વગર ટીકીટે ટ્રેનમાં પકડાઈ ગઈ સ્કુલની વિદ્યાર્થીની, પછી તેની સાથે TITI એ કર્યુ આ..

દિલ્હીથી વારાણસી જનારી કાશી વિશ્વનાથ એક્સપ્રેસમાં હમણાં થોડા દિવસો પહેલા એક એવી ઘટના બની જે ઘણી શરમાવનારી છે. ખાસ કરીને થયું એવું કે ટીકીટ ચેકર એટલે ટીટીઈએ એક છોકરીને ટીકીટ વગર મુસાફરી કરતા પકડી અને તેની સાથે કાંઈક એવું કરવાનો પ્રયાસ કર્યો કે જે ટ્રેનમાં છોકરીઓની સુરક્ષા ઉપર પ્રશ્નો ઉભા કરી શકે છે. રીપોર્ટના જણાવ્યા મુજબ, ટીટીઈએ છોકરીને ટીકીટ વગર પકડ્યા પછી તે વાતનો લાભ ઉઠાવવા માટે તેને એસી કોચમાં જગ્યા અપાવી દીધી. ટીટીઈએ પોતાનો રોફ દેખાડવા માટે છોકરીને કહ્યું કે કોઈ આવે તો કહી દે જે કે તું ટીટીઈ રવી કુમાર મીણાની ગર્લફ્રેન્ડ છો.

છોકરીના જણાવ્યા મુજબ, ટીટીઈએ તેને કહ્યું કે જો તે તેની ગર્લફ્રેન્ડ બની જાય છે, તો તે તેને જીવનભર ખુશ રાખશે. ટીટીઈએ આવા પ્રકારની વાતો સંભળાવ્યા પછી છોકરી તેની ઉપર ગુસ્સે થઇ ગઈ અને ટીટીઈની ફરિયાદ જીઆરપીને કરી દીધી. ત્યાર પછી તેની ધરપકડ કરી લેવામાં આવી. આ ઘટનાની જાણકારી આપતા જીઆરપીએ એસએસઆઈ હરેન્દ્ર કુમારને કહ્યું કે, વિદ્યાર્થીની ટીકીટ વગર ટ્રેનમાં બેઠી હતી અને તેને ટીટીઈએ સીટ માટે વ્યવસ્થા કરી.

એસી કોચમાં સીટ અપાવ્યા પછી તે તેનો ફાયદો ઉઠાવવા માંગતો હતો. પરંતુ છોકરીની પાસે જ બેઠેલી એક મહિલાએ હિંમત કરીને ટ્રેનમાં ઉભેલા એક જીઆરપીના સિપાહીને સંપૂર્ણ ઘટના જણાવી દીધી. મહિલાની સુઝ બુઝ અને બહાદુરીથી ટ્રેનમાં છેડતીની એક વધુ ઘટના થવાથી બચી ગઈ. મહિલાની ફરિયાદ ઉપર જીઆરપીએ ટીટીઈ રવી કુમાર મીણાની ધરપકડ કરી લીધી. પરંતુ નવાઈની વાત એ છે કે ટીટીઈ ઉપર પહેલાથી જ બળાત્કારના આરોપ છે. તેને વર્ષ ૨૦૧૬ માં બળાત્કારના પ્રયાસના કેસમાં જેલની સજા મળી છે, તેમ છતાંપણ તે ટ્રેનમાં ટીટીઈની નોકરી કરી રહ્યો હતો.

આ ઘટના ગજરોલા અને કાકાઠેર વચ્ચે બની છે. પીડિત વિદ્યાર્થીની અમરોહાની રહેવાસી છે. રીપોર્ટના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીની યુનીવર્સીટીમાં બીએસી બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. છોકરી મૂળ વારાણસીની છે અને દિલ્હીથી પાછી પોતાના ઘેર જઈ રહી હતી. વિદ્યાર્થીનીએ જણાવ્યું કે તે ઉતાવળમાં હતી અને ટ્રેન પકડવાની માથાકૂટમાં ટીકીટ લઇ શકી ન હતી. ત્યાર પછી તેની સાથે આ ઘટના બની ગઈ. પહેલાથી જ બળાત્કારના આરોપમાં ૧૬ મહિના જેલમાં રહ્યા પછી આરોપીને ટીટીઈ માટે કેવી રીતે રાખવામાં આવ્યા તે પણ એક મોટો પ્રશ્ન છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.