સુનિલ શેટ્ટીને પોતાનો બીજા બાપ સમજતી હતી દીકરી આથિયા, પોતે અભિનેતાએ કર્યો મોટો ખુલાસો

સુનિલ શેટ્ટીએ કર્યો ખુલાસો “દીકરી આથિયા સુનીલને બીજો બાપ સમજતી હતી”, જાણો આખી ઘટના. બોલીવુડમાં આજના સમયમાં સ્ટાર સાથે જ તેના બાળકોને પણ ફેંસ ઘણા પસંદ કરે છે અને હંમેશા તેમના વિષે જાણવા માટે ફેંસ વચ્ચે આતુરતા રહે છે. એવી જ એક સ્ટાર કીડ અને બોલીવુડ અભિનેત્રી છે અથીયા શેટ્ટી, અથીયા શેટ્ટી બોલીવુડના પ્રસિદ્ધ અભિનેતા સુનીલ શેટ્ટીની દીકરી છે.

અથીયા અત્યાર સુધી ઘણી બોલીવુડ ફિલ્મોમાં કામ કરી ચુકી છે, આમ તો તે હજુ સુધી હીટ ફિલ્મ નથી આપી શકી. ઘણા વર્ષો પછી આજે પણ અથીયા બોલીવુડમાં મોટી હીટ માટે આતુર છે. આમ તો ફિલ્મ ચાલે કે ન ચાલે અથીયા હંમેશા ચર્ચામાં જળવાઈ રહે છે. અથીયા સાથે જોડાયેલો એક કિસ્સો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, જે પોતે અભિનેતા સુનીલ શેટ્ટીએ તેના એક સાક્ષાત્કાર દરમિયાન જણાવ્યું હતું.

સુનીલને બીજો બાપ કહેતી હતી અથીયા : અથીયા જયારે ઘણી નાની હતી, તો તે સમયે અથીયા સુનીલને ‘મેરે દો દો બાપ’ કહીને બોલાવતી હતી. આ કિસ્સા અને તેની પાછળના કારણનો ખુલાસો પોતે સુનીલ શેટ્ટીએ કર્યો હતો. આમ તો 1994માં સુનીલ શેટ્ટીની એક ફિલ્મ આવી હતી, જેનું નામ હતું ગોપી-કિશન. આ ફિલ્મમાં સુનીલે ડબલ રોલ રજુ કર્યો હતો અને આ ફિલ્મનો એક ડાયલોગ ‘મેરે દો દો બાપ’ ઘણો ફેમસ થયો હતો અને પોતે અથીયા પણ સુનીલ શેટ્ટીને એવી જ રીતે બોલાવવા લાગી હતી.

સુનીલની વાત ન માનની હતી અથીયા : વર્ષ 2019માં એક સાક્ષાત્કારમાં સુનીલ શેટ્ટીએ જણાવ્યું હતું કે, ફિલ્મનો આ ડાયલોગ તે સમયે ઘણો પ્રસિદ્ધ થયો હતો અને ફેંસ પણ તેને ઘણો પસંદ કરતા હતા. સુનીલે ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, જયારે તે લોકો વચ્ચે જતા તો ફેંસ પણ તે ડાયલોગથી તેને બોલાવતા હતા, તેના ઘરમાં પણ એ સ્થિતિ હતી.

અથીયા પણ સુનીલને ‘મેરે દો દો બાપ’ કહેવા લાગી હતી, પરંતુ સુનીલ અથીયાને સમજાવીને કહેતો હતો કે તે સાચું ન હતું અને તેમાં થોડું રમુજી પણ નથી. પરંતુ સુનીલના વારંવાર સમજાવવા છતાં પણ અથીયા માનતી ન હતી. સુનીલે તેના સાક્ષાત્કારમાં એ પણ જણાવ્યું હતું કે ‘મેરે દો દો બાપ’ ડાયલોગ એટલો ફેમસ થઇ જશે તે વાતનો મને અણસાર ખુદ તેને પણ ન હતો.

ડબલ રોલમાં જોયા હતા સુનીલ શેટ્ટી : 1994માં આવેલી ફિલ્મ ‘ગોપી કિશન’ માં સુનીલ શેટ્ટીએ ડબલ રોલ કર્યો હતો. તેમાં એક રોલમાં તે પોલીસ હવાલદારના પાત્રમાં જોવા મળ્યા હતા. તેમના પોલીસ હવાલદારના પાત્રને દર્શકો તરફથી ઘણી પ્રસંશા મળી હતી અને બધાને હસવા માટે મજબુર કરી દીધા હતા. જે બચ્ચને ફિલ્મમાં સુનીલ શેટ્ટીને દીકરાનો રોલ આપ્યો હતો, જયારે તેણે સુનીલને ડોમના પાત્રને જોયું તો તે કહેવા લાગ્યા કે મેરે દો-દો બાપ. ત્યાર પછી આ ડાયલોગ એટલો ફેમસ થયો કે આજે પણ તેની ચર્ચા થતી રહે છે.

આ ફિલ્મમાં સુનીલ સાથે કરિશ્મા કપૂર, સુરેશ ઓબેરોય, શિલ્પા શિરોડકર, અરુણા ઈરાની, મોહન જોશી વગેરે મહત્વના રોલમાં જોવા મળ્યા હતા. એક્શન અને કોમેડીના બળ ઉપર ફિલ્મે બોક્સ-ઓફીસ ઉપર સારી એવી કમાણી કરી હતી.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.