સૂર્ય તુલા રાશિમાં કરશે પ્રવેશ, આ 2 રાશિઓને પડશે મુશ્કેલીઓ અને આ 3 રાશિ વાળાને થશે લાભ

આ રાશિઓ માટે ફાયદાકારક સાબિત થશે સૂર્યનું રાશિ પરિવર્તન, પણ આ 2 રાશિ થઈ જાઓ સાવધાન

જ્યોતિષના નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ગ્રહ સતત પોતાની ચાલ બદલતા રહે છે, જેના કારણે તમામ રાશીઓ ઉપર શુભ-અશુભ અસર પડે છે. માણસને તેમની રાશીમાં ગ્રહોની સ્થિતિ મુજબ જ પરિણામ મળે છે. સૂર્ય ગ્રહ 17 ઓક્ટોબરના રોજ તુલા રાશીમાં પ્રવેશ કરી રહ્યા છે, અને તે 16 નવેમ્બર સુધી આ રાશીમાં રહેવાના છે. ત્યાર પછી સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે.

સૂર્ય ગ્રહની તુલા રાશિ નીચ રાશી માનવામાં આવે છે. સૂર્ય ગ્રહની ઉચ્ચ રાશી મેષ છે. આજે અમે તમને જાણકારી આપવા જઈ રહ્યા છીએ કે, ખરેખર સૂર્ય ગ્રહનું આ પરિવર્તન તમારી રાશીઓ ઉપર કેવી અસર કરવાનું છે. આવો જાણીએ સૂર્યનું ભ્રમણ કઈ રાશીઓ માટે રહેશે શુભ.

સિંહ રાશીવાળા લોકો માટે સૂર્યનું ભ્રમણ શુભ સાબિત થશે. કાર્યક્ષેત્રમાં તમને સફળતા મળશે. તમારા દ્વારા કરવામાં આવેલા કામનું સારું પરિણામ મળવાની શક્યતા ઉભી થઇ રહી છે. જુના મિત્રોના સહકારથી તમને સારો ફાયદો મળશે. સરકારી નોકરી કરી રહેલા લોકોને સાથી કર્મચારીઓનો પુરતો સહકાર મળવાનો છે. તમે કોઈ સુખદ પ્રવાસ ઉપર જઈ શકો છો. આ સમય દરમિયાન તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. કમાણી દ્વારા મદદ મળી શકે છે.

ધનુ રાશીવાળા લોકો માટે સૂર્ય ગ્રહનું ભ્રમણ સારું સાબિત થશે. તમારા જીવનમાં સુધારો આવી શકે છે. તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો સફળ થશે. સામાજિક જીવન સક્રિય જોવા મળશે. આરોગ્યની ગણતરીએ આ સમય ઘણો સારો રહેવાનો છે. કોઈ જૂની બીમારીમાંથી છુટકારો મળવાની સંભાવના ઉભી થઇ રહી છે. પ્રેમ જીવન સારું રહેશે. અચાનક દુર સંચારના માધ્યમથી શુભ સમાચાર મળી શકે છે. નોકરી ધંધાવાળા લોકોને બઢતી મળવાની પ્રબળ સંભાવના છે.

કુંભ રાશીવાળા લોકો માટે સૂર્યનું ભ્રમણ લાભદાયક સિદ્ધ થશે. આ સમયગાળા દરમિયાન તમને ધન લાભ મળવાની સંભાવના ઉભી થઇ રહી છે. તમે કોઈ લાભદાયક પ્રવાસ ઉપર જઈ શકો છો. કાર્યક્ષેત્રમાં વિકાસ થશે. મોટા અધિકારીઓ સાથે તમારા સંબંધ સારા રહેશે. કોઈ જુના રોકાણનો તમને લાભ મળી શકે છે. પ્રભાવશાળી લોકોનું માર્ગદર્શન મળશે. તમે તમારી કારકિર્દીમાં સતત આગળ વધશો.

આવો જાણીએ બીજી રાશીઓની કેવી રહેશે સ્થિતિ.

મેષ રાશીવાળા લોકો માટે સૂર્ય ગ્રહનું ભ્રમણ તકલીફોથી ભરેલું રહેવાનું છે. તમારા પરણિત જીવનમાં તકલીફનો અનુભવ થશે. જીવનસાથી સાથે કોઈ વાતને લઈને મતભેદ થવાની સંભાવના ઇભી થઇ રહી છે. વેપાર સાથે જોડાયેલા લોકોએ તકલીફમાંથી પસાર થવું પડશે. ધંધામાં ઉતાર-ચડાવની સ્થિતિ ઉભી થશે. તમે કોઈ પણ જોખમ તમારા હાથમાં લેતા નહિ. આ સમય દરમિયાન તમારે સાવચેતી રાખવાની જરૂર છે.

વૃષભ રાશીવાળા લોકો માટે સૂર્ય ગ્રહનું ભ્રમણ ઘણું ચિંતાજનક રહેશે. શત્રુ પક્ષ તમારા પર છવાઈ જવાનો પ્રયત્ન કરશે, એટલા માટે તમારે સાવચેત રહેવું પડશે. અચાનક શુભ સમાચાર મળવાને કારણે તમારું મન પ્રફુલ્લિત રહેશે. સમાજમાં માન-સન્માનની પ્રાપ્તિ થશે. કુટુંબનું વાતાવરણ ઠીક-ઠીક રહેશે. આ રાશીના લોકો પોતાના પ્રેમ સંબંધોમાં થોડા સાવચેત રહે, કેમ કે લવ પાર્ટનર સાથે કોઈ વાતને લઈને મતભેદ થઇ શકે છે, જેના કારણે સંબંધોમાં અંતર વધવાની શક્યતા ઉભી થઇ રહી છે.

