આજકાલ ની તણાવ વાડા જીવનમાં દરેકને કોઈ ને કોઈ આરોગ્ય ની તકલીફ થતી જ હોય છે. તેવામાં લોકો ઘણી જાતની અંગ્રેજી દવાઓ નું સેવન કરતા રહે છે. પણ આવી દવાઓ તમને થોડા સમય માટે આરામ તો આપે છે પણ પાછળથી તે નુકશાનકારક પણ સબિત થાય છે. તેથી સારું છે કે સ્વસ્થ રહેવા માટે સારું જીવનધોરણ અપનાવવામાં આવે અને જેટલો બની શકે એટલો પોષ્ટિક આહાર લેવામાં આવે.
તમારા રસોડામાં પણ ઘણા સ્વાસ્થ્ય માટે ઉપયોગી ખાદ્ય પદાર્થો રહેલા છે જેનું નિયમિત રીતે સેવન કરવામાં આવે તો ઘણી બધી સ્વાસ્થ્યની તકલીફો દુર થઇ શકે છે. તેમાંથી એક છે સુકી દ્રાક્ષ. જી હા સુકી દ્રાક્ષ સસ્તો સુકો મેવો છે અને તેમાં રહેલા વિટામિન્સ અને પોષક તત્વ સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયી હોય છે. તેવામાં જો પાણીમાં સુકી દ્રાક્ષ પલાળીને તેનું સેવન કરવામાં આવે તો તે શરીરને બમણો ફાયદો આપે છે. આવો જાણીએ તેના સેવનના ફાયદા અને બનાવવાની રીત વિષે.
આ પાણીને બનાવવા માટે તમારે જોઈએ 150 ગ્રામ સુકી દ્રાક્ષ. ધ્યાન રાખશો આજકાલ માર્કેટમાં કેમિકલ દ્વારા સુકી દ્રાક્ષ ચમકતી બનાવવામાં આવી રહી છે. તેવા માં તમે એવી દ્રાક્ષ લેજો જે ઘાટા રંગ ની હોય અને ન તો કડક હોય ન તો ઢીલી હોય. પાણી બનાવવા માટે તમે સુકી દ્રાક્ષ ને સારી રીતે ધોઈ લો અને પછી એક તપેલીમાં લગભગ (400ml) બે કપ પાણીમાં ઉકાળી લો અને તેમાં ધોયેલ સુકી દ્રાક્ષ આખી રાત પલાળી રાખો. સવારે આ પાણીને હુંફાળું ગરમ કરીને ખાલી પેટ લો અને સુકી દ્રાક્ષ ને ખાઈ લો.
તેની સાથે તમારે આ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે સુકી દ્રાક્ષ નું પાણી પીધા પછી લગભગ અડધો કલાક સુધી કંઈપણ ખાવા પીવાનું નથી. આવી રીતે તમારે સુકી દ્રાક્ષ નું પાણી નું સેવન 4 દિવસ સુધી રોજ કરવાનું છે. તમે ધારો તો રોજ તેનું સેવન કરી શકો છો.
સુકી દ્રાક્ષ નું પાણી પીવાના ફાયદા
અનિયમિત ખાવા પીવાને લીધે આજકાલ ઘણા લોકોને કબજિયાત ની તકલીફ રહે છે. તેવા માં જો રોજ સવારે સુકી દ્રાક્ષ નાં પાણી નું સેવન કરવામાં આવે તો તેનાથી થોડા જ દિવસમાં કબજીયાતની તકલીફ થી છુટકારો મળી જાય છે. તે જે લોકોને પેટમાં ગેસ બનવાની તકલીફ રહે છે, તેમના માટે પણ આ પાણીનું સેવન ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. ખાસ કરીને સુકી દ્રાક્ષ માં રહેલા ફાઈબર્સ પેટની સફાઈ કરીને ગેસથી છુટકારો અપાવે છે.
સુકી દ્રાક્ષ માં પુષ્કળ પ્રમાણમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ખનીજ તત્વ મળી આવે છે. તેવા માં આ પાણીનું સેવન કરવાથી તમારા શરીરમાંથી સરળતાથી ઝેરી પદાર્થ બહાર નીકળી જાય છે જેથી કીડની નું કામ સરળ થઇ જાય છે અને કીડની હમેશા સ્વસ્થ રહે છે. અને જો તમારે શરીરમાં લોહીની ઉણપ છે તો પછી સમજો લે આ પાણી રામબાણ છે કેમ કે આમાં રહેલા આયરન અને કોપર લોહીની ઉણપ ને દુર કરે છે.
સુકી દ્રાક્ષ માં પુષ્કળ પ્રમાણમાં એન્ટીઓક્સીડેંટ મળી આવે છે તેવા માં તેના પાણીના સેવન થી તમારા શરીરના ઝેરી તત્વો સરળતાથી બહાર નીકળી જાય છે સાથે જ શરીરમાં નવા સેલ્સ પણ બનવા લાગે છે. આવી રીતે આ કેન્સર જેવી ગંભીર બીમારી ને અટકાવવામાં સહાયક સિદ્ધ થાય છે.
શિયાળાની ઋતુ માં શરદી-જુકામ જેવી તકલીફ સામાન્ય બની જાય છે. તેવા માં રોજ સુકી દ્રાક્ષ નું પાણી પીવાથી ફ્લુ અને ઇન્ફેકશન થી બચી જઈ શકાય છે.જો કોઈ શારીરિક રીતે નબળા છે કે પછી કામકાજ ને લીધે થાકી ગયેલ છે તો તેમના માટે રોજ સવારે આ પાણીનું સેવન કરવું ખુબ ફાયદાકારક સાબિત થાય છે. તેનાથી શારીરીક નબળાઈ અને થાક દુર થઇ જાય છે.
કીડની માટે અસરકારક ઈલાજ વાંચવા ક્લિક કરો >>>> આ સામાન્ય જેવો દેખાતો છોડ કીડનીને પુનઃજીવન આપવા માટે એકલો જ પુરતો છે.
કીડની માટે નાં આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>> ચેક કરો તમારી કીડની પાસ છે કે ફેલ, કિડનીના રોગી જરૂર વાચો આ પોસ્ટ ને
શારીરિક સ્વાસ્થ્ય માટેનો આ આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> હાર્ટ, કેન્સર, કીડની, થઇરોઈડ, શુગર, આર્થરાઇટિસ, બ્લડ પ્રેશર પાસે નહી ફરકે જાણો સરળ ઉપાય