સુદેશ લહરી એકસમયે વેંચતા હતા મગફળી અને ચા, પણ આજે કરે છે કોમેડીની દુનિયા પર રાજ

પોતાના જીવન જરૂરિતાની વસ્તુઓ માટે સુદેશ લહરી કરતા આવું કામ કે સ્કૂલ પણ જઈ શક્યા નહિ. બોલીવુડમાં ઘણા કલાકારો આવ્યા અને તેમાંથી ઘણા પ્રસિદ્ધ થયા અને ઘણા ન ચાલ્યા તેથી તેમાંથી દુર થઇ ગયા. કોમેડિયન સુદેશ લહેરી હવે 52 વર્ષના થઇ ગયા છે. સુદેશ લહેરી પંજાબ રાજ્યના છે અને તેમનો જન્મ જાલંધરમાં 27 ઓક્ટોબર 1964 ના રોજ થયો હતો. સુદેશ લહેરી એક સામાન્ય કુટુંબમાંથી આવતા હતા, અને કોમેડિયન બનતા પહેલા તેમણે ઘણી જગ્યાઓ ઉપર કામ કર્યું હતું.

કહેવામાં આવે છે કે, કોમેડિયન સુદેશ લહેરી ચા પણ વેચતા હતા. તેમણે નાનપણમાં ચાની દુકાનમાં કામ કર્યું હતું. જેથી તે પોતાની જરૂરિયાતની વસ્તુ ખરીદી શકે. નાનપણથી જ તેમણે પૈસા કમાવાનું શરુ કરી દીધું હતું અને તે ક્યારે પણ સ્કુલ ગયા ન હતા.

આટલા સફળ થયા પછી પણ તે પોતાના નાનપણના દિવસોને ભૂલ્યા નથી. એક વખત તેમણે પોતાના નાનપણના દિવસોને યાદ કરતા જણાવ્યું હતું કે, અમૃતસરમાં થતી રામલીલા અને લગ્ન દરમિયાન તે ગીત ગાતા હતા. જયારે લોકો તાળીઓ વગાડતા હતા તો તે ઘણા પ્રોત્સાહિત થતા હતા. ત્યાર પછી તેમણે આકાશવાણી અને દુરદર્શનના કાર્યક્રમ પટારીમાં પણ કામ કર્યું હતું.

સુદેશ લહેરીના ટેલેન્ટે આજે તેમને એક નવું શિખર આપ્યું છે, અને તે ભારતના ફેમસ કોમેડિયનમાં ગણાવા લાગ્યા છે. સુદેશ લહેરીની કોમેડિયન બનવાની સફર ધ ગ્રેટ ઈંડીયન લાફ્ટર ચેલેન્જથી શરૂ થઇ હતી. તેમને ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં ભાગ લીધો હતો, અને લોકોએ તેમની કોમેડીને ઘણી પસંદ કરી.

ધ ગ્રેટ ઈંડીયન લાફ્ટર ચેલેન્જ પછી તેમને ઘણા બધા શો ઓફર થવા લાગ્યા, અને અહિયાંથી જ તેમનું ભાગ્ય બદલાઈ ગયું. સુદેશ લહેરીએ ધ ગ્રેટ ઈંડીયન લાફ્ટર ચેલેન્જ પછી કોમેડી સર્કસ, અને કોમેડી કલાસેસ શો માં ભાગ લીધો. તે ઉપરાંત તેમણે ઘણી બધી ફિલ્મોમાં કામ પણ કર્યું.

સુદેશ લહેરીએ પંજાબી ફિલ્મોની સાથે સાથે ઘણી બધી હિન્દી ફિલ્મો પણ કરી છે. તે રેડી, જય હો, ટોટલ ધમાલ, મુન્ના માઈકલ, હશર, ગ્રેટ ગ્રેંડ મસ્તી જેવી ફિલ્મોમાં જોવા મળી ચુક્યા છે. આજે મુંબઈમાં તેમનું પોતાનું ઘર છે અને તે તે ઘણા જાણીતા લોકો વચ્ચે પોતાની ઓળખ બનાવી ચુક્યા છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.