જો વાદળોના કારણે સૂર્યદેવના દર્શન થતા નથી, તો ભગવાનનું ધ્યાન કરતા પૂર્વ દિશા તરફ મોં રાખીને જળ ચઢાવો.

પંચદેવો માંથી એક છે સૂર્યદેવ, જળ અર્પિત કરતા સમયે ન દેખાય, તો ધ્યાન કરતા કરતા પૂર્વ દિશાની તરફ મોં કરીને જળ અર્પણ કરો.

રોજ સવારે સૂર્યની પૂજા કરવાની પરંપરાનું પાલન આજે પણ ઘણા લોકો કરે છે. અત્યારે વરસાદને કારણે ઘણી વાર વાદળ છવાયેલા રહે છે, અને સૂર્યના દર્શન નથી થઈ શકતા. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્મા અનુસાર, આવી સ્થિતિમાં પૂર્વ દિશા તરફ મોં કરીને સૂર્યદેવનું ધ્યાન ધરો અને તાંબાના લોટાથી જળ અર્પણ કરો. રોજ સવારે સૂર્યદેવની મૂર્તિ અથવા ફોટાના દર્શન કરવા જોઈએ.

શાસ્ત્રોમાં પંચદેવ જણાવવામાં આવ્યા છે, જેમાં શ્રીગણેશ, શિવ, વિષ્ણુ, દેવી દુર્ગા અને સૂર્યદેવનો સમાવેશ થાય છે. સૂર્યદેવ એકમાત્ર દેખાય એવા દેવતા છે. રોજ સવારે તેમની પૂજા કરીને ઘર પરિવાર અને સમાજમાં માન-સમ્માનની પ્રાપ્તિ થાય છે.

ભવિષ્ય પુરાણમાં જણાવેલી સૂર્ય પૂજા સાથે જોડાયેલી ખાસ વાતો :

ગીતા પ્રેસ ગોરખપુર દ્વારા પ્રકાશિત સંક્ષિપ્ત ભવિષ્ય પુરાણ અંકમાં બ્રાહ્મપર્વમાં સૂર્ય પૂજા સાથે જોડાયેલી વાતો જણાવવામાં આવી છે. બ્રાહ્મપર્વના સૌરધર્મમાં સદાચરણ અધ્યાય અનુસાર રોજ સવારે સૂર્યોદય પહેલા ઉઠી જવું જોઈએ. સ્નાન કર્યા પછી ભગવાન સૂર્યની મૂર્તિ અથવા ફોટાને પ્રણામ કરો. ક્યાંય પણ સૂર્યદેવનું મંદિર જોવા મળે તો શિખર દર્શન અને પ્રણામ કરવા જોઈએ.

આવી રીતે ચડાવો સૂર્યને જળ :

સૂર્યને પાણી ચડાવવા માટે તાંબાના લોટાનો ઉપયોગ કરવો જોઈએ. સૂર્ય માટે રવિવારે ગોળનું દાન કરવું જોઈએ. પાણી ચડાવતા સમયે સૂર્ય મંત્ર ૐ સૂર્યાય નમઃ, ૐ આદિત્યાય નમઃ, ૐ ભાસ્કરાય નમઃ વગેરે મંત્રોનો જાપ કરતા રહેવું જોઈએ. જો કોઈની કુંડળીમાં સૂર્ય ગ્રહની સ્થિતિ યોગ્ય નથી તો તેમણે રોજ સૂર્યને પાણી ચડાવવું જોઈએ. તેનાથી સૂર્યના દોષ દૂર થઈ શકે છે.

નવ ગ્રહોના રાજા છે સૂર્ય :

જ્યોતિષમાં સૂર્યને નવ ગ્રહોના રાજા માનવામાં આવે છે. આ ગ્રહ સિંહ રાશિના સ્વામી છે. શનિદેવ, યમરાજ અને યમુના સૂર્યદેવના સંતાન માનવામાં આવ્યા છે. સૂર્ય હનુમાનજીના ગુરુ છે. સૂર્યદેવ પાસેથી જ હનુમાનજીને જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.