રસ્તા પર રખડતા કુતરા બની ગયા કરોડપતિ, દરેક કુતરા પાસે છે 1 કરોડ રૂપિયાની સંપત્તિ, જાણો આવું ક્યાં થયું

ઘણા લોકો પોતાના મૃત્યુ પહેલા બધી પ્રોપર્ટી પોતાના પાલતુ પ્રાણીના નામે કરી દે છે. બોલીવુડ મુવી એન્ટરટેનમેન્ટમાં એવો જ કિસ્સો જોવા મળ્યો હતો. જ્યાં એક કૂતરો અમીર માણસની સંપૂર્ણ સંપત્તિનો માલિક હતો. પણ આપણા દેશમાં એક એવું ગામ છે જ્યાં પાલતુની જગ્યાએ રસ્તા પર રખડતા કુતરા કરોડોના માલિક બનીને ફરી રહ્યા છે. આ જગ્યાનું નામ છે પંચોટ જે ગુજરાતમાં જ આવેલી છે.

ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા આ નાનકડા ગામમાં ઘણા એવા રખડતા કુતરા છે જે કરોડપતિ છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ‘માઢની પાતી કુતરીયા ટ્રસ્ટ’ નામની સંસ્થાએ કુતરાની દેખરેખ અને તેમની ભલાઈ માટે 21 વીંઘાથી વધારે દાનમાં મળેલી જમીનને કુતરાના નામે કરી દીધી. આ ઘટના 2018 ની છે. જો કે અહીં બાઈપાસ રોડ છે એટલા માટે જમીન લગભગ 3.5 કરોડ રૂપિયા પ્રતિ વીંઘા છે. ટ્રસ્ટ પાસે લગભગ 70 કુતરા છે. એવામાં લગભગ દરેક કુતરાના ભાગે અંદાજે 1 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

કુતરાના નામ પર આટલી પ્રોપર્ટી હોવાના કારણે કોઈ તેમને નુકશાન નથી પહોંચાડતું. તેમજ ટ્રસ્ટ તરફથી તેમનું ઘણું ધ્યાન રાખવામાં આવે છે. તેમને સારું ખાવાનું આપવામાં આવે છે. સાથે જ દરેક માંગણી પુરી કરવામાં આવે છે. લોકો ટ્રસ્ટને પોતાની જમીન અથવા ખેતર દાનમાં પાયે છે. અમુક જમીનો પર દુકાન વગેરે બનાવી દેવામાં આવી છે. તેનાથી થતી આવકથી કુતરા માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

મળતી જાણકારી અનુસાર 2015 માં ટ્રસ્ટ દ્વારા ‘રોટલા ઘર’ નામની એક ઈમારત બનાવાઈ છે, જ્યાં બેસીને મહિલાઓ રોટલા બનાવે છે. તેઓ દરરોજ 20-30 કિલો લોટના 80 જેટલા રોટલા બનાવે છે. સાંજે 7.30 વાગ્યાની આસપાસ સ્વયંસેવકો હાથ લારીમાં રોટલા અને રોટલીના ટુકડા લઈને વહેંચવા માટે નીકળે છે. હાલ આ સેવા શરૂ છે કે કેમ એની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.