સુખ, શાંતિ અને સમૃદ્ધિ મેળવવા માંગો છો? તો હોળીના દિવસે અચૂક કરો આ 10 ઉપાયો.

હોળીના દિવસે આપેલ ઉપાયો કરવાથી તમારા ઘરના વાતાવરણમાં શાંતિ આવે છે અને ઘર પર આવનારી મુશ્કેલીઓ પણ દૂર થાય છે.

દેશભરમાં હોળીનો તહેવાર ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. હોળીના દિવસે દરેક વ્યક્તિ ખુબજ પ્રસન્નતાથી પસાર કરે છે. હિન્દુ ધર્મમાં આ તહેવારનું ખૂબ મહત્વ છે. હોળીના દિવસે તમે આનંદ માણી શકો છો અને તમેં ઈચ્છોતો ધનની પ્રાપ્તિ પણ કરી શકો છો. પ્રાચીનકાળથી હોળીના દિવસે ઉપાયો કરવામાં આવે છે. ઘણા વધુ પ્રમાણમાં લોકો આ ઉપાયો કરે છે. હોળીના ઉપાયો કરવાથી તમારા ઘરના વાતાવરણમાં શાંતિ આવે છે અને ઘર પર આવનારી મુશ્કેલીઓ પણ દૂર થાય છે. તો જાણીયે અમારા આ લેખમાં તમારા માટે શું ખાસ છે.

હોળીના દિવસે આનંદ માણવામાં જ તમે વ્યસ્ત રહો છો? તો થોડો સમય કાઢી આપેલ ઉપાયો કરી શકો છો. હોળીના દિવસે થનારા ઉપાયોથી ઘણીવાર નસીબના દ્વાર પણ ખુલી જાય છે. એટલું જ નહિ, હોળીના દિવસે ઉપાયો કરવાથી તમારી ઈચ્છા ઓ પણ પુરી થાય છે. હકીકતમાં હોળીનો દિવસ ખુબ જ શુભ ગણાય છે. આ દિવસે ભગવાન પાસે જે પણ માંગો તે મળી જાય છે. એટલે જ અમે તમને હોળીના દિવસે કરવાના ઉપાયો વિશે જણાવીએ છીએ. જેની મદદથી તમે તમારી મુશ્કેલીઓને દૂર ભગાવી શકો છો.

સરળ અને ઉપયોગી : હોળીના ઉપાયો

ખાસ જણાવવાનું કે હોલિકા દહન 9મી માર્ચે છે અને ધૂળેટી 10મી માર્ચે છે. તો આ પ્રમાણે છે હોળીના દિવસે થનારા ઉપાયો.

  1. હોળીના દિવસે કોઈ ગરીબને ભોજન કરવાથી તમારી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે.

2) તમારામાં ઘરની સુખ–શાંતિ માટે ઘરના દરેક સદસ્યએ હોલિકા દહનમાં ઘીમાં બોળેલી બે લવિંગ, એક પતાસું અને એક નાગરવેલનું પાન ચઢાવવુ અને એક સૂકું નારિયેળ પણ દહનની અગ્નિમાં હોમી દેવું.

3) હોલિકા દહનના બીજા દિવસે હોલિકાની થોડીક રાખ ઘરમાં લઈ આવવી અને તેમાં થોડીક રાઈ અને મીઠું મેળવીને ઘરમાં મુકી રાખવી. આમ કરવાથી તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની ખરાબ શક્તિઓનો વાસ નહિ થાય અને તમારા પરિવારને કોઈની નજર નહીં લાગે.

4) જો તમે બેરોજગાર છો? અને નોકરીની શોધમાં છો? તો હોળીની રાત્રે 12 વાગ્યા પહેલા ચાર રસ્તા વચ્ચે એક લીંબુને કાપી તેના ચાર ટુકડા કરો પછી તે ટુકડાઓને ચારે દિશામાં ફેંકી દો. ત્યાર બાદ પરત ઘર તરફ ચાલવા લાગો અને એક ખાસ વાત કે પાછળ ફરીને જોવું નહિ.

5) તમારે આર્થિક નુકશાનીથી બચવું હોય તો, હોળીના દિવસે ઘરના મુખ્ય દરવાજા પર ગુલાલ છાંટી, બેમુખી દિવો પ્રગટાવી આર્થિક નુકશાનની બચવાની વિનંતી કરવી. દીવો ઓળવાઈ જાય એટલે એને હોલિકાની અગ્નિમાં હોમી દેવું. આમ કરવાથી આર્થિક નુકસાનથી બચી શકાય છે.

હોળીના દિવસે કાળી હળદરના ઉપાય કરવાથી કિસ્મત બદલી શકાય છે. જાણવા ક્લિક કરો >>>>> હોલિકા દહનની રાતે કાળી હળદરથી કરો આ ઉપાયો, પૂરી થશે બધી ઇચ્છાઓ.

6) ઘર માંથી આર્થિક મુશ્કેલીઓને દૂર કરવા માટે હોળીની રાત્રે સરસવના તેલમાં ચારમુખી દીવો ઘરના મુખ્ય દરવાજા પર પ્રગટાવો અને તેની પૂજા કરવી.

7) વ્યાપાર કે નોકરીમાં ઉન્નતિ મેળવવા માટે, હોલિકા દહનની રાત્રે 21 ગોમતી ચક્ર લઈ તેને મહાદેવ પર ચઢાવી દેવા. તેનાથી ચોક્કસ પ્રગતિ થશે.

8) ગરીબી દૂર કરવા માટે 9 લીંબુઓની માળા બનાવી તેને ભૈરવ મહારાજ પર ચઢાવી દેવુ.

9) અડદની દળના દાળવડા બનાવવા અને જલેબી બનાવી 7 સફાઈ કર્મચારીઓને વહેંચી દેવા.

10) તંદુરસ્ત રહેવા માટે હોલિકા દહનની અગ્નિમાં પાપડ શેકીને ખાઈ જવો.

ચપટી હોળીની રાખને ઘરમાં લાવીને કરો આ નાનું એવું કામ, નકારાત્મક શક્તિઓ થશે દુર, પૈસાનો વરસાદ થશે જાણવા ક્લિક કરો. >>>>> ચપટી હોળીની રાખને ઘરમાં લાવીને કરો આ નાનું એવું કામ, નકારાત્મક શક્તિઓ થશે દુર, પૈસાનો વરસાદ થશે