જોવામાં ખુબ જ સુંદર આ મહિલા ક્રિકેટર આખી દુનિયામાં થઇ ગઈ છે પ્રખ્યાત, જાણો કોણ છે તે

જ્યારે પણ સુંદરતાની વાત આવે તો સૌથી પહેલા બોલિવુડની ખૂબસૂરત અભિનેત્રીઓના જ નામ લેવાય છે. પણ આજે અમે તમને ભારતીય મહિલા ક્રિકેટ ની એક એવી ખેલાડી થી મળાવવા જય રહ્યા છીએ જેની સુંદરતા જોઈને તમે બોલિવુડની અભિનેત્રીઓની સુંદરતાંને ભૂલી જાઓ.જ્યાં પુરુષ ક્રિકેટ ટીમ એક તરફ સાઉથ આફ્રિકાની વિરુધ્ધ ટી-20 મેચ જીતીને આખી સીરીજ પોતાના નામે કરી ચૂકી છે ત્યાં બીજી તરફ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પણ કોઈપણ મામલામાં બિલકુલ પાછળ નથી. તો આવો જાણીએ કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની એ કઈ ખેલાડી છે જેની સુંદરતા તમને દંગ કરી દેશે.

જાણો કોણ છે એ મહિલા ક્રિકેટર.

આજે અમે જે સુંદર ભારતીય મહિલા ક્રિકેટરના વિષે તમને જણાવવા જઇ રહ્યા છીએ તે કોઈ બીજું નહીં પણ સ્મૃતિ મંથાના છે. જી હા આજ છે તે સુંદર મહિલા ક્રિકેટર જેની સુંદરતા ના ચાહક આખી દુનિયાના લોકો છે. જણાવી દઈએ કે સ્મૃતિ મંથાના નો જન્મ 18 જુલાઇ 1996 માં મૂંબઈમાં થયો હતો. સ્મૃતિ મંથાના, સ્મિતા મંથાના અને શ્રીનિવાસ મંથાના ની એકમાત્ર દીકરી છે. તમને જાણીને નવાઈ લાગશે કે સ્મૃતિ ને નાનપણમાં ક્રિકેટનો કોઈ શોખ ન હતો. એણે સ્કૂલ છોડયા પછી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. અને આજે ક્રિકેટ જગતમાં મહિલાઓનું નામ રોશન કરી રહી છે.

જણાવી દઈએ કે સ્મૃતિનો પરિવાર જ્યારે સ્મૃતિ 2 વર્ષની હતી ત્યારે જ સાંગલી શિફ્ટ થઈ ગયો હતો. અને ત્યારથી આજ સુધી તેઓ ત્યાજ રહે છે. સ્મૃતિએ પોતાના ક્રિકેટ કેરીયરની શરૂઆત વર્ષ 2013 માં બાંગ્લાદેશની સામે પોતાની મેચ રમીને કરી હતી. 2013 માં જ એને ટી-20 મેચ રમવાનો મોકો પણ મળી ગયો હતો.એના પછી સ્મૃતિએ ભારતીય મહિલા ટીમમાં પોતાની જગ્યા બનાવી લીધી.

આપને જણાવી દઈએ કે સ્મૃતિ મંથાના આજની તારીખમાં પોતાની શાનદાર બેટિંગના કારણે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓપનર બેટ્સમેન બની ચૂકી છે. સ્મૃતિ આજસુધી માં પોતાના ક્રિકેટ કેરિયરમાં લગભગ 32 વન ડે મેચ રમી ચૂકી છે. જેમાથી 3 ક્રિકેટ મેચ માં પોતાની સેન્ચુરીના કારણે બધાના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી દીધી છે. સ્મૃતિ આજસુધી કુલ 933 રન બનાવી ચૂકી છે. સ્મૃતિ આના સિવાય આઈ સી સી મહિલા ટીમનો પણ ભાગ રહી ચૂકી છે. વર્ષ 2016 માં સ્મૃતિ ઇન્ટરનેશનલ ક્રિકેટ પણ ભારત તરફથી રમી છે. જણાવી દઈએ કે સ્મૃતિ આજે દુનિયાભરની સ્ત્રીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની ગઈ છે. ક્રિકેટમાં નામ રોશન કર્યા પછી સ્મૃતિ તેના ચાહકોમાં તે ખૂબ પ્રખ્યાત હતી.

સ્મૃતિ મંથાના જેટલી સારી ક્રિકેટર છે એટલી જ એ સુંદર પણ છે.તેની સુંદરતાની ચર્ચા આજે દુનિયાભરમાં છે.લાખો લોકો એની ક્રિકેટના પણ ચાહક છે. સ્મૃતિ મંથાના આજે મહિલા ક્રિકેટમાં મોટું નામ કમાઈ ચૂકી છે. મૈથિલી રાજ જે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન છે તે પણ સ્મૃતિની બેટિંગની ચર્ચા કરતાં થાકતી નથી. છોકરીઓની વાત કરીએ તો સ્મૃતિ મંથાના આજકાલની ભારતીય છોકરીઓની વચ્ચે વધારે મશહૂર છે અને સમાન્યતઃ ઘણી છોકરીઓની આદર્શ બની ચૂકી છે.