સ્ટીંગ : સામે આવ્યો બોલીવુડ નો અપમાનજનક ચહેરો. પૈસા માટે કાંઈ પણ કરવા માટે તૈયાર થયા કલાકાર

આજે અમે સ્ટીંગ ઓપરેશનના થોડા વિડીયો લઈને આવ્યા છીએ. આ સ્ટીંગ ઓપરેશનમાં બોલીવુડની હસ્તીઓમાં અભિનેતાથી લઇને સિંગર, નિર્દેશક, ડાંસર અને કોમેડિયન પણ રહેલા છે, જો કે પૈસા માટે કાંઈ પણ કરી શકે છે.

લોકસભા ચૂંટણી થવામાં હવે થોડા જ મહિના બાકી રહ્યા છે. એટલે તમામ રાજકીય પાર્ટીઓ પોતાનો રાજકીય રોટલો શેકવામાં લાગી ગયા છે. ચૂંટણીથી બસ પહેલા પ્રચાર માટે રાજકીય પાર્ટીઓ મોટા મોટા હાથાનો પણ ઉપયોગ કરી રહી છે. એ બાબતમાં એક વિડીયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં ચૂંટણીમાં પ્રચાર કરવા માટે બોલીવુડના કલાકારો વેચાવા પણ તૈયાર થતા જોવા મળી રહ્યા છે.

આ વિડીયો સ્ટીંગ ઓપરેશનના નામથી ઓળખાઈ રહ્યા છે, જેણે કોબરાપોસ્ટએ કર્યુ છે. કોબરાપોસ્ટના આ વિડીયો દ્વારા બોલીવુડ જગતથી લઇને રાજકારણ જગત સુધી ખળભળાટ મચી ગયો છે. તો આવો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શું વિશેષ છે?

સોનું સુદનો વીડિઓ જુઓ :

કોબરાપોસ્ટના આ સ્ટીંગ ઓપરેશનમાં બોલીવુડના સેલીબ્રીટીમાં અભિનેતાથી લઇને સિંગર, નિર્દેશક, ડાંસર અને કોમેડિયન પણ રહેલા છે. જે પૈસા લઇને કોઈપણ પાર્ટી માટે પ્રચાર પ્રસાર કરવા માટે તૈયાર છે. તેટલું જ નહિ, તેમનું કહેવું છે કે અમારે શું, અમને તો પૈસા મળી રહ્યા છે, તો પ્રચાર કરી જ આપીશું, પછી ભલે કોઈપણ પાર્ટી માટે કરવો પડે. આ વિડીયો ઝડપથી ઈન્ટરનેટ ઉપર વાયરલ થઇ રહ્યો છે, અને બોલીવુડના સાચા ચહેરા સામે આવી રહ્યા છે.

ગણેશ આચાર્ય :

પ્રચાર કરવા માટે ૨.૫ કરોડ રૂપિયાની માંગણી :

જણાવી દઈએ કે ‘દબંગ’, ‘સીંબા’ જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચુકેલા અભિનેતા સોનું સુદ એક મહિનાના મેસેજ માટે ૨.૫ કરોડ રૂપિયા માગી રહ્યા હતા. પરંતુ તેનાથી આ સ્ટીંગ ઓપરેશનમાં ૧.૫ કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી. એટલું જ નહિ, સોનું સુદ ઉપરાંત ગણેશ આચાર્યએ પણ કરોડો રૂપિયા માંગ્યા. તે શાહરૂખ સાથે ફિલ્મ પરદેશમાં જોવા મળી ચુકેલી મહિમા ચોધરીએ કહ્યું કે બીજેપી તો એક મહિના માટે કેટલા પણ રૂપિયા આપી શકે છે, એટલે તે જેટલા વધુ આપશે, એટલું જ વધુ કામ અમે કરીશું.

મહિમા ચૌધરી :

અહિયાં જુવો થોડા પસંદગીના કોબરાપોસ્ટના સ્ટીંગ ઓપરેશનના વિડીયો :

આવી રીતે કોબરાપોસ્ટના ઘણા વિડીયો પોસ્ટ થયા છે, જેમાં બોલીવુડનો સાચો ચહેરો તમને જોવા મળી શકે છે. એટલે સ્પષ્ટ થાય છે કે બોલીવુડ પૈસા માટે કાંઈ પણ કરવા માટે તૈયાર થઇ શકે છે. તેમાં ગાયકથી લઈને અભિનેતા અભિનેત્રી અને ડાયરેક્ટર વગેરે તમામ જોડાયેલા છે. અને સમજી શકાય છે કે આ બધા સેલીબ્રીટીઝ પૈસા માટે કાંઈ પણ કરવા માટે તૈયાર થઇ જાય છે.

વિવેક ઓબોરોય :

અમીષા પટેલના વિડીયોમાં તમે જોશો કે તે કઈ રીતે તે અને એમનો મેનેજર પેમેન્ટ કયારે અને કેવી રીતે કરવું એ બધું નક્કી કરે છે અને કયા કયા સમયે તે પ્રચાર કરશે એ જણાવે છે. એમને ખાલી પૈસા સાથે મતલબ હોય છે. પાર્ટીનું બેકગ્રાઉન્ડ શું છે એની સાથે એમને કોઈ લેવા દેવા હોતું નથી.

અમીષા પટેલ :

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.