ઉઘાડા પગે ફરવાથી થાય છે આવા સ્વાસ્થ્ય લાભ, જાણો ભારતીય રહેણીકરણીની આરોગ્ય પર થતી અસર.

ભાઈ ચપ્પલ બહાર કાઢીને અંદર ઘરમાં આવજે

જો કોઈને એવું કહેવામાં આવે તો? તો શું બધા કહેશે કે સાલા ઘરડા ૧૯મી સદીની વાત કરી રહ્યો છે. ઉઘાડા પગે કહી રહ્યો છે. ઠંડી લાગી ગઈ તો, બીમાર પડશે. કેવા unhygienic old fashioned મકાન માલિક છે આ. વગેરે વગેરે.

પરંતુ જયારે હું ૧૯૭૫-૧૯૭૬ની વાત યાદ કરું છું, તો સ્થિતિ કાંઈક અલગ હતી. હું સાત આઠ વર્ષનો માસુમ એવો નાજુક એવો બાળક હતો અને મારો સ્કુલમાં પ્રવેશ થઇ ગયો હતો. સ્કુલમાં તાડપત્રી ઉપર જમીન ઉપર બેસાડવામાં આવતા હતા અને ઠંડી હોય કે ગરમીમાં ઉઘાડા પગે જ સ્કુલે મોકલવામાં આવતા હતા. શીયાળામાં એડીઓ ફાટવી સામાન્ય વાત હતી અને ઉનાળાની તો વાત જ ન કરશો. રજાના સમયે જમીન એટલી ગરમ થતી હતી કે જયારે પગ બળવા લાગે તો ભાગીને ક્યાંક છાણ કે ઘાંસ ઉપર પગ રાખવા પડતા હતા. ક્યારેક ઉપયોગમાં લેવામાં આવતા હતા નવા મોજા, ચપ્પલ વગેરે મળતા હતા. લગભગ બધા સાથે આવું બનતું હતું.

હવે બીજી બાબત ઉપર આવીએ છીએ. મારા ઘરની આર્થિક સ્થિતિ. દાદા ગીરદાવર, પપ્પા પણ સરકારી નોકરીમાં અને ઘરની જવાબદારી પણ નિભાવતા હતા. જે કાકા લોકો સંભાળતા હતા. કહેવાનો અર્થ ગરીબી તો જરાપણ ન હતી. દાદી ૫૨(બાવન) ગજનો ઘાઘરો પહેરતા હતા અને ભરતકામ વગેરે પણ ઘણું હતું. દાદા સાત ગજની પાઘડી બાંધતા હતા અને અનાજની કોઠી હંમેશા ભરેલી રહેતી હતી.

તો શું તે મારી સાથે પ્રેમ નહોતા કરતા કે મારી ઉપર અત્યાચાર કરવો તેમને મજા આવતી હતી. બે કિલો દાણા આપીને તે મારા માટે ચપ્પલ પણ બનાવરાવી શકતા હતા કેમ કે અમારા માટે પણ તો તે ચપ્પલ તે ગામની બહાર ચમાર પાસે બનાવરાવતા હતા ને. ચપ્પલ લેવા લંડન તો જવાનું ન હતું, જણાવો?

આ રહસ્યનો ઉત્તર હવે જઈને મળ્યો છે. ઉત્તર જ નહિ તે ઉઘાડા પગે ધરતી ઉપર ફરવાના લાભ જાણી અમેરિકા વાળા તેને most innovative finding of health science of ૨૦૧૬ ગણાવી રહ્યા છે.

શું શું થાય છે ઉઘાડા પગે ફરવાથી?

તમે હંમેશા સ્વસ્થ અને ઉર્જાવાન રહો છો. સ્ફૂર્તિદાયક અને લાંબા સમય સુધી યુવાન રહો છો. ધરતીનું ઇલ્કટ્રોન તમારા શરીરમાં ઉત્પન્ન થતા free radicals ને દુર કરી દે છે. તમને કોઈ બીમારી થઇ જ નથી શકતી. તમારા લોહીને પાતળું, તંત્રિકા તંત્રને મજબુત અને હાર્મોન્સને સક્રિય કરી દે છે. કેન્સર અને હાર્ટ એટકે વગેરે નહિ થાય. ઊંઘ સારી આવશે. વૃદ્ધો આપણેને નાનપણમાં જ disease proof બનાવી દેતા હતા. થોડા ફોટા નાખી રહ્યો છું જોઈ લો.

અને ઘરમાં દાખલ થાવ તો ચપ્પલ બહાર, આ નિયમ બનાવી લો અને સૌથી જરૂરી વાત સ્નાન કરતી વખતે ભીની જમીન સાથે ભીના શરીરમાં આ ઇલ્કક્ટ્રોન સૌથી ઝડપથી પ્રવેશ કરે છે. એટલે સ્નાન કરતી વખતે ક્યારે પણ ચપ્પલ ન પહેરવા જોઈએ.

ધ્યાનથી વાચવા માટે આભાર.

ગાયના છાણ માંથી જમીન લીપેલી હશે, તો સોનામાં સુગંધ ગણાશે.

ગાયના છાણ માંથી વૈદિક પ્લાસ્ટર બનાવતા તમારા મિત્ર

ડૉ. શિવ દર્શન મલિક

વૈદિક ભવન રોહતક (હરિયાણા)

ફોન ૯૮૧૨૦૫૪૯૮૨

www.vedicplaster. com