માત્ર 7 દિવસમાં છુમંતર થઇ જશે સ્ટ્રેચ માર્ક, અપનાવો આ ઘરગથ્થું ઉપચાર અને છુટકારો મેળવો

આતરિક ત્વચા આ ખેંચાણને લાંબો સમય સુધી સહન નથી કરી શકતી અને તેની અંદર ના ટીશું તૂટતા જાય છે, જેથી સ્ટ્રેચ માર્ક્સ બનતા જાય છે. સ્ટ્રેચ માર્ક્સ થી બચવાના થોડા ઘરગથ્થું ઉપચાર અપનાવીને તેનાથી છુટકારો મેળવી શકો છો.

આપણા શરીરમાં ક્યાય પણ સ્ટ્રેચ માર્ક્સ પડી જાય છે તો આપણે ચિંતિત અને પરેશાન થઇ જઈએ છીએ. તેના માટે ન જાણે શું શું કરવું પડે છે જેથી તેનાથી છુટકારો મળી શકે. ક્યારેક તો આ માર્ક્સ તમારી સુંદરતા ઉપર એક ડાઘ બની જાય છે અને ઘણી રીતો અજમાવવાથી પણ ન તો દુર થતા અને નથી આછા થતા.

સ્ટ્રેચ માર્ક્સ થવાનું કારણ છે સ્ક્રીન ઓવર સ્ટ્રેચ કે પછી પ્રેગનેન્સી પછી શરીર બિલ્ડીંગ, વધુ વજન અને ક્યારેક ક્યારેક ઉંમર વધવાને લીધે પણ આવી જાય છે. તેને દુર કવા માટે આપણે મોંઘા માં મોંઘી ક્રીમ નો ઉપયોગ કરીએ છીએ, પણ શું તમને ખબર છે કે આ ક્રીમને બનાવવા માટે કેમિકલ્સ નો ઉપયોગ થાય છે જે આપણી સ્કીન માટે ખુબ નુકશાનકારક હોય છે.

આપણી ત્વચા બે બે પ્રકારની બનેલી હોય છે.

જયારે કોઈ મહિલા ગર્ભવતી હોય છે કે કોઈ વ્યક્તિ અચાનક જાડો થાય છે તો આપણી ત્વચામાં પણ ખેંચાણ આવવા લાગે છે. તેવામાં ત્વચાનો બહારનો ભાગ સતત ખેંચાતો જાય છે પણ આંતરિક ત્વચા આ ખેંચાણને લાંબા સમય સુધી સહન કરી શકતી નથી અને તેની અંદરના ટીશું તૂટતા જાય છે, જેના કારણે ત્વચામાં સ્ટ્રેચ માર્ક્સ પડી જાય છે. સ્ટ્રેચ માર્ક્સ થી બચવાના થોડા ઘરગથ્થું ઉપચાર આપણા રસોડામાં જ રહેલા છે જેનાથી આ સ્ટ્રેચ માર્ક્સ થી છુટકારો મેળવીને આપણી સુંદરતાને પછી લાવી શકાય છે. જાણો ઘરગથ્થું ઉપચાર વિષે.

બટેટાનો રસ – બટેટાના રસથી સ્ટ્રેચ માર્ક્સ દુર કરવાનો સૌથી સારો ઉપચાર છે. તેથી બટેટાના રસને અસરવાળી જગ્યા માં લગાવો અને સુકાયા પછી તેને ચોખ્ખા પાણીથી ધોઈ લો. તેનાથી તમને વહેલો લાભ થશે, કેમ કે બટેટા માં વધુ પ્રમાણમાં ઘણી જાતના વિટામીન અને મિનરલ્સ હોય છે જે સ્ટ્રેચ માર્ક્સ ઉપર સીધી અસર કરીને તેને ઓછા કરી દે છે.

લીંબુનો રસ – શિયાળામાં લીંબુનો ઉપયોગ ત્વચાના જાત જાતના નિશાન ને દુર કરવા માટે કરવામાં આવે છે. તેનો પણ ઉપયોગ તમે સ્ટ્રેચ માર્ક્સ ની તકલીફમાં કરી શકો છો. તેના માટે તાજા લીંબુ ને કાપીને તેનો રસ કાઢીને અસરવાળી જગ્યા માં લગાવો અને 10 મિનીટ સુધી લગાવીને રાખ્યા પછી તેને હુફાળા પાણીથી ધોઈ લો.

ખાંડ – ખાંડ સ્ટ્રેચ માર્ક્સ દુર કરવામાં ખુબ અસરકારક ઉપચાર છે. તેના માટે 1 ચમચી ખાંડમાં બદામ નું તેલ અને લીંબુનો રસ નાખીને ભળવી દો. ત્યાર પછી તેને સ્ટ્રેચ માર્ક્સ માં લગાવો. આ રીતે એક મહિના સુધી કરવાથી તમને અસર જોવા મળશે.

કુવારપાઠું જેલ – કુવારપાઠું જેલ સુંદરતા ની સાથે સાથે હેલ્થ માટે લાભદાયક છે તેમ જ તે સ્ટ્રેચ માર્ક્સ માટે પણ લાભદાયક છે. તેમાંથી નીકળતો ચીકણો પદાર્થ ખુબ ફાયદાકારક છે. તે તમારી ત્વચાની કોઈપણ બીમારીથી બચાવી શકે છે. તેના માટે એક કપ કુવારપાઠું માં બે ચમચી વિટામીન ‘ઈ’ નું તેલ ની પેસ્ટ (વિટામીન ઈ ની કેપ્સ્યુલ દવા ની દુકાને મળી જશે) બનાવો અને તેને અસરવાળી જગ્યામાં લગાવો અને સુકાવા દો. તે જાતે જ સુકાઈ જશે. તેનો ઉપયોગ રોજ કરવાથી તમને ફાયદો જોવા મળશે.

પાણી – પાણીમાં ત્વચા ને નમી આપવા અને ત્વચાને રોમછિદ્રો ને પોષણ આપવાના કુદરતી ગુણ હોય છે જેનાથી જ ચહેરાની લચક જળવાઈ રહે છે અને સ્ટેચ માર્ક્સ થતા નથી. દર અડધા કલાકે પાણી પીવો. તેનાથી તમને ક્યારેય સ્ટ્રેચ માર્ક્સ નહી પડે.

કોકોં માખણ – શરીરના સ્ટ્રેચ માર્ક્સ ઉપર કોકો માખણ લગાવવાથી ડાઘ ઓછા થાય છે, સ્ટ્રેચ માર્ક્સ વાળી જગ્યામાં દિવસમાં બે વખત કોકો માખણ થી મસાજ કરો. આવું એક મહિનો કરવાથી તમને ફરક જાતે જ જોવા મળશે.