મિથુન રાશીવાળા લોકો માટે સૂર્યનું ભ્રમણ અશુભ સાબિત થશે. તમારે આથિક રીતે મુશ્કેલીમાંથી પસાર થવું પડશે. આરોગ્ય સામાન્ય રહેશે. પ્રેમ જીવનમાં ઘણી તકલીફો જોવા મળી શકે છે. આ સમય દરમિયાન તમે તમારા કામમાં ઉતાવળ ન કરો. યોજનાઓ મુજબ તમારા પોતાના કામ પુરા કરવાના રહેશે નહિ તો મોટું નુકશાન વેઠવું પડશે.

કર્ક રાશીવાળા લોકોએ સૂર્યના ભ્રમણને કારણે માનસિક ચિંતામાંથી પસાર થવું પડશે. નોકરી ધંધાવાળા લોકોના ટ્રાંસફરના યોગ ઉભા થઇ રહ્યા છે, જેથી કામમાં મુશ્કેલી અનુભવશો. કોઈ નજીકના સંબંધી સાથે માથાકૂટ થવાની સંભાવના ઉભી થઇ રહી છે. પૈસાની લેવડ-દેવડ કરવાથી દુર રહો. તમારી આર્થિક સ્થિતિ નબળી રહેશે, એટલા માટે તમે તમારા ખોટા ખર્ચા ઉપર કાબુ રાખો. કુટુંબના લોકોનો પૂરો સહકાર મળશે.

કન્યા રાશીવાળા લોકોએ આ સમય દરમિયાન સમજદારી પૂર્વક કામ લેવાની જરૂર છે. ધન સાથે જોડાયેલી બાબતો અટકવાની સંભાવના છે. તમે તમારા કોઈ પ્રિયજન સાથે મુલાકાત કરી શકો છો, જેથી તમારું મન પ્રફુલ્લિત થશે. કોઈ સાથે વાદ-વિવાદ થવાની સંભાવના ઉભી થઇ રહી છે. તમે તમારી ઉપર નકારાત્મક વિચારોને જીતવા ન દેશો. બાળકોની નકારાત્મક કામગીરી ઉપર નજર રાખવાની જરૂર છે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં નહિ લાગે. તમારા આરોગ્યમાં ઉતાર-ચડાવ આવી શકે છે.

તુલા રાશીવાળા લોકોએ સૂર્યના ભ્રમણને કારણે ખોટા ખર્ચા, માનસિક તણાવ અને દુશ્મનોના ભયનો સામનો કરવો પડશે. પરણિત જીવનમાં તકલીફો ઉભી થઇ શકે છે. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકોનો સમય સામાન્ય રીતે પસાર થવાનો છે. તમારે તમારા લવ પાર્ટનરની ભાવનાઓને સમજવાની જરૂર છે. વેપાર સાથે જોડાયેલા લોકો કોઈ પણ જોખમ પોતાના હાથમાં ન લે નહિ તો મોટું નુકશાન થઇ શકે છે.

વુશ્ચિક રાશીવાળા લોકોને આર્થીક નુકશાન થવાની સંભાવના ઉભી થઇ રહી છે. સૂર્ય ગ્રહનું ભ્રમણ તમારા માટે પડકારરૂપ રહેશે. આર્થિક સ્થિતિ નબળી રહેશે. કુટુંબમાં કોઈ વાતને લઈને તણાવ ઉભો થઇ શકે છે. તમે માનસિક રીતે ઘણા નર્વસ અનુભવશો. જીવનસાથીનો સહકાર મળશે. વેપારમાં મોટું નુકશાન થવાના સંકેત મળી રહ્યા છે. આ સમય દરમિયાન તમારે ઘણું સંભાળીને કામ કરવાની જરૂર છે.

મકર રાશીવાળા લોકો માટે સૂર્ય ગ્રહનું ભ્રમણ ઠીક નહિ રહે. તમારે ઘણા મુશ્કેલ પડકારોમાંથી પસાર થવું પડશે. કોર્ટ કચેરીનો સામનો કરવો પડશે. તમે કોઈ પણ પ્રકારના વાદ-વિવાદને પ્રોત્સાહન ન આપશો. કુટુંબના વાતાવરણ ઉપર ધ્યાન આપવાની જરૂર છે. આ સમય દરમિયાન તમે કોઈ પણ રોકાણ કરવાથી દુર રહો, નહિ તો તમને નુકશાન થઇ શકે છે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં નહિ લાગે, નકામા કામોમાં ખોટા ખર્ચા થવાની સંભાવના ઉભી થયેલી છે.

મીન રાશીવાળા લોકોએ સૂર્ય ગ્રહના ભ્રમણને કારણે ઘણું સતર્ક રહેવાની જરૂર છે. તમે કોઈની પાસેથી પૈસા ઉધાર લેવાનું ટાળો, નહિ તો ચુકવવામાં તકલીફ થશે. કુટુંબની આર્થિક સ્થિતિ સદ્ધર બનાવવા તમે શક્ય એટલા પ્રયાસ કરી શકો છો. બાળકોનું આરોગ્ય બગડી શકે છે, જેને લઈને તમે ઘણા દુઃખી રહેશો. વેપારમાં કોઈ પણ ફેરફાર કરવાનું ટાળો. જેવો વેપાર ચાલી રહ્યો છે એમ જ ચાલવા દો. તમે બીજાના કામમાં દખલ ન કરો નહિ તો ઝગડા થઇ શકે છે.

આ માહિતી ઇન્ડિયા ફીડસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.