શું તમે જાણો છો કે તમારા પેટમાં ભોજન પચી રહ્યું છે, અથવા સડી રહ્યું છે?

એક કહેવત છે ‘પહેલું સુખ નીરોગી કાયા’ સ્વસ્થ શરીર સ્વસ્થ મગજના નિર્માણ માં સહાયક હોય છે. સ્વસ્થ રહેવાની પહેલી શરત છે તમારી પાચનશક્તિ નું સુદ્રઢ હોવું. ભોજનનું આવશ્યક પાચન ના થવાના લીધે શરીર અસ્વસ્થ બની જાય છે, મસ્તિષ્ક શીથીલ થઇ જાય છે અને કાર્યક્ષમતા ને અસર કરે છે. જે રીતે વ્યાયામમાં અનુશાસન ની જરૂર હોય છે, બસ તે રીતે ભોજનમાં પણ અનુશાસન મહત્વપૂર્ણ છે. વધારે ખાવાનું, અનિયમિત ખાવાનું, મોડી રાત સુધી જાગવું આ બધી સ્થિતિઓ તમારા પાચનતંત્ર ને અસર કરે છે. અત: આ જરૂરી બની ગયું છે કે પાચનશક્તિ ને નબળી થવાથી તમે એને બચાવો. પાચનતંત્ર ની નબળાઈ દુર કરવા માટે ખાવાનું ખાધા બાદ પેટમાં ખાવાનું પચશે કે ખાવાનું સડશે તે જાણવું જરૂરી છે.

આપણે રોટલી ખાધી, આપણે દાળ ખાધી, આપણે શાકભાજી ખાધી, આપણે દહીં ખાધું, લસ્સી પીધી, દૂધ, દહીં, છાસ, લસ્સી ફળ વગેરે, આ બધું આપણે ભોજન ના રૂપમાં ગ્રહણ કર્યું. આ બધું આપણને ઉર્જા આપે છે અને પેટ તે ઉર્જાને આગળ મોકલે છે. પેટમાં એક નાનું એવું સ્થાન હોય છે જેને આપણે હિન્દીમાં કહીએ છીએ “અમાશય” તે જ સ્થાનનું સંસ્કૃતમાં નામ છે “જઠર” તે જ સ્થાનને અંગ્રેજીમાં કહેવાય છે “Epigastrium”.

તે એક થેલી જેવું હોય છે અને આ જઠર આપણા શરીરમાં સૌથી મહત્વપૂર્ણ છે કારણકે બધું ખાવાનું સૌથી પહેલા આમાં જ આવે છે. આ ખુબ જ નાનું સ્થાન છે તેમાં વધુમાં વધુ ૩૫૦ gms ખાવાનું આવી શકે છે. આપણે કઈ પણ ખાઈએ તે બધું અમાશય માં આવી જાય છે.

અમાશયમાં અગ્નિ પ્રદીપ્ત હોય છે તેને જ કહેવાય છે “જઠરાગ્ની”. આ જઠરાગ્ની છે જે અમાશયમાં પ્રદીપ્ત થવાવાળી આગ છે. પેટમાં એવું જ થાય છે કે જેવું તમે ખાવાનું ખાશો તેવું જ જઠરાગ્ની પ્રદીપ્ત થઇ જશે. આ ઓટોમેટીક છે, જેવી તમે રોટલી નો પહેલો ટુકડો મોમાં નાખ્યો કે અહી જઠરાગ્ની પ્રદીપ્ત થઇ ગઈ. આ અગ્નિ ત્યાં સુધી સળગે છે જ્યાં સુધી ખાવાનું પચે છે હવે તમે ખાધા પછી તરત જ પાણી પી લીધુ અને ખુબ ઠંડું પાણી પી લીધું. અને કેટલાક લોકો તો બોટલ પર બોટલ પી જાય છે. હવે જે આગ ( જઠરાગ્ની) સળગી રહી હતી તે બુઝાઈ ગઈ.

આગ જો બુઝાઈ ગઈ તો ખાવાની પચવાની જે ક્રિયા છે તે રોકાઈ જશે. હવે હમેશા યાદ રાખો ખાવાનું જાય ત્યારે આપણા પેટમાં બે જ ક્રિયા થાય છે, એક ક્રિયા છે જેને આપણે કહીએ છીએ “digestion(ડાયજેશન)” અને બીજી છે “ fermentation” ફર્મેન્ટેસન નો અર્થ છે સડેલું અને ડાયજેસનનો અર્થ છે પચવું.

આયુર્વેદના હિસાબથી આગ સળગશે તો ખાવાનું પચશે, ખાવાનું પચશે તો તેનાથી રસ બનશે જો રસ બનશે તો તે જ રસથી માંસ, મજ્જા, રક્ત, વીર્ય, હાડકા, મળ, મૂત્ર અને અસ્થી બનશે અને સૌથી અંતમાં મેદ બનશે. આ ત્યારે જ થશે જયારે ખાવાનું પચશે. આ તો થઇ ખાવાની પચવાની વાત. ખાવાનું ન પચે ત્યારે બને છે યુરિક એસિડ, કોલેસ્ટ્રોલ અને આ જ તમારા શરીરને રોગોનું ઘર બનાવે છે.

પેટમાં બનતું આ ઝેર જયારે વધારે વધીને લોહીમાં આવે છે તો લોહી હ્રદયની નસોમાંથી નીકળી નથી શકતું અને રોજ થોડો થોડો કચરો જે લોહીમાં આવ્યો છે તે એકઠો થતો રહે છે અને એક દિવસ નસને બ્લોક કરી દે છે જેને તમે હાર્ટ એટેક કહો છો.

તો આપણે જીવનમાં ધ્યાન એ વાત પર આપવાનું છે કે જે આપણે ખાઈ રહ્યા છીએ તે શરીરમાં સરખી રીતે પચવું જોઈએ અને ખાવાનું સરખી રીતે પચવું જોઈએ તેના માટે પેટમાં સરખી રીતે આગ (જઠરાગ્ની) પ્રદીપ્ત થવી જોઈએ. કારણ કે આગ વગર ખાવાનું પચતું નથી અને ખાવાનું બનતું પણ નથી.

જેની પાચનક્રિયા મંદ છે તેને ખાસ નીચે નો વિડીયો સાંભળવો એમાં રીત બતાવી છે જેનાથી ગમે તેટલી મંદ પાચનશક્તિ ને પુનર્જીવિત કરી શકે છે ખાસ સાંભળો સામાન્ય ઘરેલું ઉપચાર થી પાચનશક્તિ તેજ કરો.

ક્લિક કરી જાણો ભોજન પછી શું કામ પાણી નાં પીવાય >> પાણી પીવા ની રીત શીખો ને જાણો ક્યારે પીવું ને ક્યારે નાં પીવું, કેવી રીતે પીવું A ટુ Z

વિડીયો