સૂપ આરોગ્ય માટે ઘણું ફાયદાકારક હોય છે. ભોજનના થોડા સમય પહેલા સૂપ પીવાથી ભૂખ લાગે છે, અને વધારાનું પોષણ પણ મળે છે. સામાન્ય રીતે અસ્વસ્થ હોય ત્યારે સુપનું સેવન વધુ કરે છે, પણ સૂપ ફરજીયાત જ તમારી દિનચર્યામાં ઉમેરો કરવાથી અનેક ફાયદા છે.
વેજ સૂપ બનશે તેથી પણ ન્યુટીશસ
ડાઈટેશિયન મુજબ ન્યુટીશસ વેજ સૂપ બનાવવાની સાચી રીત છે સૂપ બનાવવા માટે શાકભાજીને કાપીને ઉકાળી લેવામાં આવે. શાકભાજીને ક્યારે પણ મેશ કરીને સૂપ ન કાઢવો. પણ તેને ઉકાળીને સૂપ કાઢી લો. મેશ કરવાથી બધું ફાઈબર નીકળી જાય છે. જેમ કે પલક કે મશરૂમનું જો તમારે સૂપ પીવું છે તો તેને કાપીને ઉકાળી લો. ત્યાર પછી તમે શિમલા મરચું, બટેટા, કોબી, બ્રોકલી, મશરૂમ, વીસ, લીલી ડુંગળી સહીત બીજી તમામ સીઝનની શાકભાજીને પણ નાના નાના ટુકડા કરીને કાપીને અલગ થી ઉકાળી લો. હવે તે ઉકડેલી શાકભાજીને સૂપમાં નાખો, જેથી સૂપ સાથે શાકભાજી પણ ખાઈ શકાય. તેનાથી આપણને ફાઈબર પણ મળશે. બીજી જરૂરી વાત એ છે કે સૂપ બનાવતી વખતે તેને ઘાટું કરવા માટે વહુ પ્રમાણમાં કોર્નફ્લોર નાખવાથી દુર રહો. આમ કરવાથી તમારું વજન વધી શકે છે.
સૂપમાં રહેલ પોષણ
વિટામીન – ઢગલાબંધ શાકભાજીના ઉપયોગથી સૂપમાં મોટા પ્રમાણમાં વિટામીન હોય છે. વેજીટેબલ સૂપમાં વિટામીન ઈ, વિટામીન બિ2 અને વિટામીન એ સૌથી વધુ પ્રમાણમાં મળી આવે છે. ગાજર, બ્રોકલી અને પાલક આ વિટામીનો ના મુખ્ય સ્ત્રોત હોય છે.
એન્ટીઓક્સીડેંટસ – એન્ટીઓક્સીડેંટસ નું વધુ પ્રમાણ મેળવવાથી બધા રંગ ના શાકભાજીને તમારા ભોજનમાં ઉમેરો કરો. દરેક રંગમાં જુદી જુદી જાતના એન્ટીઓક્સીડેંટસ હોય છે. તે શરીરના એ ફ્રી રેડીક્લસથી બચાવે છે જે શરીરના ઉત્તકોને ખરાબ કરે છે.
સૂપ પીવાના ફાયદા
૧. પોષ્ટિક – સૂપ કોઈ પણ ને પોષ્ટિક તત્વોથી ભરપુર હોય છે. ખાસ કરીને જે શાકભાજી કે ખાદ્ય પદાર્થનું સૂપ બને છે, તેનું સંપૂર્ણ સત્વ સૂપમાં હોય છે. તે ઉપરાંત ઘણી જાતના પોષક તત્વોથી ભરપુર સૂપ આંતરિક રીતે શક્તિ આપવાનુ કામ કરે છે.
નબળાઈ કરે દુર – શરીરમાં નબળાઈ નો અનુભવ થાય તો સુપનું સેવન કરવું ઘણું ફાયદાકારક રહે છે. તે નબળાઈ તો દુર કરે જ છે, સાથે જ પ્રતિરક્ષા તંત્રને પણ વધુ મજબુત કરવામાં મદદ કરે છે. તે તાવ, શારીરિક દુખાવો, શરદી જુકામ જેવી તકલીફો સામે લડવામાં મદદ પણ કરે છે. તે ઉપરાંત તબિયત ખરાબ થાય તો સુપના સેવન થી કોઈ પ્રકારની કોઈ તકલીફ પણ થતી નથી.
૩. પચવામાં સરળ – સૂપનું સેવન બીમારીઓ માટે પણ કરવામાં આવે છે, કેમ કે તે સરળતાથી પચી જાય છે અને કોઈપણ પ્રકારની તકલીફ ઉભી કરતું નથી. તેનાથી બીમારી પછી સુસ્ત પડેલું પાચન તંત્ર પણ યોગ્ય રીતે કામ કરવા લાગે છે.
૪. ભૂખ લાગવી – જો તમને ભૂખ નથી લગતી કે ઓછી લાગે છે તો સૂપ પીવું ઘણો સારો વિકલ્પ છે. કેમ કે તે લેવાથી ધીમે ધીમે ભૂખ ખુલવા લાગે છે અને ભોજન પ્રત્યે તમારી રૂચી પણ વધે છે.
ઉર્જા માટે – શારીરિક નબળાઈમાં સૂપનું સેવન તમને ઉર્જા આપે છે અને તમને પહેલા કરતા વધુ સ્વસ્થ અનુભવ કરો છો. ધીમે ધીમે તમારી ઉર્જા નું સ્તર પણ વધવા લાગે છે અને તમે સ્વસ્થ અને આરોગ્યવર્ધક બનો છો, થયું ને સોના ઉપર સુહાગા.
૬. હાઈડ્રેશન – જયારે તમે અસ્વસ્થ હોય કે તાવ દરમિયાન શરીર ડીહાઈડ્રેટ થઇ જાય છે. તેથી તેવા સમયે શરીરને હાઈડ્રેટ રાખવા માટે સૂપનું સેવન કરવું જોઈએ. તેનાથી શરીરમાં પાણી નું પ્રમાણ અને પોષક તત્વો બન્ને પ્રવેશ કરે છે.
૭. મ્યુકસ પાતળું કરે – નબળાઈ હોય તો મ્યુક્સ જાડુ થઇ જાય છે. જેને કારણે બેક્ટેરિયા અને વાયરસનો ભય વધી જાય છે. સૂપનો રોજ ઉપયોગ કરવાથી મ્યુક્સ પાતળું થઇ જાય છે જેથી ચેપ નથી લાગતો.
8. વજન ઓછું – જો તમે ઓછી કેલેરી લેવાનું પસંદ કરો છો, અને જલ્દી વજન ઓછું કરવા માગો છો, તો સૂપથી ઉત્તમ શું હોઈ શકે છે. તેમાંથી તમને ફાઈબર્સ અને પોષક તત્વો પણ પુષ્કળ પ્રમાણમાં મળે છે, અને કેલેરી પણ વધુ નથી હોતી. સૂપ પીવાથી પેટ પણ જલ્દી ભરાઈ જાય છે અને ભારેપણું પણ નથી થતું.
૯. શરદી જુકામ – શરદી અને ઠંડી થી બચવા માટે ગરમ ગરમ સૂપ ઘણો અસરકારક ઉપાય છે. તે ઉપરાંત જુકામ હોવું કે ગળું ખરાબ હોય તેવી સ્થિતિમાં પણ કાળા મરી મેળવેલ સૂપ પીવાથી ખુબ જલ્દી આરામ થાય છે.