સની લિઓનીના પતિના ગુણ સાંભળીને ચકિત થઈ ગઈ કરીના, પતિ સૈફને પણ આપી મળવાની સલાહ

બોલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન આજની છોકરીઓ માટે કોઈ ઉત્તમ દૃષ્ટાંત કરતા ઓછી નથી. તે પોતાના ઘરના કામથી લઈને પોતાના પ્રોફેશનલ કામ સારી રીતે સંભાળી રહી છે. ત્યાં કરીના કપૂર ખાન અનુસાર જો એમના પતિ સૈફ અલી ખાન ન હોત, તો તે આ બધું ક્યારેય નહિ કરી શકતે. તે હંમેશા ઈવેન્ટ અને અવોર્ડ ફંક્શનમાં આ વાત જરૂર જણાવે છે, કે સૈફને પતિના રૂપમાં મેળવીને તે ઘણી ખુશ છે. કારણ કે દરેક પગલે સૈફ એમને મદદ કરે છે.

હાલમાં જ પોતાના રેડીયો શો માં અભિનેત્રીએ આ વાત જણાવી છે કે કઈ રીતે હું ઘરે શૂટને લઈને મિટિંગ રાખું છું, તો સૈફને આ વાતની કોઈ પરેશાની નથી હોતી. અને તે તૈમુર માટે પોતાના શૂટ પણ આગળ લંબાવી લે છે. આટલી પ્રશંસા કર્યા પછી કરીનાએ પહેલી વાર સૈફને અભિનેત્રી સની લિઓનીના પતિ ડેનિયલ પાસે કંઈક શીખવાની સલાહ આપી છે. વાત કંઈક આ મુજબ છે.

હાલમાં જ કરીનાના રેડીયો શો પર સની લિયોનીને જોવામાં આવી. જ્યાં બંને કલાકારે અંગત જીવનથી લઈને પ્રોફેશનલ લાઈફ વિષે ખુલીને વાતો કરી. પતિ ડેનિયલ વિષે વાત કરતા સનીએ કહ્યું કે, હું ઘણી ભાગ્યશાળી છું કે મને જીવનભર માટે ડેનિયલનો સાથ મળ્યો. ડેનિયલ એ માણસ છે જે દરેક પરિસ્થિતિમાં મારો સાથ આપે છે. ભલે તે બહારના કામ હોય કે ઘરના પણ ડેનિયલ એમનો સાથ હંમેશા આપે છે.

બાળકો વિષે વાત કરતા સનીએ કહ્યું કે બાળકોના ડાયપર બદલવા, એમને નવડાવવા વગેરેથી લઈને ખાવાનું બનાવવામાં તે મારી મદદ કરે છે. સનીની આ વાત સાંભળીને કરીનાએ તરત કહ્યું, કે મને લાગે છે કે સૈફએ તમારા પતિને મળવું જોઈએ અને કંઈક શીખવું જોઈએ.

સની લિઓની અને એમના પતિ ડેનિયલ પહેલા એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં કાર્યરત હતા. પણ ત્યારબાદ એમણે પોતાના વિચારો બદલીને બોલીવુડ તરફ પોતાનું મન ફેરવી લીધું અને પોતાના એક નવા જીવનની શરૂઆત કરી. સની લિઓની સૌ પ્રથમ બિગ બોસમાં જોવા મળી હતી. ત્યારબાદ એમને લોકપ્રિયતા મળતા એમણે બોલીવુડમાં એન્ટ્રી કરી અને એમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે.

હાલના દિવસોમાં કરીના વૉટ વુમન વોન્ટ વિથ કરીના કપૂર ખાન (What Women Want with Kareena Kapoor Khan) નામનો રેડીયો શો હોસ્ટ કરે છે. આ શો માં બોલીવુડ અભિનેત્રીઓને આમંત્રણ આપીને એમની સાથે મહિલાઓ સાથે જોડાયેલા મુદ્દા પર વાત કરવામાં આવે છે. સની સિવાય આ શો માં સ્વરા ભાસ્કર, કરિશ્મા કપૂર, સોહા અલી ખાન, ઝોયા અખ્તર, રેગા ઝા પણ જોવા મળી હતી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.