સ્માર્ટફોન ઉપયોગ કરવાનું બંધ કરી દો, તમને મળશે ૭૧ લાખ રૂપિયા

આજનો યુગ એટલે ઈન્ટરનેટ અને સ્માર્ટફોનનો યુગ કહેવામાં આવે છે. અને લોકો સ્માર્ટફોન સાથે એટલા ઓતપ્રોત થઇ ગયા છે કે તેઓ એ સ્માર્ટફોનથી થોડો સમય પણ દુર રહી શકતા નથી. સવારે ઉઠતાની સાથે જ પહેલા સ્માર્ટફોન જ લેવામાં આવે છે, અને તરત મેસેજ ઈમેલ ચેક કરવામાં આવે છે, અને દિવસ આખો મોટા ભાગનો સમય તેની સાથે જ પસાર કરે છે. અને જો તમને કોઈ કહે કે તમારે એક વર્ષ સુધી સ્માર્ટફોનનો ઉપયોગ સદંતર બંધ કરી દેવાનો છે, તો તમે તે વાતની કલ્પના પણ નથી કરી શકતા.

જો તમને કહેવામાં આવે કે તમે જો એકવર્ષ સ્માર્ટફોનનો ઉપયોગ બંધ કરી દેશો તો તમને લાખો રૂપિયા આપવામાં આવશે. તો તમે કદાચ વિચારશો કે એ કેમ શક્ય છે, તો આ વાત સાચી છે આવો જાણીએ તેના વિષે વિસ્તારથી.

જો તમને કહેવામાં આવે કે તમે આજથી સ્માર્ટફોનનો ઉપયોગ બંધ કરી દો તો તમે કહેશો કે ના ભાઈ ના, જરાપણ નહિ. પરંતુ જો તમને એ કહેવામાં આવે કે તમે સ્માર્ટફોનનો ઉપયોગ બંધ કરી દો, તેના બદલામાં તમને ૭૧ લાખ રૂપિયા મળશે તો તમે ઝટથી રાજી થઇ જશો. એ સાચું પણ છે કે એક કંપની સ્માર્ટફોન ઉપયોગ ન કરવા વાળાને ૭૧ લાખ રૂપિયા આપી રહી છે. આવો જાણીએ ઓફર.

સૌથી પહેલા તમને જણાવી દઈએ કે આ ઓફરને આપવા વાળી કંપનીનું નામ વિટામીન વોટર (Vitamin Water) છે. આ કંપનીની ઓફર મુજબ જો તમે એક વર્ષ સુધી સ્માર્ટફોન ઉપયોગ નથી કરતા, તો તમને ૧ લાખ ડોલર એટલે લગભગ ૭૧ લાખ રૂપિયા મળશે. જણાવી આપીએ કે વિટામીન વોટર નામની આ કંપની કોકાની સ્વામિત્વ વાળી કંપની છે.

ખાસ કરીને કંપનીએ પોતાની માર્કેટિંગ કેંપેઈન માટે સ્માર્ટફોન યુઝર્સને આવા પ્રકારની ઓફર આપી છે. આમ તો કંપનીએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે તે પોતાના આ કેંપેઈન દ્વારા કોઈ ખાસ મોબાઈલ નિર્માતા કંપનીને ધ્યાન ઉપર નથી લઇ રહી.

કંપની આ કેંપેઈન દ્વારા એ જાણવા માંગે છે, કે શું આજના જમાનામાં કોઈ સ્માર્ટફોન વગર રહી શકે છે, અને રહી શકે છે તો કેટલા દિવસો સુધી. કંપનીએ વાતની પુષ્ટી માટે લાઈડીટેકટર ટેસ્ટનો ઉપયોગ કરશે કે તમે સ્માર્ટફોનનો ઉપયોગ કર્યો છે કે નહિ. આગળ જાણો હરીફાઈમાં ભાગ લેવાની રીત.

જો તમારી ચોરી પકડાઈ જાય તો તમે આ હરીફાઈ માંથી બહાર થઇ જશો. જો તમે આ હરીફાઈમાં ભાગ લેવા માંગો છો, તો તમે તમારા ટ્વીટર કે ઈંસ્ટાગ્રામ ઉપર ૮ જાન્યુઆરી ૨૦૧૯ સુધી હેશટેગnophoneforayear અને હેશટેગcontest ની સાથે પોસ્ટ શેર કરવાની રહેશે. આગળ જાણો પોસ્ટમાં શું લખવાનું છે.

ટ્વીટર કે ઈંસ્ટાગ્રામ ઉપર તમે તમારી આ ઓફરના ફોટા સાથે હેશટેગnophoneforayear અને હેશટેગcontest હેશટેગ ઉપયોગ કરીને ટ્વીટ કરવાનું રહેશે, અને જણાવવાનું રહેશે કે તમે સ્માર્ટફોનનો ઉપયોગ કરવાનું કેમ બંધ કરી રહ્યા છો અને ફોનનો ત્યાગ કર્યા પછી આ સમયમાં તમે કયું કામ કરશો.