હાલના સમયમાં સૌથી ગંભીર રોગો માંથી એક છે મધુપ્રમેહ. મધુપ્રમેહ એટલે કે ડાયાબીટીસ ના રોગીઓને સ્વાભવિક રીતે મીઠુ ખાવાનું મન થયા કરે છે. પરંતુ ભોજન અને પીણાઓમાં સ્વાદ માટે ખાંડનો વિકલ્પ શોધતા હોય છે. એટલા માટે શુગરફ્રી ગોળી બનાવવામાં આવી છે.
આજકાલ વિજ્ઞાને એવા ઘણા મીઠાશવાળા પદાર્થો શોધ્યા છે, જે સ્વાદમાં ગળ્યા હોય છે પરંતુ તેમાં કેલેરી નથી હોતી. એટલે કે તે ગળ્યા હોવા છતાં પણ મધુપ્રમેહના રોગીઓમાં ખાંડનું પ્રમાણ વધારતી નથી. તેને આર્ટિફિશિયલ સ્વીટનર્સ કહે છે.
જો ડાયાબિટીઝના દર્દી છો અને તમારી તંદુરસ્તી જાળવી રાખવા માટે તમે ખાંડની જગ્યાએ શુગરફ્રી ગોળીઓનો ઉપયોગ કરો છો તો સાવધાન થઇ જાઓ. આ ગોળીઓ તમારી તંદુરસ્તી સારી બનાવવાને બદલે બગાડી રહી છે.
કદાચ તમે પણ જાણતા હશો કે ખાવામાં મીઠાશ જાળવી રાખવા માટે ઉપયોગ કરવાના છીએ આર્ટિફિશિયલ સ્વીટનર્સ તમને મધુપ્રમેહ,બ્લડપ્રેશર અને હૃદય સંબંધી રોગો લાવી શકે છે.
કેનેડાની મેનિટોબા યુનિવર્સીટી માં થયેલ હાલમાં એક શોધમાં તે વાતનો ખુલાસો કરવામાં આવેલ છે કે આર્ટિફિશિયલ સ્વીટનર્સ ના ઉપયોગથી લોકોના પાચનતંત્ર ઉપર ખરાબ અસર પડે છે. તેનો ઉપયોગ કરવાથી વ્યક્તિને ભૂખ લાગે છે,શોધ કરનારના જણાવ્યા મુજબ તે લોકોને લાગે છે કે જો તમે ઓ ખાંડની જગ્યાએ આર્ટિફિશિયલ સ્વીટનર્સ નો ઉપયોગ કરશો તો તે તંદુરસ્ત રહેશે.
સામાન્ય રીતે તેઓ જાણતા નથી કે આનો ઉપયોગ તેમને મોટાપો અને હૃદય સંબંધી રોગો લાવી શકે છે. શરીરને ચલાવવા માટે ‘શક્તિ’ની જરૂર હોય છે જેને ‘કૈંલરી’ (Calories) કહેવામાં આવે છે આપણું શરીર પાચનક્રિયા પછી ખોરાકમાંથી, કૈંલરી કાંઢે છે. આ કૈંલરી આપણા શરીરમાં જ પુરી થઇ જાય છે,અથવા તે ફેટ કે ચરબીના રૂપમાં જામી જાય છે.
સુગર ફ્રી ગોળીયો થી ૧૦૦ થી વધુ સાઈડ ઈફેક્ટ થાય છે તમે પણ નીચે ડોક્ટર દ્વારા જણાવેલ ઈન્ટરવ્યું માં સાંભળી શકો છો સાથે આ આંતરિક ક્રિયા તમને મોટાપા અને તેને લગતા રોગો આપે છે.
આર્ટિફિશિયલ સ્વીટનર્સ માં એસ્પર્ટેમ,સુક્રલોજ અને સ્ટેવિયા જેવા તત્વ ભળે છે.જેના લીધે વ્યક્તિને હૃદયની બીમારી,હાઈબ્લડ પ્રેશર અને શુગર જેવી બીમારીઓથી પીડાઈ શકે છો.
વિડીયો – ૧
વિડીયો – ૨
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.