દીકરી માટે પૈસા જમા કરાવતા પહેલા જાણી લો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં થયેલા 5 મોટા ફેરફારો.

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં થયા છે આ 5 મોટા ફેરફારો, દરેકે જાણવા છે જરૂરી.

નસીબદારના ઘરે દીકરીઓનો જન્મ થાય છે. દીકરીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને મોદી સરકાર દ્વારા તમામ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ શરૂ કરવામાં આવી હતી. આમાં રોકાણ કરવા પર ઇન્કમ ટેક્સની કલમ 80C અંતર્ગત રોકાણમાં છૂટ મળે છે. ચાલો જાણીએ આ યોજનામાં થયેલા 5 મોટા ફેરફારો વિશે.

નિયત સમય પહેલા ખાતું બંધ કરી શકાય છે : સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખોલવામાં આવેલ ખાતું પહેલા બે પરિસ્થિતિઓમાં બંધ કરી શકાતું હતું. એક તો જો પુત્રી મ-રુ-ત્યુ-પા-મે અને બીજી જો પુત્રીનું સરનામું બદલાય તો. પરંતુ નવા ફેરફાર બાદ ખાતાધારકની જીવલેણ બીમારીને પણ તેમાં સમાવેશ કરવામાં આવી છે. વાલીના મ-રુ ત્યુની સ્થિતિમાં પણ એકાઉન્ટ સમય પહેલા બંધ કરી શકાય છે.

હવે ‘ત્રીજી’ દીકરીનું ખાતું પણ ખોલી શકાશે : અગાઉ આ યોજનામાં 80C હેઠળ કરમુક્તિનો લાભ માત્ર બે દીકરીઓના ખાતા પર જ મળતો હતો. આ લાભ ત્રીજી પુત્રીને મળતો ન હતો. પણ નવા નિયમ હેઠળ, જો એક પુત્રી પછી બે જોડિયા પુત્રીનો જન્મ થાય છે, તો તે બંને માટે ખાતું ખોલવાની જોગવાઈ છે.

ડિફોલ્ટ એકાઉન્ટ પર વ્યાજ દર બદલાશે નહીં : ખાતામાં વાર્ષિક ઓછામાં ઓછા 250 રૂપિયા જમા કરાવવા જરૂરી છે. આ રકમ જમા ન કરાવવાના કિસ્સામાં ખાતાને ડિફોલ્ટ ગણવામાં આવે છે. પરંતુ નવા નિયમો હેઠળ, જો એકાઉન્ટ ફરીથી સક્રિય ન થાય, તો પાકતી મુદત સુધી ખાતામાં જમા રકમ પર પહેલાથી લાગુ થયેલ દરે વ્યાજ ચૂકવવાનું ચાલુ રહેશે. અગાઉ ડિફોલ્ટ એકાઉન્ટ્સ ઉપર પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ પર લાગુ પડતા દરે વ્યાજ મળતું હતું.

એકાઉન્ટ ઓપરેટ કરવાના નિયમો : પહેલા નિયમ હતો કે દીકરી 10 વર્ષ પછી જ એકાઉન્ટ ઓપરેટ કરી શકે છે. પરંતુ નવા નિયમો હેઠળ દીકરીને 18 વર્ષની ઉંમર પહેલા એકાઉન્ટ ઓપરેટ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ પહેલા ફક્ત માતાપિતા જ એકાઉન્ટનું સંચાલન કરવાનું ચાલુ રાખી શકશે.

આ જાણવું પણ જરૂરી છે : નવા નિયમો હેઠળ ખાતામાં ખોટા વ્યાજ જમા થવા પર તેને પલટવાની જોગવાઈ દૂર કરવામાં આવી છે. આ સિવાય ખાતાનું વાર્ષિક વ્યાજ દરેક નાણાકીય વર્ષના અંતે જમા કરવામાં આવશે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.