જાપાનના લોકો આ 10 વિચિત્ર નોકરી પણ કરી શકે છે, જેના વિષે તમે ભાગ્યે જ પહેલા સાંભળ્યું હશે.

જાપાનના લોકો દ્વારા કરવામાં આવતી આ વિચિત્ર નોકરીઓ વિષે જાણીને તમે પણ ચોંકી જશો કે આવું પણ શક્ય છે!

વર્તમાન સમયમાં પોતાની આસપાસ જેને જુવો તે નોકરીના જ રોજડા રોતા રહે છે. ભાગ્યે જ કોઈ હશે, જે પોતાની નોકરીથી ખુશ જોવા મળતા હોય. બરાબર ને? જો તમે પણ એવું કરતા હોય, તો હવે ન કરશો, એવું એટલા માટે કેમ કે તમારાથી વધુ ખતરનાક નોકરી જાપાનના લોકો કરે છે. આમાં ખોટું લગાડવાની વાત નથી, પણ હકીકતમાં જ્યારથી જાપાનની વિચિત્ર નોકરીઓ વિષે જાણવા મળ્યું છે, ત્યારથી રાતોની ઊંઘ ઉડી ગઈ છે. જાપાનમાં લોકો નોકરીના નામ ઉપર શું શું કામ કરે છે? તે તમે જાતે જ વાંચી લો.

(1) ભાડાના બોયફ્રેન્ડ : તમને સાંભળવામાં થોડું વિચિત્ર લાગશે પણ આ સાચું છે, જાપાનમાં તમને ભાડા ઉપર બોયફ્રેન્ડ મળી જશે. સાથે જ જો તમે સાથે સુવા માટે કોઈ પાર્ટનરને શોધી રહ્યા છો, તો જાપાનમાં તેના માટે પણ લોકો મળી જશે. બસ તમારે થોડું ખિસ્સું હળવું કરવું પડશે.

(2) ભાડા ઉપર ફ્રેન્ડ : ઘણા લોકો હંમેશા પોતાને એકલા અનુભવે છે. પણ જાપાનમાં તમને તમારી એકલતા દુર કરવા માટે ભાડા ઉપર ફ્રેન્ડ પણ મળી જશે, જેની સાથે તમે આખો દિવસ મિત્રની જેમ પસાર કરી શકો છો.

(3) કાન સાફ કરવાના પાર્લર : તમે ભારતમાં રોડ ઉપર લોકોને આ કામ કરતા જોયા હશે. પણ જાપાનમાં આ કામ માટે હાઈ પ્રોફાઈલ પાર્લર હોય છે, જ્યાં કાન સાફ કરાવવા માટે તમારે મોટી કિંમત ચૂકવવી પડે છે.

(4) ઉનાળાની રજાઓનું હોમવર્ક : તમારે તમારા બાળકો સાથે ઉનાળાની રજાઓમાં બહાર જવું છે પણ તમને તમારા બાળકોના હોમવર્કની ચિંતા થઈ રહી છે. તો તેના માટે પણ જાપાનમાં તમને હોમવર્ક કરવા વાળા મળી જશે. હોમવર્ક કેવું છે અને કેટલું છે, બસ તેના હિસાબથી તમે તેને પૈસા આપવા માટે તૈયાર રહો.

(5) લગ્નમાં મહેમાન : ભારતમાં લગ્ન વાળું ઘર દુરથી જ ઓળખાઈ જાય છે. ઘરમાં સંબંધીઓની ભીડથી આખી સોસાયટી ભરાઈ જાય છે. પણ જાપાનમાં એવું નથી. જો ત્યાં તમારે લગ્નમાં થોડા માણસો જોઈએ, તો તમે મહેમાનોને ભાડા ઉપર લઇ શકો છો. જો તમે ઈચ્છો કે તેઓ નાચવા ગાવાનો પ્રોગ્રામ પણ કરે, તો તેના માટે તમારે થોડા વધુ પૈસા ખર્ચ કરવા પડશે.

(6) ‘લગ્ન’ એ પણ એકલા : જો તમને લગ્ન કરવાની ઈચ્છા છે પણ તમને યોગ્ય પાર્ટનર નથી મળી રહ્યો, તો તેના માટે પણ જાપાનમાં જોબ છે. તમે ત્યાં એકલા લગ્ન કરી શકો છો, જેમાં તમને તે દરેક વસ્તુ મળી જશે જે એક લગ્નમાં હોય છે.

(7) વિદેશી ભાડુઆત : જો તમે જાપાન જવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. જાપાનના લોકો પોતાના ઘરમાં વિદેશી ભાડુઆતોને રાખવામાં કોઈ વાંધો નથી ઉઠાવતા. તે ઘરમાં માત્ર રહેવા જ નહિ, પણ જાપાનના કલ્ચરને જાણવા અને તેની રહેણી કરણીને સમજવાની પણ તક મળે છે.

(8) જાહેરાત માટેના બોર્ડ (Advertisement Board) : જાપાનમાં જો તમે કોઈ વ્યક્તિને કોઈ છોકરીને એકીટશે જોતા જુઓ, તો તેને વિચિત્ર ન સમજતા. બની શકે છે કે તે વ્યક્તિ કોઈ કંપનીની જાહેરાત વાંચી રહ્યો હોય. ત્યાં Advertisement Board ના રૂપમાં છોકરીઓનો ઉપયોગ કરવામાં આવે છે.

(9) જુના પ્રેમને યાદ રાખવો : જો તમારું બ્રેકઅપ થયું છે, પણ તમે તમારા જુના પ્રેમની વસ્તુ ફેંકવા નથી માંગતા, તો જાપાનની એક કંપની તમારી બધી વસ્તુ તેમની પાસે રાખવા તૈયાર છે. તેના માટે તમારે બસ થોડા પૈસા ખર્ચ કરવા પડશે.

(10) ભૂલ તમે કરો, માફી બીજા માગશે : જાપાનમાં જો તમારાથી કોઈ ભૂલ થઇ જાય અને તમે તેની માફી માંગવા ઈચ્છો છો, તો તમારે પોતે માફી માંગવાની જરૂર નથી. જાપાનમાં લોકો એ પણ કામ કરે છે. તમારે બસ થોડા પૈસા આપવાના રહેશે અને તે તમારા માટે માફી માંગી લેશે.

આ 10 વિચિત્ર કામ ભારતમાં કરવા થોડા મુશ્કેલ છે, પણ જાપાન જઈને આ કામ કરવા વિચિત્ર નહિ લાગે. આ પોસ્ટ શેર કરો અને તમારા મિત્રોને પણ આ વિચિત્ર જોબ વિષે જરૂર જણાવો.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.