સુંદર પિચાઈ પર ધનવર્ષા, જાણો 1 જાન્યુઆરીથી કેટલો મળશે પગાર.

મૂળ ભારતીય સુંદર પીચાઈએ નવી જવાબદારીઓ મળતા જ તેની આર્થિક પ્રગતી પણ થઇ ગઈ છે. ગુગલના સીઈઓ સુંદર પીચાઈએ ગુગલની પેરેંટલ કંપની અલ્ફાબેટના પણ સીઈઓ નિયુક્ત કરવામાં આવ્યા છે. હવે તેને આ નવી જવાબદારી માટે કંપની તરફથી મોટુ પેકેજ આપવાની જાહેરાત કરી દેવામાં આવી છે.

ખાસ કરીને અલ્ફાબેટના સીઈઓ બન્યા પછી સુંદર પીચાઈને ૨૪.૨ કરોડ ડોલર (૧૧૭૦ કરોડ રૂપિયા) નું પેકેજ મળ્યું છે. તેની વાર્ષિક ૨૦ લાખ ડોલર (૧૪.૨ કરોડ રૂપિયા) બેઝીક પગાર અને ૨૪ કરોડ ડોલર (૧૭૦૪ કરોડ રૂપિયા)ના શેર સામેલ છે. પીચાઈને આ પગાર પેકેજ ૧ જાન્યુઆરીથી મળશે.

આમ તો, ૨૪ કરોડ ડોલર માંથી ૧૨ કરોડ ડોલરના સ્ટોક એવોર્ડ ત્રિમાસિક હપ્તામાં મળશે. બીજા વર્ષના પરફોર્મન્સ બેસ્ડ હશે. એટલે પીચાઈ બધા ટાર્ગેટ પુરા કરે છે, તો ત્રણ વર્ષમાં શેર મળશે. તે હિસાબે જ સુંદર પીચાઈને દર મહીને લગભગ ૧૪૩ કરોડ રૂપિયાનો પગાર મળશે.

પીચાઈને ગુગલની પેરેંટ કંપની અલ્ફાબેટના પણ સીઈઓ બનાવવાની જાહેરાત ૪ ડીસેમ્બરના રોજ થઇ હતી. તે પહેલા ૨૦૧૮માં પીચાઈને કુલ ૧૯ લાખ ડોલર (૧૩૫ કરોડ રૂપિયા) ના પગાર ભથ્થા મળ્યા હતા. તેમાં ૬.૫ લાખ ડોલર (૪.૬ કરોડ રૂપિયા) બેઝીક પગાર હતો. તે પહેલા સુંદર પીચાઈને ગયા વર્ષે સ્ટોક એવોર્ડ લેવાની ના કહી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે તેનો પગાર જ ઘણો છે. ૧૭૦૪ કરોડ રૂપિયાના સ્ટોક એવોર્ડ ગુગલ અને અલ્ફાબેટના કોઈ અધિકારીને મળતા અત્યાર સુધીના સૌથી વધુ છે.

નવા પેકેજના હિસાબે જ સુંદર પીચાઈના પગારમાં લગભગ ૨૦૦ ટકાનો વધારો થયો છે. આ સર્ચ ઈંજન ગુગલમાં હજુ સુધી કોઈ પણ સીઈઓને આપવામાં આવેલુ સૌથી મોટું પેકેજ છે. પીચાઈને આવતા ત્રણ વર્ષ સુધી આ પેકેજ મળશે. જયારે તે પોતાના તમામ ટાર્ગેટ પુરા કરી લેશે.

સુંદર પીચાઈને ગયા મહીને જ અલ્ફાબેટના સીઈઓ માટે પસંદ કરવામાં આવ્યા હતા. જયારે ગુગલને કો-ફાઉંડર્સ લેરી પેજ અને સર્ગેઈ બ્રિને પોતાનો હોદ્દો છોડી દીધો હતો. દુનિયાની સૌથી મોટી કંપનીઓમાં રહેલી ગુગલ અને તેની પેરેંટ કંપનીનો કાર્યભાર હવે એક ભારતીય નાગરિકના હાથમાં છે, જે એક મોટી ઉપલબ્ધી છે.

મસ્ક સૌથી ઉપર :-

સૌથી વધુ પગાર-ભથ્થા મેળવવામાં ટેસ્લાના સીઈઓ એલન મસ્કનો રેકોર્ડ છે, તેને વર્ષ ૨૦૧૮માં ૩૫૯૧ કરોડ રૂપિયાનું પેકેજ મળ્યું હતું. ત્યાર પછી માસ્કના ફોર્બ્સની યાદીમાં દુનિયાના ૫૩માં સૌથી શ્રીમંત વ્યક્તિ તરીકે યાદીના મુકવામાં આવ્યા હતા.

સુંદર પીચાઈ લાંબા સમયથી ખાસ કરીને ગુગલમાં કર્મચારી તરીકે કામ કર્યું. ગુગલના પોપુલર બ્રાઉઝર ક્રોમ અને ગુગલ એંડ્રોયડ ટીમના લીડર તરીકે કામ કર્યું છે. સુંદર પીચાઈએ ગુગલના થોડા વધુ લોકપ્રિય ઉત્પાદન જીમેલ, અને એંડ્રોયડ ઓપરેટીંગ સીસ્ટમ ઉપર પણ કામ કર્યું છે. તે ૨૦૧૫થી ગુગલના સીઈઓ ઉપર કાર્યરત છે. ગુગલની શરુઆત ૧૯૯૭માં થઇ હતી, ત્યાર પછીથી ઇન્ફોર્મેશન ટેકનોલોજીની દુનિયામાં ફેરફાર થઇ ગયા.

સુંદર પીચાઈનો જન્મ ૧૦ જુન ૧૯૭૨ના રોજ તમીલનાડુના મદુરેમાં થયો હતો. તેનો શરુઆતનો અભ્યાસ ચેન્નઈથી થયો હતો. ત્યાર પછી પીચાઈએ IIT ખડગપુર માંથી એન્જીનીયરીંગ કર્યું હતું. આગળનો અભ્યાસ કરવા માટે પીચાઈ સ્ટેનફોર્ડ યુનીવર્સીટી અને પછી પેંસીલ્વેનિયા યુનીવર્સીટી જતા રહ્યા હતા. પછી ૨૦૦૪માં પીચાઈએ ગુગલ કંપની જોઈન્ટ કરી હતી.

ગુગલના સીઈઓ બનતા પહેલા સુદંર પીચાઈને માઈક્રોસોફ્ટના સીઈઓ ના હોદ્દાની ઓફર મળી હતી. તે ઉપરાંત યાહુ અને ટ્વીટર માંથી પણ ઓફર મળી હતી. તે સમય સુંદર પીચાઈએ ગુગલ છોડવાની તૈયારી કરી લીધી હતી. પરંતુ તેની પત્ની અંજલિએ તેને ગુગલ ન છોડવાની સલાહ આપી. સુંદરે અંજલિની વાત માનીને ગુગલમાં જ રહેવાની ઈચ્છા વ્યક્તિ કરી લીધી.

દુનિયાના આટલા સફળ અને શ્રીમંત વ્યક્તિ હોવા છતાં પણ પીચાઈની રહેણીકરણી ઘણી સામાન્ય છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.