સુહ્રદય ભાવનું ઉદાહરણ : મસ્જિદમાં જ બનાવ્યો ભગવાન શિવનો ભંડારો.

મેરઠમાં મિશ્ર વસ્તી વાળા કોતવાલી વિસ્તારમાં સોમવારે આંતરિક ભાઈચારાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું. ભગવાન શિવના ભંડારો બનાવવા માટે શહેરમાં જામા મસ્જીદનો દરવાજો ખોલી દેવામાં આવ્યો. કૃષ્ણપાડાના ચાહશોર ખારીકુવા પાસે આવેલા પ્રાચીન સોનાથ શિવમંદિરના સ્થાપના દિવસ ઉપર જામા મસ્જીદ ઉપર કંદોઈ બેઠા અને ભગવાનનો પ્રસાદ બનાવવા કડાઈ ગોઠવી દીધી. પૂરી શાક અને હલવાનો પ્રસાદ બન્યો અને ભગવાનને ભોગ ચડાવીને તેને વહેચવામાં આવ્યો.

આ વિસ્તારમાં સોમવારે પ્રસાદની ધારાઓ વહેવા લાગી. જામા મસ્જીદમાં પ્રસાદ બન્યો અને મંદીરમાં ભોગ ચડાવીને ભંડારાનો પ્રસાદ દરેકને વહેચવામાં આવ્યો. મુસ્લિમ કુટુંબોએ સમારંભમાં પૂરો સહકાર આપ્યો અને પ્રસાદ બનાવવાથી લઈને વહેચણી સુધી સાચા મનથી જોડાયા. મસ્જીદના દરવાજા સવારે જ ખોલી દેવામાં આવ્યા હતા. ત્યાર પછી મસ્જિદના વિશાળ મેદાનમાં ભક્તો આવવાથી થોડે દુર કડાઈ ચડાવવામાં આવી. નમાજીઓનું પાણી પ્રસાદમાં કામ લાગ્યું.

સ્થાનિક રહેવાસી બોબી રસ્તોગીએ જણાવ્યું કે જામા મસ્જીદમાં જયારે કંદોઈ બેઠા તો પૂરી માટે લોટ બાંધવા અને શાકભાજી ધોવા અને બનાવવા માટે પાણીની જરૂર પડી ત્યારે નમાજીઓ માટે શરણામત લેવા લગાવવામાં આવેલા નળમાં પાઈપ લગાવીને પાણી લેવામાં આવ્યું. નમાજીઓ માટે શરણામત માટે બનેલી ટોટીઓથી મયુર જગ ભરીને તેમાં બરફ ભેળવીને શ્રદ્ધાળુઓને પાણી પીવરાવવામાં આવ્યું.

અહિયાં ફેલાય છે પ્રસાદની સુગંધ :-

આ વિસ્તારના લોકો જણાવે છે કે અહિયાં આવેલા સોનાથ સહજીવ મંદિર દોઢ સો વર્ષથી પણ વધુ જુનું છે. દસ વર્ષ પહેલા ૨૦મે ના રોજ મંદિરનો જીર્ણોદ્ધાર કરી ભગવાન ગણેશ, ભગવાન શિવ, માં અન્નપૂર્ણા, રાધા-કૃષ્ણ, બજરંગબલીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી. તેના અનુસંધાને વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો. તેમાં ભગવાનને ભોગ ચડાવ્યા પછી પ્રસાદનું વિતરણ થયું. લલિત રસ્તોગી, બાબા ગોસ્વામી, બોબી રસ્તોગી વગેરેનો સહયોગ રહ્યો.

શહેરકાજીએ આપ્યો હતો સહકારનો વિશ્વાસ :-

આ વિસ્તારના લોકોએ જણાવ્યું કે શહેરકાજી પ્રો. જૈનૂસ સાજીદ્દીન સાથે તેમણે ચર્ચા કરી હતી, જેમાં તેમણે સહકારનો વિશ્વાસ આપ્યો હતો. રવિવારે જામા મસ્જીદના વ્યવસ્થાપક ઇકરામ ભાઈને લોકો મળ્યા અને સોમવારે સવારથી મસ્જીદના દરવાજા ખોલી આપ્યા અને ભગવાનનો પ્રસાદ બનાવવામાં આવ્યો.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.