કાઠિયાવાડીએ કરી કમાલ, સૌરાષ્ટ્ર-કચ્છમાં ખુલ્લા ખેતરમાં ઉગાડી સ્ટ્રોબેરી, જાતે જ જોઈ લો.

આને કહેવાય કમાલ, સૌરાષ્ટ્ર-કચ્છ જેવા વિસ્તારમાં ખુલ્લા ખેતરમાં સ્ટ્રોબેરી ઉગાડી રહ્યા છે આ ખેડૂત

આજકાલ એક તરફ દેશના ખેડૂતો પાકના ઓછા ઉત્પાદન, પાકમાં થતા રોગ, વેચાણ પણ મળતા ઓછા ભાવ જેવી સમસ્યાઓથી પરેશાન છે. તો બીજી તરફ અમુક એવા ખેડૂતો પણ છે જે આધુનિક ટેક્નિક, સરકાર દ્વારા મળતી સહાય અને કૃષિને લગતા જ્ઞાનની મદદથી સારી ગુણવત્તા અને મોટી માત્રામાં પાકનું ઉત્પાદન કરી રહ્યા છે.

એટલું જ નહિ ઘણા ખેડૂત સ્થાનિક પાકની જગ્યાએ અન્ય પાકનું ઉત્પાદન કરીને પણ વધારે ઉત્પાદન મેળવી રહ્યાં છે. આજે અમે તમને એક એવા જ ખેડૂત વિષે જણાવવાના છીએ. તેમણે ‘મન હોય તો માળવે જવાય’ એ કહેવતને સાચી સાબિત કરી દેખાડી છે.

જો તમને એવું પૂછવામાં આવે કે, શું સૌરાષ્ટ્ર-કચ્છમાં ખુલ્લા ખેતરમાં સ્ટ્રોબેરી થાય ખરી? તો કદાચ તમારો જવાબ ના માં હશે. પણ જાણકારી માટે જણાવી દઈએ કે, આ કામ કચ્છના માંડવી તાલુકાના મઉં ગામ ખાતે જિગ્નેશભાઈ ભીમાણીએ સિધ્ધ કરી દેખાડ્યું છે. તે હિમાચલ પ્રદેશથી બહુ મુલ્ય ધરાવતી સ્ટ્રોબેરીનાં રોપ લાવ્યા અને ખુલ્લા ખેતરમાં ગ્રો-કવર અને મલ્ચીંગ સાથે સ્ટ્રોબેરી વાવી અને લણી.

જિગ્નેશભાઇએ પોતાની સુઝબુઝ અને ખેતીના જ્ઞાનનો સમન્વય સાધી આ કામ કરી દેખાડ્યું. તે પોતાની ટીમ સાથે પ્રોડક્શન અને માર્કેટીંગમાં સંકલન સાધી, વ્યવાસાયીક દિશામાં નવા પાકની નફાકારક ખેતી કરી રહ્યા છે. લોકો તેમને અને તેમની ટીમને અભીનંદન આપી રહ્યા છે.

જાણકારી ખાતર જણાવી દઈએ કે, સ્ટ્રોબેરી એ સામાન્ય રીતે ઠંડા પ્રદેશનો પાક છે પરંતુ હવે ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધમાં ઉગાડવા માટેની જાતો ઉપલબ્ધ થવા માંડી છે.

તે પૈકી ગુજરાતના હવામાનમાં મેન્ડલર, સીલ્વા, પીરોઝા, કમાન્ડર, બેન્ટોન વગેરે જાતો ઉગાડી શકવાની શકયતાઓ છે. આ ઉપરાંત ગુજરાતમાં સુજાતા અને લાબેટા જાતો પણ અનુકૂળ ગણાય છે.

સ્ટ્રોબેરીનો પાક રેતાળથી ભારે ગોરાડુ જમીન પર લઈ શકાય છે. આમ છતાં ઊંચાણવાળી ફળષ્ટુપ અને ભરભરી ગોરાડુ જમીન કે જેની ભેજ સંગ્રહશકિત વધારે હોય અને સાથે જ સારી નિતારશકિત ધરાવતી હોય તે વધુ અનુકૂળ આવે છે.

મિત્રો, જો તમારે ગ્રો-કવર અને મલ્ચીંગ પર સહાય મેળવવી હોય તો, રાજ્યનાં બાગાયત ખાતા દ્વારા ગ્રો-કવર અને મલ્ચીંગમાં નિયમોનુસાર સહાય મળવાપાત્ર છે. તેની અરજી કરવા માટે https://ikhedut. gujarat.gov.in/ વેબસાઇટની મુલાકાત લઈ શકાય છે.