500 રૂપિયા હતી સુનીલ ગ્રોવરની પહેલી કમાણી, પછી આવી રીતે બન્યા કરોડોના માલિક.

ટીવી નહિ પણ બોલીવુડ ફિલ્મથી કરી હતી પોતાના કરિયરની શરૂઆત, જાણો કેવી રીતે મળી સુનીલ ગ્રોવરને સફળતા.

પોતાની ઉત્તમ કોમેડીથી દેશ-દુનિયાનું ઘણું મનોરંજન કરવા વાળા સુનીલ ગ્રોવરે પોતાના દરેક અંદાજથી ફેન્સના દિલ જીત્યા છે. ફેન્સ વચ્ચે તે ગુત્થી, રીંકુ ભાભી અને ડૉ. મશહુર ગુલાટી જેવા નામોથી ઓળખાય છે. ડૉ. મશહુર ગુલાટીના પાત્રએ તેમને એક વિશેષ ઓળખાણ અપાવી છે. કોમેડીના બળ ઉપર સુનીલે ભારત સહીત આખી દુનિયામાં પોતાની એક વિશેષ ઓળખ ઉભી કરી છે.

સુનીલ ગ્રોવરને બાળપણથી જ અભિનય અને કોમેડીનો શોખ હતો. તેમની કારકિર્દીની શરુઆત બોલીવુડ ફિલ્મથી થઇ હતી. તેમણે વર્ષ 1998 માં આવેલી ફિલ્મ ‘પ્યાર તો હોના હી થા’ માં એક નાની એવી ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં અજય દેવગન અને કાજોલે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

સુનીલ ગ્રોવરનો જન્મ હરિયાણાના એક નાના એવા શહેર મંડી ડબવાલીમાં 3 માર્ચ 1977 ના રોજ થયો હતો. સુનીલ ગ્રોવર હરિયાણવી-પંજાબી કુટુંબ સાથે સંબંધ ધરાવે છે. તે પાંચ વર્ષ સુધી થીએટરમાં પણ કામ કરી ચુક્યા છે. તે અત્યાર સુધી ઘણી બોલીવુડ ફિલ્મોમાં પણ જોવા મળી ચુક્યા છે. છેલ્લે તે વેબ સીરીઝ ‘તાંડવ’ માં જોવા મળ્યા હતા. જેમાં અભિનેતા સૈફ અલી ખાને મુખ્ય ભૂમિકા ભજવી હતી.

બીજાને હસાવવા ગમે છે : પોતાના એક ઈન્ટરવ્યુંમાં સુનીલ ગ્રોવર એ વાતનો ખુલાસો કરી ચુક્યા છે કે, તેમને બીજાને હસાવવા ગમે છે. બાળપણથી જ તેમને કોમેડી અને અભિનયનો શોખ હતો. આગળ જતા સુનીલ ગ્રોવરે પોતાના એ સપનાને પૂરું પણ કર્યું. થીએટર્સમાં માસ્ટર કર્યા પછી સુનીલ ગ્રોવર કારકિર્દી બનાવવા માટે મુંબઈ આવી ગયા હતા.

આજે ભલે સુનીલ ગ્રોવર કરોડો રૂપિયાના માલિક હોય અને દરેક જગ્યાએ તેમનું નામ હોય, પણ તેમણે અહીં સુધી પહોંચવા માટે ઘણા સંઘર્ષમાંથી પસાર થવું પડ્યું છે. સુનીલે ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, એક સમયે તેમને એક મહિનાના 500 રૂપિયા મળતા હતા અને તે પાર્ટી ઘણી કરતા હતા, તો પૈસા બચાવી શકતા ન હતા. તેમને એ ખબર ન હતી કે, તે કારકિર્દીમાં આગળ વધશે અને સફળતાના શિખરો સર કરશે.

સુનીલ ગ્રોવરના અંગત જીવન ઉપર નજર કરીએ તો સુનીલ ગ્રોવર પરણિત છે અને એક બાળકના પિતા છે. સુનીલ ગ્રોવરે આરતી ગ્રોવર સાથે લગ્ન કર્યા છે. તેમની પત્ની આરતી દેખાવમાં ઘણી સુંદર લાગે છે. આરતી સમાચારોમાં રહેવાનું પસંદ નથી કરતી. આરતી અને સુનીલને એક દીકરો છે, જેનું નામ મોહન છે.

સુનીલ ગ્રોવરને કપિલ શર્માના કોમેડી શો ધ કપિલ શર્મા શો થી ઘણી પ્રસિદ્ધી મળી છે. તેમની ફી ની વાત કરવામાં આવે તો સુનીલ એક એપિસોડ માટે 10 થી 12 લાખ રૂપિયાની મોટી ફી લેતા હતા. અને ફિલ્મોમાં કામ કરવા માટે તેમને ફિલ્મ મેકર્સ 25 થી 30 લાખ રૂપિયા ચુકવે છે.

એક સમયે મહિનાના માત્ર 500 રૂપિયા કમાવા વાળા સુનીલ ગ્રોવર આજે મોંઘી ગાડીઓ અને કરોડો રૂપિયાના માલિક છે. તેમના કાર કલેક્શનની વાત કરીએ તો સુનીલ ગ્રોવર પાસે BMW ની એક રોયલ કાર, BMW 5 સીરીઝ છે. આ કારની કિંમત 52 લાખ રૂપિયા જણાવવામાં આવે છે. સુનીલ પાસે કુલ ત્રણ લકઝરી ગાડીઓ છે, જેની કિંમત દોઢ કરોડ રૂપિયા છે. અને તેમનું ઘર અઢી કરોડ રૂપિયાનું છે. જયારે મીડિયા રીપોર્ટસના જણાવ્યા મુજબ, સુનીલ ગ્રોવર 15 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.