ન કોઈ ઝગડો ન કોઈ અફેયરની ચર્ચા, છતાં ફરી વખત કેમ સાથે ન દેખાયા સની અને માધુરી, આ હતું કારણ.

માધુરી અને સનીની જોડી પડદા ઉપર ઘણી પસંદ કરવામાં આવી હતી, પણ આ વ્યક્તિને કારણે તે એક જ વખત સાથે દેખાયા.

બોલીવુડમાં ઘણી એવી ઓનસ્ક્રીન જોડીઓ બની જે પડદા ઉપર જોરદાર હીટ થઇ, પણ ફરી વખતે સાથે જોવા ન મળી. એવી જ એક જોડી હતી માધુરી દીક્ષિત અને સની દેઓલની જે પડદા ઉપર માત્ર એક વખત જ સાથે જોવા મળી.

સની અને માધુરીએ જયારે એક સાથે ફિલ્મ કરી હતી તો બંને જ મોટા સ્ટાર બની ચુક્યા હતા. તેમની જોડી પ્રશંસકને ખુબ પસંદ પણ આવી, પણ એવું માત્ર એક વખત જ બન્યું. તેની પાછળ એક મોટું રહસ્ય છે જે ઘણા ઓછા લોકો જાણે છે. આવો આજે તમને જણાવીએ કે કેમ સની અને માધુરી હીટ થયા પછી પણ માત્ર એક વખત જ સાથે જોવા મળ્યા.

અનીલ બન્યા હતા જોડી તોડવાનું કારણ : જે ફિલ્મમાં માધુરી અને સનીએ એક સાથે કામ કર્યું હતું તે ફિલ્મ હતી ત્રિદેવ. તે ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર જોરદાર હીટ થઇ હતી. આ ફિલ્મને રાજીવ રાયે ડાયરેક્ટ કરી હતી. તેમાં એક ગીત હતું જે ખુબ જ ફેમસ થયું હતું. આ ગીતના શબ્દ હતા ‘મેં તરી મોહબ્બત મેં…’ આ ગીતને લોકોએ ખુબ પસંદ કર્યું હતું. આ ગીતમાં માધુરી અને સનીની કેમેસ્ટ્રી ખુબ જ જોરદાર હતી.

લોકોને આ જોડી એટલી પસંદ આવી હતી કે તેઓ તેને ફરી એક વખત જોવા માંગતા હતા. તે જોડી તે સમયે માત્ર પહેલી અને છેલ્લી વખત જોવા મળી હતી. માધુરી અને સની વચ્ચે વિવાદ પણ થયો ન હતો અને આજે પણ તેમના સંબંધ સારા છે. ત્યાર પછી પણ બંને ક્યારેય પણ એક સાથે જોવા ન મળ્યા. તેની પાછળનું કારણ હતું અનીલ કપૂર.

માધુરી અને અનીલની જોડી હતી હીટ : ખાસ કરીને તે સમયે માધુરી અને અનીલની જોડી ઘણી પસંદ કરવામાં આવતી હતી. બંનેની ફિલ્મો સુપરહિટ થવા લાગી હતી. તે સમયમાં જે ડાયરેક્ટર આ બંનેને એક સાથે કાસ્ટ કરી લેતા હતા તેમની ફિલ્મ હીટ થઇ જતી હતી. અને અનીલ કપૂર અને સની દેઓલ તે સમયે એક બીજાના ટફ કંપટીટર માનવામાં આવતા હતા. સનીની ફિલ્મ હીટ થતી હતી તો અનીલ કપૂર પણ એકથી એક ચડીયાતી ફિલ્મો આપતા હતા.

બોની કપૂરે અનીલ કપૂરને સુપરસ્ટાર બનાવવાનો પ્લાન બનાવ્યો હતો. તે સમયે જેટલી પણ મોટી હિરોઈન ફિલ્મો કરતી હતી તેની સામે બોની અનીલને સાઈન કરી લેતા હતા. તે ઉપરાંત બોની તે સમયે પ્રસિદ્ધ પ્રોડ્યુસર બની ગયા હતા. તેવામાં શ્રીદેવી અને માધુરીની જોડી તે સમયે અનીલ કપૂર સાથે જ જામતી હતી. તેમની જોડીઓ ઘણી હીટ પણ રહી અને સની સાથે માધુરીની ફિલ્મ માત્ર એક વખત જ બની.

માધુરીનું નામ તે દિવસોમાં અનીલ કપૂર અને સંજય દત્ત સાથે ઘણું જોડાયેલું હતું. માધુરીની જોડી પણ સંજય અને અનીલ કપૂર સાથે વધુ પસંદ કરવામાં આવતી હતી. અને સનીનું નામ ડીમ્પલ કપાડિયા સાથે જોડાયેલું હતું. આ અફેયર ઘણા લાંબા સમય પછી તૂટી ગયા. અનીલ સાથે માધુરીની હંમેશા મિત્રતા રહી અને 27 વર્ષ પછી સંજય દત્ત સાથે પણ માધુરીએ મિત્રતા કરી લીધી.

સની અને માધુરીની જોડી ફરી વખત ક્યારેય ન બની શકી. પણ એક રીયાલીટી શો માં બંને સાથે જોવા મળ્યા તો લોકોનું દિલ લુટી લીધું હતું. વર્ક ફ્રંટની વાત કરીએ તો માધુરી છેલ્લી વખત ફિલ્મ કલંકમાં જોવા મળી હતી અને સની દેઓલે ફિલ્મ પલ પલ દિલ કે પાસ પ્રોડ્યુસ કરી હતી જેમાં તેમના દીકરા કરણે ડેબ્યુ કર્યું હતું.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.