સુંદર થવાનો બેસ્ટ ઉપાય, કોફી તમારા મુખ ને એટલો સુંદર બનાવશે કે દુનિયા દંગ રહી જશે

જેમ કે બધા જાણે છે કે આપણાં જુના સમય થી દાદીમાં ના ઘરેલુ નુશખા ચાલ્યા આવે છે. જુના સમય માં વૈદ્ય પણ એવા હતા જે બે મિનિટ માં નાડી જોઈને દર્દ વિષે કહી દેતા હતા ત્યારે કોઈને કઈ પણ નાની મોટી બીમારી થાય તો સરળતા થી ઘરેલુ ઉપચાર થી એમ જ સરખી થઈ જતી અને સાથે ને સાથે આ ઉપચાર ઘણા સસ્તા પણ હતા.

આવા જ પ્રકાર નો એક નુસખો અમે તમારા માટે લઈને આવ્યા છીએ જે એક સૌંદર્ય ને લગતું છે. તમે તમારી સુંદરતા ને લગતા ઘણા ઘરેલુ નુસ્ખા તો અપનાવ્યા હશે પરંતુ શું તમે ઈનો થી પોતાની સુંદરતા નિખારી છે? આ એક એવો નુસ્ખો છે જેના સામે તમારા પહેલા ઉપયોગ કરેલા બધા નુસ્ખા નિષ્ફળ જશે.

જેવી રીતે કોફી ની એક ચુસ્કી પીધા પછી તમે સવાર ના સમયે તાજગી અનુભવો છો એ જ રીતે કોફી ફેસમાસ્ક નો ઉપયોગ કરવાથી તમારી ચામડી પણ એક્દમ તાજગી અનુભવવા લાગશે. કોફી માસ્ક ની મદદ થી તમે તમારા મુખની મંદતા અને થકાવટ દૂર કરી શકો છો. આ ફેસમાસ્ક દરેક પ્રકાર ની ચામડી ને અનુકૂળ છે.

તમને કહી દઈએ કે બ્યૂટી કંપનીઓ મોં ને લગતા ઉત્પાદનો માં કૅફીન નો ઉપયોગ કરે છે કારણ કે તેમાં ચામડી માં કડકપણું ઉત્પન્ન કરવાનો ગુણ હોય છે. તમે પણ આ માસ્ક ની મદદ થી પોતાની ચામડી ના રંગ ને નિખારી શકો છો.

કોફી ના ઉપયોગ થી તમારા મુખ માં ઘણા પ્રકાર ના બદલાવ આવે છે, પરંતુ કોફી ને આ રીત થી માસ્ક બનાવીને ઉપયોગ કરવાથી તમારી ચામડી પર ઘણી ઝડપ થી બદલાવ આવે છે. આવો જાણીયે એવી જ કેટલીક રીતો વિશે જેના ઉપયોગ થી તમારી ચામડી નીખરેલી દેખાશે.

ફેસમાસ્ક બનાવવા ની વિધિ

સામગ્રી

એક કપ ઓર્ગનિક કોફી ના બીજ નો પાવડર (બજારનો સાવ નાના પેક પણ આવે છે)

એક કપ ઓર્ગનિક કોકો પાવડર

એક કપ દૂધ અથવા બદામ નું દૂઘ

એક ચમચી લીંબુ નો રસ

એક ચમચી મધ

ઉપયોગ કરવાની રીત:

એક વાટકામાં કોફી બીન્સ અને કોકો પાવડર ને ભેગા કરો. તેના પછી એમાં દૂધ મેળવો. ઘટ્ટ પેસ્ટ બનાવવા માટે તેમાં ઓછું દૂધ નાખો. ત્યારબાદ તેમાં લીંબુ નો રસ અને મધ મેળવી લો. આ પેસ્ટ ને મુખ પર લગાવો અને 20 મિનિટ સુધી મુખ પર લગાવેલું રાખો. ત્યારબાદ ચહેરા ને ધોઈ નાખો અને વધેલી પેસ્ટ ને ફ્રીઝ માં રાખી દો.

વધારે પડતા એક્સફોલિએશન માટે મુખ પર એક થી બે મિનિટ માટે સક્રબ કરવાનું ભૂલશો નહિ. સક્રબ કર્યા બાદ ચહેરા ને સુકવી દો.

ડાર્ક સર્કલ થી છુટકારો મેળવવા માટે કોફીબીન્સ દૂધ અથવા ઓલિવ ઓઇલ ની સાથે મિક્ષ કરી દો. પછી આ પેસ્ટ ને આંખોની નીચે લગાવી ને સુકવી ને ધોઈ નાખો. કૅફિન તમારા મુખને સ્વસ્થ રાખે છે અને સોજો અને ડાર્ક સર્કલ ને સાફ કરે છે. તમને જણાવી દઈએ કે કોફી તમારા મુખને એટલો સુંદર કરી દેશે કે દુનિયા જોઈને દંગ રહી જશે. નીચે વિડિઓ માં જુઓ કે કેવી રીતે કોફી તમને સુંદર બનાવી શકે છે.

વિડીયો