10 વર્ષ પછી આ મોટા બજેટની ફિલ્મથી પાછા એન્ટ્રી કરી રહ્યા છે સુનીલ શેટ્ટી, ‘બાહુબલી’ જેવું હશે પાત્ર

બોલીવુડના અન્ના એટલે કે સુનીલ શેટ્ટીની ફિલ્મના ડાયલોગ્સ આજે પણ લોકો યાદ કરે છે. જણાવી દઈએ કે સુનીલ શેટ્ટીએ બોલીવુડમાં કરિયરની શરૂઆત વર્ષ ૧૯૯૨ માં ફિલ્મ ‘બલવાન’ થી કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર હિટ રહી હતી અને આ ફિલ્મે સુનીલને આ ઇન્ડસ્ટ્રીમાં એક એક્શન હીરોની ઓળખ અપાવી હતી. આમ તો ૧૦ વર્ષોથી સુનીલ ફિલ્મોથી ઘણા દુર છે, અને તેની ખોટ તેના ફેન્સને ઘણી પરેશાન કરી રહી હતી. તો હવે જે સમાચાર અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, તે સાંભળી સુનીલના ફેન્સના આનંદનો પાર નહિ રહે.

સુનીલ શેટ્ટી આ પહેલા વર્ષ ૨૦૦૮ માં આવેલી ફિલ્મ ‘યહાં કે હમ સિકંદર’ માં જોવા મળ્યા હતા. ત્યારબાદ તે ફિલ્મો માંથી ગુમ થઇ ગયા હતા. અને હવે ૧૦ વર્ષ પછી તે ફિલ્મોમાં ફરી પાછા આવી રહ્યા છે. સુનીલે એક વખત ફરીથી નિર્દેશક પ્રીયદર્શન સાથે હાથ મિલાવ્યો છે, અને તેમની ફિલ્મમાં તે એક મુખ્ય રોલમાં જોવા મળશે. તે પહેલા સુનીલે ફિલ્મ ‘દે ધના ધન’ માં પ્રિયદર્શન સાથે જ કામ કર્યુ હતું. આ નવા પ્રોજેક્ટમાં સુનીલ એક સમુદ્રી યોદ્ધા બનવા જઈ રહ્યા છે.

સમાચારોના જણાવ્યા મુજબ તો ફિલ્મનું શુટિંગ શરુ થઇ ગયું છે. અને ફિલ્મનું નામ ‘મરકકડ : દ લાયન ઓફ અરેબીયન સી’ જણાવવામાં આવી રહ્યુ છે. આ ફિલ્મ હોલીવુડની ફિલ્મ ‘ટોર્ચ’ ઉપરથી પ્રેરિત છે. ફિલ્મમાં સુનીલ ઉપરાંત પ્રભુદેવા અને મોહનલાલ પણ મુખ્ય પાત્રમાં જોવા મળશે.

આ ફિલ્મનું બજેટ ૧૫૦ કરોડ રૂપિયા જણાવવામાં આવી રહ્યું છે. જો કે સુનીલના કેરિયરની સૌથી મોટી ફિલ્મ બનવાની છે. આ ફિલ્મમાં તમને ફિલ્મ બાહુબલીની જેમ વીએફએક્સની કારીગરી જોવા મળશે. સુત્રોના જણાવ્યા મુજબ ફિલ્મનું શુટિંગ આ વર્ષે એપ્રિલમાં પૂરું થવાની શક્યતા રાખવામાં આવી રહી છે. અને દર્શકો સુધી આ ફિલ્મ ૨૦૨૦ સુધી પહોચશે.

તેની સાથે જ સુનીલ શેટ્ટીની આ ફિલ્મ હિન્દી જ નહિ પરંતુ તામિલ, તેલુગુ અને મલયાલમ ભાષાઓમાં પણ રીલીઝ થશે. ફિલ્મની વાર્તાની વાત કરીએ તો તે નેવી ચીફ મોહમ્મદ અલી ઉર્ફ કુનાજી મરકકડ ચતુર્થ ઉપર આધારિત છે. સુનીલે પોતાના ફિલ્મી કેરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે, અને હવે જોવાનું રહેશે કે તેમની આ ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર શું ધમાલ મચાવી શકે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.

અમારા સૌ વાચક મિત્રોને 26 મી જાન્યુઆરીની હાર્દિક શુભકામના. જય હિંદ.