સુંદરતામાં નવી આવેલી હીરોઇનોને ટક્કર આપે છે આ 40 પાર કરી ગયેલી હીરોઇનો, જુઓ ફોટા.

40 ની ઉંમર પાર કરી જવા છતાં સુંદરતા અને હોટનેસમાં આજની યુવાન એક્ટ્રેસોને ટક્કર આપે છે આ જૂની એક્ટ્રેસો. બોલીવુડની અભિનેત્રીઓ તેની સુંદરતા અને ગ્લેમરસ અંદાઝ માટે ઓળખાય છે અને હંમેશા આ અભિનેત્રીઓ તેની તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર શેર કરીને તેના પ્રસંશકોના દિલ જીતે છે. આમ તો હાલના દિવસોમાં ઇન્ડસ્ટ્રીમાં એકથી એક ચડીયાતી સુંદર અભિનેત્રીઓ રહેલી છે, જેને પસંદ કરવા વાળા લાખોની સંખ્યામાં છે.

તે જુના જમાનાની અમુક અભિનેત્રીઓ પણ છે, જેની સુંદરતાના લોકો આજે પણ દિવાના છે, તો આજે અમે આ લેખમાં તે અભિનેત્રીઓ વિષે વાત કરવાના છીએ, જેની સુંદરતા 40ની ઉંમર પછી પણ જળવાયેલી છે. આવો જાણીએ ખરેખર આ યાદીમાં કોણ કોણ સામેલ છે.

અમીષા પટેલ : કહોના પ્યાર હૈ ફેમ અભિનેત્રી અમીષા પટેલ હંમેશા તેના હોટ અંદાઝથી સમાચારોમાં છવાયેલી રહે છે અને અવાર નવાર તેના ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા રહે છે. હાલમાં જ તેણે એક સીજલિંગ ફોટોશૂટ કરાવ્યો છે, જેનો ફોટો આગની જેમ ફેલાઈ રહ્યો છે. 44 વર્ષીય અમીષાનો આ અંદાઝ જોઈ લોકો તેની સુંદરતાના દીવાના થઇ રહ્યા છે.

મલાઈકા અરોડા : બોલીવુડની સૌથી હોટેસ્ટ અને ફીટેસ્ટ અભિનેત્રીઓની યાદીમાં રહેલી મલાઈકા અરોડા આમ તો 47 વર્ષની થઇ ગઈ છે, પરંતુ તેની સુંદરતા પાછળ આજે પણ પ્રસંશકો પાગલ છે. મલાઈકાની ફિટનેસ જોઇને એ અંદાઝ લગાવવો ઘણો મુશ્કેલ છે કે તે 19 વર્ષના એક દીકરાની માતા છે. મલાઈકા હાલના દિવસોમાં અર્જુન કપૂરને ડેટ કરી રહી છે અને વહેલી તકે બંને એક બીજા સાથે લગ્ન કરી શકે છે.

એશ્વર્યા રાય બચ્ચન : બચ્ચન પરિવારની લાડકી વહુ એશ્વર્યા રાય ભલે 45 ની ઉંમર વટાવી ચુકી હોય, પરંતુ તેની સુંદરતા આજે પણ જળવાયેલી છે. પરંતુ એમ કહેવું ખોટું નહિ ગણાય કે ઉંમર સાથે તેની સુંદરતા પણ વધી રહી છે. તેના દીવાના દેશ દુનિયામાં રહેલા છે અને એક સમયે મિસ વર્લ્ડનો એવોર્ડ પણ જીતી ચુકેલી એશ્વર્યા આજે પણ એટલી જ સુંદર છે. હાલના દિવસોમાં એશ્વર્યા રાય તેના લગ્નજીવનથી ઘણી ખુશ છે. તેમણે વર્ષ 2007માં અભિષેક સાથે લગ્ન કર્યા હતા અને હવે તેને એક દીકરી આરાધ્યા પણ છે.

સુષ્મિતા સેન : બોલીવુડની સૌથી ફીટેસ્ટ અભિનેત્રીની યાદીમાં રહેલી સુષ્મિતા સેન 45 વર્ષની થઇ ગઈ છે, પરંતુ તેની ફિટનેસ આજે પણ ઇન્ડસ્ટ્રીની બીજી અભિનેત્રીઓથી સારી છે. સુષ્મિતા વર્કઆઉટ સાથે યોગ ઉપર પણ ઘણું ધ્યાન આપે છે અને એ કારણ છે કે તેની સુદરતા અને ફિટનેસ આજે પણ જળવાયેલી છે. આમ તો સુષ્મિતા હવે બોલીવુડથી દુર છે, પરંતુ તેમણે તેના જમાનામાં ઘણી હીટ ફિલ્મોમાં કામ કર્યું છે. સુષ્મિતા હાલના દિવસોમાં પોતાના કરતા 14 વર્ષ નાના રોહમન શોલને ડેટ કરી રહી છે.

ટિસ્કા ચોપડા : 47 વર્ષીય ટિસ્કા ચોપડા તેના સુંદર અંદાઝ માટે ઓળખાય છે. ટિસ્કાએ બોલીવુડની ઘણી હીટ ફિલ્મો તારે જમીં પર, કિસ્સા, દિલ તો બચ્ચા હૈ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ટિસ્કા અભિનય સાથે સાથે બ્યુટીનું એક જોરદાર કોમ્બીનેશન છે.

રવિના ટંડન : જુના જમાનાની ટોપ અભિનેત્રી રવિના ટંડનની સુંદરતા 45 વર્ષની ઉંમર પછી આજે પણ જળવાયેલી છે. રવિનાનો ગ્લેમરસ અંદાઝ આજે પણ ચર્ચામાં જળવાઈ રહે છે. સોશિયલ મીડિયા ઉપર તેના ફોટા અવાર નવાર વાયરલ થતા રહે છે.

કરિશ્મા કપૂર : કરિશ્મા કપૂર વધતી ઉંમર સાથે સતત સુંદર થતી જાય છે. સોશિયલ મીડિયા ઉપર તેના ફોટા વાયરલ થતા વાર નથી લગતી. એક જમાનો હતો, જયારે ફિલ્મ નિર્માતા કરિશ્માને તેની ફિલ્માં લેવા માટે કોઈ પણ કિંમત ચુકવવા તૈયાર રહેતા હતા. હવે કરિશ્મા ફિલ્મી દુનિયાથી દુર અને તેના બાળકો સાથે ટાઈમ સ્પેન્ડ કરી રહી છે.
કરિશ્માએ વર્ષ 2003 માં સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. 13 વર્ષ સુધી એક બીજાનો સાથ નિભાવ્યા પછી બંનેના વર્ષ 2016 માં છૂટાછેડા થઇ ગયા હતા. કરિશ્માને બે બાળકો સમાયરા અને કિયાન છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.