ભૂખ્યા પેટે કિશમિશ(સુકી દ્રાક્ષ) નું પાણી પીઓ અને ઘણી બધી બીમારીઓથી રાહત મેળવો

કિશમિશ એક ખુબ જ સારી વસ્તુ છે જેમા ઔષધીય ગુણો ખુબજ વધુ પ્રમાણમાં હોય છે. સૂકો મેવો ગણવામાં આવતી સુકી દ્રાક્ષ એટલે કે કિશમિશ નો સ્વાદ અને ગુણો વિષે તો તમે જાણો જ છો,પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે, કિશમિશ ના પાણી વિષે કિશમિશનું પાણી તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી ચીજ છે.

કિશમિશ ખાવાથી સ્વાદ તો વધારે જ છે સાથે સાથે તમારી તંદુરસ્તીનું પણ ધ્યાન રાખે છે. તેને પાણીમાં નાખીને જો 20 મિનિટ સુધી ઉકાળવામાં આવે અને તે પાણી ને આખી રાત રાખી સવારે પીવાથી તેના ઘણા લાભો થાય છે.

કિશમિશ દ્રાક્ષને સૂકવીને બનાવવામાં આવે છે. તેમાં આયરન,પોટેશિયમ,કેલ્શિયમ,મેગ્નેશિયમ અને ફાઈબરનું પ્રમાણ ખૂબ જ હોય છે. તે માટે તેને આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

પરંતુ આયુર્વેદ મુજબ રોજ કિશમિશ ખાવા ને બદલે તેનું પાણી પીવા થી વધુ ફાયદો મળી શકે છે. આમ તો કિશમિશ માં વધુ પ્રમાણ માં ખાંડ હોય છે અને તેને આખી રાત પલાળી રાખવાથી તેનું સુગર કંટેટ ઓછું થઇ જાય છે અને ન્યુટીશન વેલ્યુ વધી જાય છે.

એસીડીટી ની તાલિફથી છુટકારો :

કિશમિશ માં રહેલ સોલ્યૂબલ ફાઇબર્સ પેટની સફાઈ કરીને ગેસ એસીડીટી થી છુટકારો અપાવે છે.

કબજિયાતની તકલીફ દૂર :

કિશમિશ પાણીમાં ફૂલીને નેચરલ લેક્સેટિવનું કામ કરે છે. રોજ સવારે ભૂખ્યા પેટે તેનું પાણી પીવાથી પેટની સારી સફાઈ થઇ જાય છે.

નબળાઈ દૂર થાય છે :

કિશમિશના પાણીમાં એમીનો એસિડ્સ હોય છે જ શક્તિ આપે છે. થાક અને નબળાઈ દૂર કરવામાં મદદરૂપ છે.

સ્વસ્થ કિડની :

કિશમિશ ના પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ હોય છે. તે શરીરમાંથી કચરો કાઢી કિડનીને સ્વસ્થ કરે છે,

લોહી ની કમી દૂર થાય છે :

કિશમિશના પાણીમાં આયરન,કોપર અને બી કોમ્પ્લેક્સનુ પ્રમાણ ખુબ જ વધુ હોય છે. તે લોહીની ઉણપો ને દૂર કરીને રેડ બ્લેડ સેલ્સ સ્વસ્થ કરે છે.

શરદી-સળેખમ અને ઇન્ફેકશન થી છુટકારો :

આ પાણીમાં પોલીફેનિક ફાયટોન્યૂટ્રીએંટ્સ હોય છે. તેની એંટી બેક્ટીરિયલ ક્વોલિટી શરદી-સળેખમ અને તાવ થી બચાવવામાં મદદરૂપ થાય છે.

આંખોની રોશની તેજ થાય છે:

આ પાણી માં વિટામિન – A ,બીટા કેરોટીન અને આંખો માટે ફાયદાકારક ફાયટોન્યૂટ્રીએંટ્સ હોય છે.

વેટ લોસ માં મદદરૂપ :

કિસ્મિસનું પાણી મેટાબોલિજ્મ એકચ કરીને ફેટ બર્નિંગ પ્રક્રિયાને ઝડપી કરે છે.

મજબૂત હાડકા :

કિશમિશન પાણીમાં ખુબ વધુ માત્રામાં કેલ્શિયમ હોય છે.તે હાડકાને મજબૂત બનાવે છે.ઓર્થરાઇટિસ અને ગાંઠોથી બચાવે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.