીવ ઓઈલનો ઉપયોગ તમે વાસણમાં સીધુ નાખીને પણ કરી શકો છો.

આ બધી ટ્રીક્સ તમારા નવા વાસણો માંથી સ્ટીકર દુર કરવાની સાથે વાસણોની ચમક પણ જાળવી રાખે છે અને તેમાં કારણ વગરના સ્ક્રેચ પણ નહી પડે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.