જોરદાર સ્ટાર્ટઅપ : એક લાખનું રોકાણ અને બે વર્ષમાં 10 કરોડ રૂપિયાનો કારોબાર

તમે પણ જો ઉદ્યોગના રસ્તે ચાલવા વિષે વિચારો છો, તો આ યુવાન એન્જીનીયરની સફળતા અને બજારમાં સ્થાન બનાવવા માટે તેના સિદ્ધાંત ઉપરથી ઘણું બધું શીખી શકો છો. બજાર માત્ર પ્રસિદ્ધ કંપની, તેના મોંઘા ઉત્પાદન અને તેની માંગથી જ પ્રસિદ્ધ નથી થતું. સારું અને સસ્તું ઉત્પાદન મુશ્કેલ પડકારો આપીને ધંધાની સ્થિતિ બદલી શકે છે.

સ્ટાર્ટઅપ ઈન્ડિયાની મદદથી બજારમાં પ્રવેશ કરનારા અભિનવ ત્રિપાઠીએ પણ કાંઈક એવું જ કરી બતાવ્યું છે. તેમણે લગભગ એક લાખ રૂપિયાના રોકાણથી એલઈડી બલ્બની કંપની ઉભી કરી અને બે વર્ષમાં જ દસ કરોડ રૂપિયા વાર્ષિક ટર્ન ઓવરનો ધંધો જમાવી દીધો. આ કંપની દેશની સ્ટાર્ટઅપ કંપનીઓમાં જોડાયેલી છે અને ૫૦૦ સર્વશ્રેષ્ઠ કંપનીઓમાં પણ જોડાઈ ચુકી છે.

છીબરામઉ શહેરના અભિનવ ત્રિપાઠીએ ઇલેક્ટ્રોનિક્સમાં એમટેક કર્યું છે. શરૂઆતમાં તેમણે પોતાના વિસ્તાર ત્રિપાઠી નગર બસ્તીરામમાં ૧૦૦ એલઈડી બલ્બ બનાવીને વેચ્યા હતા. લોકોને એ ગમ્યા હતા અને પોતાની જાતે બલ્બ બનાવવા બદલ લોકોએ તેમને પ્રોત્સાહન આપ્યું. ત્યાર પછી અભિનવને પ્રધાનમંત્રીની સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કીમ વિષે માહિતી મળી. એમને એમાં ફાયદો જણાતા તેમાં પોતાના નામની નોંધણી કરાવી.

અને ૨૦૧૭ માં એક લાખ રૂપિયાનું રોકાણ કરીને નોએડામાં લાઈત્સ એલઈડી કંપની પ્રાઈવેટ લીમીટેડ બનાવી. એમની કંપનીમાં બનતા બલ્બ સસ્તા હતા કારણ કે, તે ઓછા ખર્ચમાં બનતા હતા. અને આ રીતે તે સસ્તા અને ટકાઉ હોવાથી તેમને બજારમાં ખુબ જ ઓછા સમયમાં પોતાની ઓળખ ઉભી કરી લીધી. ત્યાર પછી એમનો ધંધો વધતો ગયો.

સ્ટ્રીટ લાઈટ ડ્રાઈવર અને સોલર લાઈટ પણ બનાવી :

અભિનવે એલઈડી બલ્બ ઉપરાંત સ્ટ્રીટ લાઈટના ડ્રાઈવર પણ બનાવ્યા છે, જે નામચીન કંપનીઓથી ઘણા સસ્તા છે. તેમણે સોલર લાઈટ પણ તૈયાર કરી છે, જેમાં ઈંટીગ્રેટેડ સોલર સીસ્ટમ હેઠળ બેટરી તેની અંદર જ ફીટ થાય છે. હાઈ બેટરી હોવાને કારણે પાંચ વર્ષ સુધી તે ખરાબ થતી નથી.

શહેરના યુવાનોને આપશે રોજગારી :

અભિનવ જણાવે છે કે, દેશની અર્થવ્યવસ્થાને આગળ વધારવા માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા સારું માધ્યમ છે. તે વહેલી તકે જ મેન્યુફેક્ચરીંગ યુનિટ છીબરામઉમાં શરુ કરશે, જેનાથી યુવાનોને રોજગારી મળશે. તે જણાવે છે કે, રીસર્ચ એંડ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ હેઠળ તે જર્મની ગયા હતા. તેમની કંપનીનું નામ લાઈત્સ પણ એક જર્મન નામ છે. તેમનું ઉત્પાદન ભારત ઉપરાંત નેપાળમાં પણ જઈ રહ્યું છે. પિતા અલકેશ ત્રિપાઠી કંપનીમાં એકાઉટેન્ટનું કામ સંભાળે છે, તો માતા સંધ્યા ત્રિપાઠી રાજકારણમાં સક્રિય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.