સુપ્રસિદ્ધ હોટલનું લાખોનું બિલ ચૂકવ્યા વગર ભાગી ગયેલી આ હિરોઈન, હવે આવી પોલીસના હાથમાં.

પચાસથી વધુ ફિલ્મોમાં કામ કરી ચુકેલી ફિલ્મ પ્રોડ્યુસર-હિરોઈન પૂજા ગાંધીનેના એક સુપ્રસિદ્ધ હોટેલમાં રોકાયા પછી તેઓ સાથે લાખો રૂપિયાની છેતરપીંડી કરીને ભાગી ગઈ.

પૈસા ખૂબ મોટી વસ્તુ હોય છે, જે ન તો કોઈ સંબંધ જુવે છે, ન કોઈની કદર જુવે છે અને કોઈ વ્યક્તિની સેલિબ્રિટી જુવે છે. આમ તો લોકો તમારૂ ઘણું સન્માન અને એટેંશન આપશે, પણ જેવું તમારી તેમની પાસેથી પૈસા બાબતમાં માથાકૂટ થઇ ગઈ તો તમારી મુલાકાત પોલીસ સ્ટેશને પહોચી જાય છે.

કંઈક એવું જ થયું સાઉથની હિરોઈન-પ્રોડ્યુસર પૂજા ગાંધી સાથે, પહેલા તો તે તે સુપ્રસિદ્ધ હોટેલમાં ઘણા દિવસોથી રોકાઈ હતી અને જેવું બિલ ચૂકવવાની વાત સામે આવી તો ચુપચાપ ત્યાંથી નીકળી ગઈ. હવે આ વાત સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ખબર પડી કે સુપ્રસિદ્ધ હોટલનું લાખોનું બીલ ચૂકવ્યા વગર ભાગી ગઈ છે. આ હિરોઈન, હવે લોકોમાં તેને લઇને અલગ અલગ વાતો થઇ રહી છે અને એ હિરોઈનનું અપમાન થયું એ અલગ.

સુપ્રસિદ્ધ હોટલનું લાખોનું બિલ ચૂકવ્યા વગર ભાગી ગઈ આ હિરોઈન :-

પચાસ કરતાં વધુ ફિલ્મોમાં કામ કરી ચુકેલી ફિલ્મ પ્રોડ્યુસર-હિરોઈન પૂજા ગાંધીને લઈને એક વાર ફરી વિવાદ સામે આવ્યો છે. તેમની ઉપર આરોપ છે કે થોડા દિવસો પહેલા એક બેંગલુરુની એક સુપ્રસિદ્ધ હોટેલમાં પહોંચી. ત્યાં આરામથી રહી અને દરેક સુવિધાનો લાભ ઉઠાવ્યો, ત્યાર પછી જેવી તેને ખબર પડી કે તેમનું બિલ 4 લાખથી વધુ થઈ ગયુ છે, તો તેમણે ત્યાંથી ભાગવાનો પ્લાન બનાવ્યો.

પૂજા તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને બંગાળી ભાષાઓમાં ઘણી બધી ફિલ્મો કરી ચુકી છે. જ્યારે હોટેલના મેનેજરએ પોલીસને ફરિયાદ કરી ત્યારે કહ્યું કે પૂજા ગાંધીએ તેમની હોટેલમાં એટલા દિવસો આરામથી પસાર કર્યા હતા અને જ્યારે તેમનું બિલ 4.5 લાખ રૂપિયા થઈ ગયું, ત્યારે ધીમેથી ભાગી ગઈ. ત્યાર પછી પૂજા એ પોલીસ કસ્ટડીમાં લઇ લીધી અને પછી પૂજા એ 2 લાખ રૂપિયા ચૂકવ્યા અને બાકીના રૂપિયા ટૂંક સમયમાં ચૂકવવાનો વાયદો કર્યો.

સમાચાર મુજબ, હોટેલ વાળાઓ એ પૂજાના પછી રૂપિયામાં આપવાની વાતને માન્ય રાખી તેમને થોડા દિવસોનો સમય પણ આપવામાં આવ્યો છે. કોઈ હિરોઈન અને પ્રોડ્યુસર માટે લાખો-કરોડો કંઈ નથી હોતા, તેમ છતાં પણ જયારે લોકો આવું કામ કરે છે ત્યારે કોઈ પણને સામે વાળા ઉપરથી વિશ્વાસ ઉઠી જાય છે.

આમ તો આવું પહેલી વાર નથી બન્યું જ્યારે પૂજા વિવાદોમાં ફસાઈ હોય કેમ કે તેના પહેલા પણ વર્ષ 2011 માં તેમનું પ્રોડ્યુસર કિરણ પાસેથી પૈસા બાબતમાં ઘણો મોટો વિવાદ થયો હતો. બંનેએ એકબીજા વિરુદ્ધ કેસ પણ દાખલ કર્યો હતો.

પૂજાને વર્ષ 2002 માં ફિલ્મ દુશ્મનીથી પોતાનું ડેબ્યુ કર્યું હતું અને ત્યાર પછી તેમણે 30 કન્નડ ફિલ્મોમાં કામ કર્યું. તેમની ફિલ્મ ડાંડપલયાને ખુબ પ્રશંસા મળી હતી અને તેના માટે તેને એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. તે ઉપરાંત તેણે ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું, જોકે હાલમાં કેટલીક ફિલ્મો પ્રોડ્યુસ પણ કરી રહી છે.