સુકા નાળીયેળ (કોપરા) ના 8 ફાયદા તમને ચોંકાવી નાખશે, તે હ્રદય, કોલેસ્ટ્રોલ અને હાડકાને શક્તિશાળી બનાવે છે

આજે તમામ આયુર્વેદિક ના માધ્યમથી અમે તમને સુકા નાળીયેર થી થનાર 8 ફાયદા વિષે જણાવીશું.

નારિયેળનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ છે. કોઈપણ પૂજા હોય કે કાર્યક્રમ નારીયેરની હાજરી અનિવાર્ય માનવામાં આવે છે. નહી તો પૂજા અધુરી માનવામાં આવે છે. ધાર્મિક મહત્વ ઉપરાંત નારિયેળને આપણે કોઈ ને કોઈ પ્રકારે ખાવામાં ઉપયોગ પણ કરીએ છીએ. કે પછી તે કાચા નારીયેલનું પાણી હોય કે પાકું નારીયેર. સુકું નારિયેળ જેનો ઉપયોગ પકવાનમાં કરવામાં આવે છે પણ શું તમને સુકા નારિયેળના ફાયદાઓ વિષે ખબર છે? આજે અમે તમને જણાવીશું સુકા નારિયેળના ફાયદાઓ વિષે.

નારિયેળને શ્રીફળ પણ કહેવામાં આવે છે. તેનું ધાર્મિક મહત્વ સાથે જ ઔષધીય ગુણોને લીધે કહેવામાં આવે છે. નારિયેળમાં વિટામીન, પોટેશિયમ, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામીન અને ખનીજ તત્વ પ્રચુર માત્રામાં મળે છે.

નારીયેલ ઘણી બીમારીઓમાં કામ આવે છે. નારીયેલમાં વસા અને કોલેસ્ટ્રોલ નથી હોતું. માટે જ નારીયેલ મોટાપાને પણ છુટકારો અપાવવામાં મદદ કરે છે.

સુકા નારીયેલ ના 8 અદભુત ફાયદા :

(1) મજબુત બને છે હાડકા : ટીસ્યુજમાં ભરપુર મિનરલ્સ નું હોવું જરૂરી હોય છે કેમ કે તેની ખામી આપણા શરીરના ભાગોને નુકશાન પહોચાડે છે જેના લીધે આર્થરાઇટીસ, ઓસ્ટ્રિયોપોરોસીસ જેવી બીમારીઓ થઇ શકે છે. તેવામાં સુકું નારીયેલ ખાવાથી ત્વચા, લીગામેન્ટસ, ટેન્ડસ અને હાડકા ના ટિશ્યુઝ માં મજબૂતી આવે છે અને ટીશ્યુજ ને મિનરલ્સ પણ મળી જાય છે.

(2) ખાંસી, ફેફસાના રોગો અને ટીબી, : તમે સુકા નારિયેળને ઘસીને છીણ બનાવી લો. પછી એક કપ પાણીમાં ચોથા ભાગનું છીણ પલાળી દો. બે કલાક પછી તેને ગાળીને નારિયેળનું છીણ કાઢીને વાટી લો. તેને ચટણી જેવું બનાવીને પલાળેલા પાણીમાં ઘોળીને પી જાવ. તે રીતે તેને રોજ ત્રણ વાર પીવાથી ખાંસી, ફેફસાના રોગો અને ટીબીમાં લાભ મળે છે.

(3) કેન્સર : જો તમારા કુટુંબમાં પહેલા કોઈને કેન્સર થયું હોય તો તમારે હંમેશા સતર્કતા રાખવી જોઈએ, ખાસ કરીને મહિલાઓએ, જેમને ત્યાં બ્રેસ્ટ કેન્સરનો પ્રશ્ન સામે હોય. આમ તો કોકોનેટ પ્રોસ્ટેટ કેન્સર અને બ્રેસ્ટ કેન્સરને ઓછો કરવામાં મદદ કરે છે. માટે તમે તેને તમારા ખોરાકમાં જરૂર સામેલ કરો.

(4) મસ્તિક સ્વસ્થ રહે છે : સુકું નારીયેલ ખાવાથી બ્રેન ફંક્સનમાં સુધારો થાય છે અને ઈલેક્ટ્રીકલ સિગ્નલ પણ સારી રીતે કામ કરે છે. બ્રેનમાં ન્યુરોન્સ હોય છે અને તેની ઉપર એક કવર હોય છે જેની ઉપર કોઈ પણ ક્ષતિ ગંભીર ન્યુરોલોજીકલ સમસ્યા ઉભી કરી શકે છે. નારિયેળમાં રહેલા તત્વ આ ભાગની રક્ષા કરે છે.

(5) હ્રદય માટે : સુકા નારીયેલમાં ફાઈબર હોય છે જે પણ હ્રદયને હેલ્દી બનાવી રાખે છે. જે કે તમે જાણો છો પુરુષના શરીરને 38 ગ્રામ ડાયટરી ફાઈબર અને મહિલાના શરીરમાં 25 ગ્રામ ડાયટરી ફાઈબર જરૂરી હોય છે. સુકા કોકોનેટથી શરીરની જરૂરિયાત પૂરી થઇ જાય છે.

(6) કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડે : સુકા નારિયેળમાં તંદુરસ્ત ફેટ હોય છે જે બ્લડ કોલેસ્ટ્રોલ લેવલ પણ ઓછું કરે છે જેનાથી આર્ટરીજમાં બ્લોકેજની શક્યતા ઓછી થઇ જાય છે અને હ્રદય પણ સારી રીતે કામ કરે છે અને હ્રદયનો હુમલનો ભય નથી રહેતો.

(7) ગઠીયા ઠીક કરવામાં : સુકા નારિયેળના સેવનથી ગઠીયા ઠીક થઇ જાય છે અને દુખાવામાં રાહત મળે છે. કેમ કે તેમાં ઘણા મિનરલ્સ હોય છે તેવામાં તે ઉતકોને સ્વસ્થ રાખે છે અને શરીરની તંદુરસ્તી જાળવી રાખે છે.

(8) એનીમિયા : શરીરમાં લોહીની ઉણપ થવી જો કે ક્યારેક ક્યારેક જીવલેણ પણ સાબિત થાય છે. સુકું નારિયલ ખાવાથી એનીમિયા એટલે લોહીની ઉણપ ની બીમારીમાંથી પણ રાહત આપે છે. હમેશા મહિલાઓના લોહીમાં ઉણપ વધુ હોય છે અને તે નબળી બની જાય છે બીજું તો ઠીક શરીરમાં જીવાણુઓનો હુમલો પણ આરામથી થઇ શકે છે જેનાથી ગંભીર બીમારીઓ થઇ શકે છે. સુકા નારિયેળમાં આયરન વધુ પ્રમાણમાં મળી આવે છે અને તેના સેવનથી એનીમિયા ઉપર કાબુ મેળવવામાં સરળતા રહે છે.

તો તમે જોયું કેવી રીતે સુકું નારીયેલ તમારું સ્વસ્થ શરીર માટે કેટલું જરૂરી છે. સ્વાદ જ નહી પણ ગુણવત્તાથી ભરપુર છે આ સુકું નારિયેળ.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને ઈન્ટરનેટ દ્વારા આપવામાં આવેલ માહિતી ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા. વધુ જાણકારી માટે ડોક્ટરની સલાહ જરૂર લેવો)