અચાનક તમારું પણ બાળક કચરો વાળવા માંડે છે, તો ભવિષ્યનો આપી રહ્યો છે તે આ સંકેત

એવું કહેવામાં આવે છે કે જાનવર જ્યાં રહે છે, એ જગ્યાને તે ત્યાં રહેવા પહેલા સાફ કરી દે છે. તો આપણે મનુષ્ય એવું કેમ ન કરી શકીએ. સાફ-સફાઈનું ફક્ત સ્વાસ્થ્યની દૃષ્ટિએ જ નહિ પણ ધાર્મિક દૃષ્ટિએ પણ ઘણું મહત્વ છે. એવું માનવામાં આવે છે કે સ્વચ્છ જગ્યા પર દેવતાઓનો વાસ હોય છે. એવું કહેવામાં આવે છે કે જ્યાં સફાઈ હોય છે, ત્યાં ધનની દેવી લક્ષ્મીનો નિવાસ હોય છે. માટે સાવરણીનો પણ સીધો સંબંધ લક્ષ્મી માતા સાથે માનવામાં આવ્યો છે. સફાઈ માટે સાવરણીનો દરેક જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે.

સાવરણીનો ઉપયોગ સફાઈ માટે આજથી નહિ પણ સદીઓથી કરવામાં આવી રહ્યો છે. માટે કચરો વાળવાથી લઈને સાવરણી મુકવા સુધી દરેક માટે ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે જે પણ વ્યક્તિ આ નિયમોનું પાલન કરે છે, તે ઘણા સુખી રહે છે. તમે ઘણીવાર જોયું હશે કે ઘરમાં જો કોઈ બાળક છે, તો તે અચાનક સાવરણી ઊંચકીને કચરો વાળવાનું શરૂ કરી દે છે. એને તમે સાધારણ વાત ન સમજો, આ એક પ્રકારનો સંકેત હોય છે. જેના વિષે આજે અમે તમને જણાવીશું.

સાવરણીને ઉભી મુકવાથી વધે છે ઘરના દુશ્મન :

ભારતીય સમાજમાં સાવરણી વિષે ઘણા પ્રકારની માન્યતાઓ છે, જેના વિષે આપણે બધાએ પહેલા જ સાંભળ્યું છે. જુની સાવરણી નવા ઘરમાં લઈ જવી નહિ, સવારે જ કચરો વાળવો, સૂર્યાસ્ત પછી કચરો વાળવો નહિ. આ બધી એવી માન્યતા છે જે ઘરની દરિદ્રત્તા દૂર કરવામાં મદદ કરે છે. સાવરણી રાખવા વિષે પણ ઘણા પ્રકારની માન્યતા છે. સાવરણી ઘરમાં ઉભી રાખવાથી ઘરના દુશ્મનોમાં વધારો થાય છે. એ પણ કહેવામાં આવે છે કે સાવરણીને હંમેશા સંતાડીને રાખવી જોઈએ, જેથી એના પર કોઈની નજર પડી ન શકે.

બાળકોના સાવરણી ઊંચકવાથી થાય છે દરેક પ્રકારના ધન લાભ :

આ બધા સિવાય એક માન્યતા એવી પણ છે, કે જો ઘરનું બાળક અચાનક સાવરણી લઈને ઘરમાં કચરો વાળવા લાગે, તો એ ઘણું શુભ હોય છે. સામાન્ય રીતે આ નજારો લગભગ દરેક ઘરમાં જોવા મળી શકે છે, કે બાળક ખૂણામાં પડેલી સાવરણી ઉઠાવે છે અને ઘરમાં આમ-તેમ ફરવાનું શરુ કરી દે છે. શાસ્ત્રો અનુસાર તે મહેમાનના આવવાનો સંકેત હોય છે. એ પણ માનવામાં આવે છે કે તમારા ઘરે આવનાર એ મહેમાન તમને કોઈને કોઈ રીતે આર્થિક લાભ કરાવવા વાળા હોય છે.

જ્યાં દેખાય મરેલી ગરોળી ત્યાં ભૂલથી પણ ન રહેવું :

જો સાધારણ શબ્દોમાં કહેવામાં આવે તો બાળકોની આ આદત તમને ભવિષ્યમાં અમીર બનાવી શકે છે. સાથે જ બાળકો બાળપણથી જ સફાઈ પ્રત્યે જાગૃત પણ બનશે. બાળકોની આ આદતને કારણે લક્ષ્મી માતાની કૃપા તમારા પર બની રહે છે. એની સાથે જ બીજી પણ થોડી માન્યતાઓ છે જે તમારા જીવન સાથે જોડાયેલી છે. એવું કહેવામાં આવે છે કે તમે કોઈ ઘરમાં રહેવા માટે જઈ રહ્યા છો, અને તમને ત્યાં મરેલી ગરોળી જોવા મળે તો તમારે ત્યાં રહેવાનો વિચાર ત્યાગી દેવો જોઈએ.

અથવા જો રહેવું જ છે તો પૂજા કર્યા વગર રહેવું નહિ. સાથે જ એ પણ માનવામાં આવે છે કે સાવરણી લક્ષ્મી માતાનું પ્રતીક હોય છે, માટે એનું અપમાન કયારેય ન કરો. એની ઉપર ક્યારેય પણ ચપ્પલ ન મુકો અને ભૂલથી પણ એને ઓળંગીને જવું નહિ.