સની દેઓલ એટલા ગુસ્સે થઇ ગયા હતા કે ખરેખર અનિલ કપૂરનું પકડી લીધું હતું ગળું, સેટ પર થયો હતો હંગામો.

જાણો કેમ સની દેઓલે ગુસ્સામાં આવીને દબાવ્યું હતું અનિલ કપૂરનું ગળું, આ ઘટનાથી અનિલ કપૂર એટલા ગભરાઈ ગયા કે…. કોરોનાનો કહેર હજી પણ ઓછો થવાનું નામ નથી લઇ રહ્યો. લોકો હજી પણ આ ખતરનાક વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે. જોકે, સામાન્ય લોકોની જેમ બોલીવુડ સેલિબ્રિટીઓ પણ ધીરે ધીરે કામ પર જઈ રહ્યા છે. તેમજ, સેલિબ્રિટીઓ સાથે જોડાયેલી ઘણી સ્ટોરી-કિસ્સા, થ્રોબેક ફોટા અને વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે.

સેલિબ્રિટીઓ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે, અને ફેન્સ સાથે દરેક નાની-મોટી વાતો શેયર કરતા રહે છે. આ દરમિયાન સની દેઓલ અને અનિલ કપૂર સાથે જોડાયેલો એક કિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ કિસ્સો બંને વચ્ચેના અણબનાવ સાથે જોડાયેલો છે. આમ તો આજે પણ આ કલાકારો એક બીજાને જોવાનું પસંદ નથી કરતા.

સની દેઓલ અને અનિલ કપૂર બંનેના ચાહકોની કમી નથી. બંને જ પોતપોતાની ફેનફોલોઇંગ એન્જોય કરે છે, પણ ઘણા ઓછા લોકો જાણે છે કે બંને વચ્ચે જરા પણ બનતું નથી. જણાવી દઈએ કે, ફિલ્મોમાં સાથે કામ કરી ચૂકેલા સની દેઓલ અને અનિલ કપૂર વચ્ચે એક મોટો ઝગડો થયો હતો. અને અનિલે સનીના ગુસ્સાનો શિકાર થવું પડ્યું હતું.

1989 માં આવેલી ફિલ્મ જોશીલેમાં સની અને અનિલે સાથે કામ કર્યું હતું. આ ફિલ્મને સિબ્તે હસન રિઝવીએ ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મની ક્રેડિટમાં અનિલનું નામ સની કરતા પહેલા આવ્યું, તો તેમનો ઈગો હર્ટ થઈ ગયો. સની તેને લઈને નારાજ હતા, અને તેમનો ગુસ્સો મીડિયા સુધી પહોંચી ગયો હતો. જોકે, પછીથી મુદ્દો જેમ-તેમ કરીને શાંત થઈ ગયો.

આ દરમિયાન બંને એક્ટરોએ એક સાથે વધુ એક ફિલ્મ સાઈન કરી. ફિલ્મની કાસ્ટ એજ હતી અનિલ, સની અને શ્રીદેવી. સનીએ શૂટિંગ પર અનિલ સાથે વાત નહિ કરી અને તેમને અવગણતા રહ્યા. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન સની અનિલ સાથે ઘણું ઓછું બોલતા હતા, અથવા એમ કહીએ કે તેમનાથી નારાજ રહેતા હતા.

આ ફિલ્મમાં બંને હીરો વચ્ચે એક ફાઇટ સીન હતો. તેમાં સનીએ અનિલનું ગળું પકડવાનું હતું. પણ શૂટિંગ દરમિયાન સનીને જૂની વાત યાદ આવી ગઈ અને તેમનો પારો ચડી ગયો. ગુસ્સામાં સનીએ સાચુકલું અનિલનું ગળું પકડી લીધું અને દબાવવા લાગ્યા. અનિલ શ્વાસ લઈ શકતા ન હતા, તેમનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. ડાયરેક્ટર સુનીલ હિંગોરાનીના કટ બોલવા છતાં પણ સનીએ અનિલને છોડ્યા નથી. તેથી ડાયરેક્ટર પણ ડરી ગયા અને અનિલને બચાવવા માટે ક્રુ મેમ્બર્સે દોડવું પડ્યું.

આ ઘટના પછી અનિલ ઘણા ડરી ગયા હતા અને આ ઘટના વિષે તેમણે મીડિયા સાથે પણ વાત કરી હતી. તેમણે સનીને લઈને નિરાશા વ્યક્ત કરી હતી. જોકે, આ વાતને ઘણા વર્ષો વીતી ગયા છે તેમાં છતાં આજે પણ આ બંને સ્ટાર્સ વચ્ચે મનમોટપ છે. લાખ પ્રયત્નો પછી પણ સની અને અનિલ એક બીજા સાથે વાતચીત નથી કરતા.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.