પહેલા વજન ઘટાડવાનું કહેતા હતા લોકો, સક્સેસફૂલ પ્લસ સાઈઝ મોટી મોડલ બનીને બંધ કરી દીધી બધાની બોલતી બંધ

ધ્યેય તેને પ્રાપ્ત થાય છે જેમના સપનામાં તાકાત હોય છે, માત્ર પાંખો હોવાથી કાંઈ થતું નથી હિંમતથી ઉડવું પડે છે. આ કહેવત તો તમે સૌ એ સાંભળી હશે. પરંતુ આ કહેવત ઉપર અમલ કરવા વાળા થોડા જ લોકો હોય છે. મોડલનું નામ સાંભળતા જ તમારા મગજમાં એક સુંદર અને લાંબી પાતળી છોકરીનું દ્રશ્ય ઉભું થાય છે. પરંતુ શું ક્યારેય તમે મોડલનું નામ સાંભળતા જ એક વજનદાર છોકરીનું દ્રશ્ય તમારા મગજમાં ઉભું કરી શકો છો?

કદાચના, કેમ કે લોકો વિચારી જ નથી શકતા કે કોઈ વજનદાર છોકરી પણ મોડલ બની શકે છે. પરંતુ આજે આ મોર્ડન યુગમાં ઘણી છોકરીઓ એવી છે, જે લોકોના આ વિચારને ખોટા સાબિત કરી રહી છે, અને પોતાનું જીવન ખુલીને જીવી રહી છે. આજે અમે તમારા માટે ભારતની એક એવી જ પ્લસ સાઈઝની મોડલની વાર્તા લઈને આવ્યા છીએ, જેના વિષે જાણીને ખરેખર તમે દંગ રહી જશો. અને અમને વિશ્વાસ છે કે આજ પછી તે લાખો છોકરીઓની રોલ મોડલ બની જશે.

આ વાત ગુરુગ્રામની રહેવાસી જીજ્ઞાસા યદુવંશીની છે. શરુઆતના દિવસોમાં જીજ્ઞાસાએ મેરઠમાં રહીને પોતાનો અભ્યાસ પૂરો કર્યો. તેણે ગ્રેજયુએશન ત્યાં રહીને પૂરું કર્યુ. ત્યાર પછી તેણે ટુરીઝમ માર્કેટિંગ મેનેજમેન્ટમાં એમબીએની ડીગ્રી લીધી. અભ્યાસ પૂરો થયા પછી તે એક કોર્પોરેટ કંપનીમાં જોબ કરવા લાગી. જીજ્ઞાસાને માર્કેટિંગનો ઘણો શોખ હતો એટલા માટે પણ તેણે નવરાશનો સમય મળતો ત્યારે થીએટર કરતી હતી.

થીએટર કરતા દરમિયાન તેનો શોખ અભિનયમાં વધવા લાગ્યો, અને ત્યાંથી તેણે નક્કી કરી લીધું કે તેને આ ક્ષેત્રમાં કાંઈક કરીને દેખાડવું છે. તેને ખબર પડી ગઈ હતી કે તે જોબ માટે નથી બની, અને તેનું સાચું ધ્યેય તો કાંઈક બીજું જ છે. ત્યાર પછી જીજ્ઞાસાએ પોતાના સપના પુરા કર્યા અને આજે તે ભારતની એક જાણીતી પ્લસ સાઈઝ મોડલ બની ગઈ છે.

સરળ ન હતી સફર :

પરંતુ જમીનથી આકાશ સુધીની આ સફર તેના માટે સરળ ન હતી. આરોગ્યની સમસ્યાને કારણે તેનું વજન ઘણું વધી ગયું હતું. ઘણા લોકોએ તેને વજન ઘટાડવાની પણ સલાહ આપી, પરંતુ તે બધી વાતોની અસર તેણે પોતાની ઉપર ન પડવા દીધી. તેણે સાંભળ્યું બધાનું પરંતુ કર્યુ પોતાના મનનું. તેણે લોકોની વાતનું ખોટું લગાડવાને બદલે કાંઈક કરી બતાવવાનું નક્કી કર્યુ.

જીજ્ઞાસાના જણાવ્યા મુજબ જે લોકો પોતાના વિષે એક નિર્ણય કરી લે છે, તો બીજા લોકો પણ તેને તે દ્રષ્ટિથી જ જોવા લાગે છે. જો તમે તમારી સાથે પ્રેમ નથી કરતા તો બીજા પાસેથી આશા રાખવી મુર્ખામી છે. તે વિચાર સાથે જીજ્ઞાસા આગળ વધી અને તેણે પ્લસ સાઈઝ મોડલનો ટ્રેન્ડ આગળ વધાર્યો. પહેલા જે લોકો તેને વજન ઓછું કરવાની સલાહ આપતા હતા આજે તે લોકો હવે તેના કામના વખાણ કરે છે.

આ પ્રોડક્ટ ઉપર કર્યુ કામ :

અત્યાર સુધી તે ૨૫ થીએટર પ્લે અને ૭ બોલીવુડ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. તેમણે ‘બેવજહ’, ‘આખિર કબ તક’, ‘ભાગ્યવિધાતા’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. તે ઉપરાંત તે શોર્ટ મુવીઝ, વેબ સીરીઝ, પ્રિન્ટશૂટસ અને ટીવીસી એડમાં પણ જોવા મળી ચુકી છે. એટલું જ નહિ, તેણે મિસ નોર્થ ઇન્ડિયા પ્લસ સાઈઝ હરીફાઈમાં ‘Miss Most Energetic’ કંટેસ્ટંટનો એવોર્ડ જીત્યો અને ટોપ ૨૦ માં પોતાનું સ્થાન બનાવ્યું. આજે જીજ્ઞાસા પાસે દુનિયાભરની મોડલિંગની ઓફર આવે છે, અને તે એ છોકરીઓ માટે રોલ મોડલ બની ગઈ છે જે પોતાના વજનને લઈને કોનશન રહે છે. Instagram ID- jigyasa_yaduwanshi