મળો સુનિલ શેટ્ટીની પત્ની માનાને, પતિ સાથે મળીને ચલાવે છે કરોડોનો બિઝનેસ, જાણો કેટલો ફેલાયેલો છે તેમનો વેપાર?

શ્રેષ્ઠ બિઝનેસ વુમન તરીકે ઓળખાય છે સુનિલ શેટ્ટીની પત્ની માના, આવી રીતે આપે છે પતિના દરેક બિઝનેસમાં સાથ. બોલીવુડના ઘણા સ્ટાર ફિલ્મો સિવાય પોતાની અમીરી, મિલકત અને ઠાઠ માટે પણ ઓળખાય છે. અમુક કલાકારોની પત્નીઓ પોતાના પતિ કરતા પણ વધારે અમીર છે. જયારે બોલીવુડ અભિનેતાઓની અમીર પત્નીઓની વાત કરવામાં આવે છે, ત્યારે તેમાં દિગ્ગજ અભિનેતા સુનીલ શેટ્ટી (sunil shetty) ની પત્ની માના શેટ્ટી (mana shetty) નું નામ જરૂર ચર્ચામાં આવે છે.

શું તમે જાણો છો કે સુનીલ શેટ્ટીની પત્ની ઘણી જાણીતી બિઝનેસ વુમન છે. સુનીલ શેટ્ટીની પત્નીએ ઘણું રોકાણ કર્યું છે, અને ઘણા સેક્ટરમાં તેમનો વ્યાપાર ફેલાયેલો છે. આજે અમે તમને માના શેટ્ટી સાથે જોડાયેલી ખાસ વાતો જણાવવાના છીએ.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માના શેટ્ટીની પોતાની એક અલગ ઓળખ અને શાખ છે. તે કોઈ સુપરવુમનથી ઓછી નથી. માના શેટ્ટી ભલે જ ફિલ્મી પડદા પર નહિ દેખાતી હોય, પણ તે એક ઉત્તમ બિઝનેસ વુમન છે. તે એક સાથે જેટલા બિઝનેસ સંભાળી રહી છે તેના વિષે જાણીને દરેક વ્યક્તિ ચકિત રહી જાય છે. માના શેટ્ટી એક સફળ બિઝનેસ વુમન છે. સાથે જ તે એક સફળ સોશિયલ વર્કર અને રિયલ એસ્ટેટ કવીન પણ છે.

માના શેટ્ટીએ પોતાના પતિ સુનીલ શેટ્ટી સાથે મળીને S2 નામનો એક રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત તેમણે મુંબઈમાં ઘણા બધા લક્ઝરી વિલા બનાવ્યા છે. લગભગ 6500 સ્કવેર ફૂટમાં ફેલાયેલ દરેક વિલામાં સુખ સુવિધાની દરેક વસ્તુ રહેલી છે. તેના સિવાય માના શેટ્ટી એક લાઇફસ્ટાઇલ સ્ટોર પણ ચલાવે છે, જેમાં સજાવટથી લઈને રોજિંદા ઉપયોગમાં આવતી દરેક વસ્તુઓ ઉપલબ્ધ છે.

માના શેટ્ટી સામાજિક કામો સાથે પણ જોડાયેલી રહે છે. તે ‘સેવ ધ ચિલ્ડ્રન ઇન્ડિયા’ નામના એનજીઓ સાથે પણ જોડાયેલી છે. એનજીઓ માટે ફંડ ભેગું કરવા માટે માના શેટ્ટી સમય-સમય પર ‘આરાઇશ’ ના નામથી પ્રદર્શનનું આયોજન પણ કરે છે, અને તેમાંથી જે પૈસા આવે છે તેનો ઉપયોગ છોકરીઓ અને મહિલાઓની જરૂરિયાત માટે કરવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુનીલ શેટ્ટી વર્ષે લગભગ 100 કરોડ રૂપિયા કમાણી કરે છે, અને આ કમાણીમાં તેમની પત્ની મહત્વની ભૂમિકા ભજવે છે.

સુનીલ શેટ્ટી પાસે એકથી એક ચડિયાતા ફ્લેટ, ગાડીઓ, કાર, બાઈક, રેસ્ટોરેન્ટ છે. તેના સિવાય તે પોતાનું એક પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે, પણ તેમની કમાણી પત્ની માના શેટ્ટીથી ઓછી છે. તમને જણાવી દઈએ કે, સુનીલ શેટ્ટીએ માના સાથે વર્ષ 1991 માં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા તે બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા હતા. માના અને સુનીલ શેટ્ટીની જોડી બોલીવુડની ચર્ચિત જોડીઓમાંથી એક છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.