સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક આદેશ : ગરીબોનો મફત ઈલાજ કરશે પ્રાઇવેટ હોસ્પિટલ નહિ તો તાળા લાગશે

જો તમે ગરીબી રેખા નીચે આવો છો અને ઈલાજના પૈસા તમારી પાસે નથી, તો પણ પ્રાઈવેટ હોસ્પિટલ તમારો ઈલાજ કરવાની ના નથી પાડી શકતા. હાલમાં જ સુપ્રીમ કોર્ટમાં ગરીબોના હીતમાં નિર્ણય સંભળાવતા પ્રાઇવેટ હોસ્પિટલને મોટો આંચકો આપ્યો. સુપ્રીમ કોર્ટએ આદેશ આપ્યો છે કે દેશના પાટનગરમાં જેટલી પણ ખાનગી હોસ્પિટલ સરકારી જમીન ઉપર બનેલી છે, તેમણે ગરીબ લોકોનો મફતમાં ઈલાજ કરવાનો રહેશે.

આ આદેશ દેશની સૌથી મોટી કોર્ટએ દિલ્હીના મુલચંદ, સેંટ સ્ટિફંસ, રોકલેંડ અને સીતારામ ભરતીયા હોસ્પિટલની અરજી ઉપર સુનાવણી કરતી વખતે આપ્યો છે. ગરીબ લોકો માટે આ રાહત પૂર્ણ સમાચાર છે. સુપ્રીમ કોર્ટએ આદેશ આપ્યો છે કે અને જણાવ્યું છે કે પ્રાઈવેટ હોસ્પિટલે ૧૦% પથારી ગરીબો માટે મફત પૂરી પાડવાની રહેશે. બીજી તરફ OPD માં કુલ દર્દીઓના ૨૫% ગરીબોને મફત ઈલાજ માટે લેવાના રહેશે. એટલું જ નહિ જો આ ખાનગી હોસ્પિટલોએ ગરીબ દર્દીઓનો મફતમાં ઈલાજ ન કર્યો તો તેનું લાયસન્સ પણ રદ કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટએ નિર્ણય જાહેર કરવાં દરમિયાન કહ્યું, કે જે હોસ્પિટલોએ સરકારની સબસીડી ઉપર જમીન લીધી છે, તેણે પણ ગરીબોને મફતમાં સુવિધા આપવાની રહેશે. અને જે હોસ્પિટલ આ આદેશને નહિ માને તો કોર્ટની અવગણનાના જવાબદાર રહેશે અને તેમનું લાયસન્સ રદ્દ કરી દેવામાં આવશે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયની અસર મુલચંદ, સેંટ સ્ટિફંસ, રોકલેંડ અને સીતારામ ભરતીયા જેવી હોસ્પિટલ ઉપર પડશે. જેમણે રાહત દર ઉપર સરકાર પાસેથી જમીન લીધી છે. તમને જણાવી દઈએ કે આ હોસ્પિટલોએ દિલ્હી હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. હાલમાં જ દિલ્હી સરકારે પણ ખાનગી હોસ્પિટલોને ઝટકો આપ્યો હતો.

દિલ્હીની કેજરીવાલ સરકાર તરફથી પ્રસ્તાવિક મુદ્દા ઉપર ચર્ચામાં પણ કહેવામાં આવ્યું હતું, કે ખાનગી હોસ્પિટલ એવા દર્દીઓના શબ તેમના પરિવાર વાળાને સોંપવાની ના નથી કહી શકતા, જેમનું મૃત્યુ સારવાર દરમિયાન હોસ્પિટલમાં થયું હોય, અને તેમના પરિવારના લોકો અંત્યેષ્ટિ પહેલા બીલ ચુકવણી કરવામાં અસમર્થ હોય. પરંતુ સરકારની જાહેરાતે એ પણ સ્પષ્ટ કરી દીધું કે આ પ્રસ્તાવનો અર્થ એ નથી કે બીલ માફ થઇ ગયું. હોસ્પિટલ તે કુટુંબ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી શકે છે, જે પાછળથી બીલની ચુકવણી નહિ કરે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે, એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક વ્યક્તિ જીવનમાં ઉપયોગમાં આવી જાય તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.