સુંદર હોવા છતાં પણ આજ સુધી કોઈ એ દિશાની સાથે કર્યું નથી આ કામ.

બોલીવુડમાં ફિલ્મ એમ. એસ. ધોનીથી પ્રવેશ કરનારી દિશા પટ્ટની હંમેશા સમાચારોમાં છવાયેલી રહે છે. દિશા ક્યારેક પોતાની ફિલ્મોને કારણે, તો ક્યારેક પોતાના અંગત જીવનને લઈને પણ ઘણી ચર્ચામાં રહે છે. દિશા પટ્ટની ટૂંક સમયમાં સલમાન ખાન સાથે તેની ફિલ્મ ભારતમાં જોવા મળવાની છે. આ ફિલ્મમાં એમનું સલમાન ખાન સાથે આવેલું ગીત ‘સ્લો મોશન’ પણ લોકોને ઘણું પસંદ આવ્યું છે. ગીતમાં દિશાના ગ્લેમરસ અંદાજને જોઈને લોકોએ તેની ઘણી પ્રશંસા કરી હતી.

અને હવે વાત કરીએ દિશાના અંગત જીવનની, તો બીજી હિરોઈનની જેમ તે પણ પોતાની પર્સનલ લાઈફ વિષેની વાતો લોકો વચ્ચે ખુબ ઓછી શેયર કરે છે. પરંતુ હાલમાં જ આપવામાં આવેલા એક ઈન્ટરવ્યુંમાં દિશાએ પોતાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલી ઘણી વાતો શેયર કરી છે.

દિશા પટ્ટનીએ એ ઈન્ટરવ્યુંમાં જણાવ્યું કે, ક્યારે પણ કોઈએ તેની સાથે ફલર્ટ કરવાનો પ્રયત્ન નથી કર્યો. દિશાએ NDA ને આપેલા ઈન્ટરવ્યુંમાં કહ્યું કે, મારા આખા જીવનમાં કોઈ છોકરાએ મારી પાસે આવીને મને નથી કહ્યું કે, તેને હું સુંદર લાગુ છું. કોઈએ મારી સાથે ફલર્ટ નથી કર્યુ. કોઈએ એવું કરવાનો પ્રયત્ન પણ નથી કર્યો.

દિશાએ આગળ જણાવ્યું કે, નાનપણમાં હું થોડી ટોમબોય જેવી હતી. મારા પિતાએ મારો ઉછેર દીકરાની જેમ કર્યો છે. ૯ માં ધોરણ સુધી મારા વાળ પણ નાના હતા. ૧૦ માં ધોરણમાં આવ્યા પછી મેં લાંબા વાળ રાખવાનું શરુ કર્યુ. હું પહેલા ઈંટ્રોવર્ટ હતી. હું શાંત રહેતી વિદ્યાર્થીની હતી અને છેલ્લી બેંચ ઉપર બેસતી હતી.

જોકે આ દિવસોમાં તો દિશા અને ટાઈગર શ્રોફના અફેયરના ઘણા સમાચારો સામે આવી રહ્યા છે. આમ તો બન્નેએ ક્યારેય આ સંબંધોને દુનિયા સામે કબુલ નથી કર્યો, પરંતુ બન્ને હંમેશા એક સાથે જ પાર્ટીઓમાં જોવા મળી રહ્યા છે. અને ઘણી વખત અન્ય જગ્યા પર પણ સાથે જોવા મળ્યા છે. જેથી લોકોને લાગે છે કે બન્ને એક બીજાને ડેટ કરી રહ્યા છે. પરંતુ જ્યાં સુધી તે બન્ને પોતાના સંબંધોને પોતે દુનિયા સામે કબુલ નથી કરતા, ત્યાં સુધી લોકો તેના સંબંધો વિષે માત્ર અંદાઝ જ લગાવી શકે છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે, અને એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે, આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેયર કરશો, જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે, અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેયર કરવાથી જો કોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે, તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂરથી શેયર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.