પહેલી વખત સામે આવ્યા સની દેઓલની સગી બહેનોના ફોટા, શું તમે જોયા?

જુઓ સની અને બોબી દેઓલની સગી બહેનોના ફોટા, ફિલ્મી દુનિયાથી એકદમ દૂર રહે છે તેમની બહેનો.

બોલીવુડ કલાકાર સની દેઓલનો હાલમાં જ બર્થડે હતો. તે દરમિયાન કલાકારનો એક એવો ફોટો સામે આવ્યો છે જેને જોઈને લોકો દંગ રહી ગયા. પહેલી વખત સની દેઓલની બહેનોના ફોટા લોકો સામે આવ્યા અને તે ફોટા પોતે બોબી દેઓલે શેર કર્યા છે.

બોબીએ શેર કર્યા ફોટા : બોલીવુડ અભિનેતા સની દેઓલ હાલના દિવસોમાં સોશિયલ મીડિયા ઉપર ઘણા ચર્ચામાં જળવાઈ રહે છે. તેમણે પોતાની સુપરહીટ ફિલ્મ ગદરની સિકવલની જાહેરાત કરી છે, જેથી સની એક વખત ફરી સમાચારોમાં છે. 19 ઓક્ટોબરના રોજ સની દેઓલનો જન્મદિવસ હતો. હવે તે પુરા 65 વર્ષના થઇ ગયા છે. આ પ્રસંગે તેમના નાના ભાઈ અને અભિનેતા એવા બોબી દેઓલે ખુબ જ સુંદર અંદાજમાં તેમને જન્મ દિવસના અભિનંદન આપ્યા હતા.

ખાસ કરીને બોબીએ પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર ભાઈ સની અને તેમની બંને બહેનો સાથે એક ક્યૂટ એવો ફોટો શેર કર્યો છે. આ ફોટામાં તે ચારે ભાઈ બહેનનો પ્રેમ સ્પષ્ટ જોવા મળી શકે છે.

બોબીનું કેપ્શન : બોબી દેઓલે આ ક્યૂટ ફોટા સાથે ખુબ વિશેષ કેપ્શન પણ લખ્યું છે. તેમણે લખ્યું – જન્મદિવસના અભિનંદન ભાઈ. તમે મારા માટે મારી સંપૂર્ણ દુનિયા છો. આ ફોટા ઉપર બોલીવુડના ઘણા સેલેબ્સ અને પ્રશંસક પણ તેમને જન્મ દિવસના અભિનંદન આપી રહ્યા છે. તેમના એક પ્રશંસકે લખ્યું છે ઘણો વ્હાલો ફોટો છે, જન્મ દિવસના અભિનંદન સનીજી.

સનીની કારકિર્દી : સની દેઓલનું સાચું નામ અજય સિંહ દેઓલ છે. તેમણે બોલીવુડમાં વર્ષ 1984 માં આવેલી ફિલ્મ બેતાબથી પોતાની કારકિર્દીની શરુઆત કરી હતી. આ ફિલ્મમાં તેમની સાથે અમૃતા સિંહ જોવા મળી હતી. સની દેઓલ બોલીવુડના એક્શન હીરો રહ્યા છે. સની દેઓલે ડકૈત, યતીમ, ત્રિદેવ, ચાલબાઝ, ઘાતક અને ગદર જેવી સુપરહીટ ફિલ્મોમાં કામ કર્યું છે. હવે તે વહેલી તકે ગદર-2 માં જોવા મળશે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.