સુપ્રીમ કોર્ટેની ફટકાર, તો નેતા-મંત્રી અને અધિકારીઓ પોતાના બાળકને સરકારી સ્કુલમાં કેમ નથી ભણાવતા.

સુપ્રીમ કોર્ટે UP સરકારને પૂછ્યું છે, જ્યારે પહેલાથી જ આદેશ છે. તો નેતા-મંત્રી અને અધિકારીઓને માત્ર સરકારી સ્કૂલોમાં કેમ નથી ભણાવી રહ્યા, ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં સરકારી પ્રાથમિક વિદ્યાલયોની સ્થિતિ સુધારવા માટે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓના બાળકોને સરકારી સ્કુલમાં ભણાવવાના આદેશ ઉપર અમલ ન કરવાથી ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ અનુપ ચંદ્ર પાંડેયને અવગણના નોટીસ બહાર પાડી છે.

જાગરણના રીપોર્ટ મુજબ, ન્યાયાધીશ એ.કે.સીકરી અને ન્યાયાધીશ એસ.અબ્દુલ નજીર દ્વારા ગયા ફેબ્રુઆરીના રોજ અરજદાર શિવ કુમાર ત્રિપાઠી તરફથી દાખલ કરવામાં આવેલી બેદરકારી અંગેની નોટીસ ઉપર સુનાવણી પછી આ નોટીસ જાહેર કરી. અરજીમાં માંગણી કરવામાં આવી છે કે અલ્હાબાદ હાઈકોર્ટ એ ૧૮ ઓગસ્ટ ૨૦૧૫ ના રોજ આદેશ ઉપર આજ સુધી અમલ ન કરવા ઉપર પ્રદેશ પ્રમુખના મુખ્ય સચિવ વિરુદ્ધ બેદરકારી અંગે કાર્યવાહી થવી જોઈએ.

અરજદારે આરોપ લગાવ્યો છે કે મુખ્ય સચિવ એ હાઈકોર્ટના આદેશ ને લાગુ કરવા માટે કોઈ અસરકારક પગલા ભરવામાં આવેલા નથી. અરજદાર નું કહેવું છે કે તેણે મુખ્ય સચિવ સમક્ષ આ મુદ્દો રજુ કરવામાં આવ્યો હતો, જેથી યુપી પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહેલી પ્રાથમિક સ્કૂલો ની સ્થિતિ સુધરે. જયારે મુખ્ય સચિવ એ આદેશ ઉપર કાર્યવાહી કરવામાં આવી નથી, તો તેમણે મુખ્ય સચિવ વિરુદ્ધ હાઈકોર્ટમાં બેદરકારી અંગે અરજી રજુ કરી હતી, પરંતુ હાઈકોર્ટ એ તથ્યો ઉપર ગંભીરતાથી વિચાર કર્યા વગર જ અરજી રદ કરી નાખી. સુપ્રીમ કોર્ટમાં રજુ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ બાબત ગરીબ લોકોના બાળકોના અભ્યાસ સાથે જોડાયેલી છે. પ્રદેશ સરકાર એ આજ સુધી આદેશનો અમલ નથી કરવામાં આવ્યો એટલા માટે એટલા માટે સુપ્રીમ કોર્ટ ઉત્તર પ્રદેશ સરકારને હાઈકોર્ટના આદેશનું પાલન કરવાનો સુચના આપે. હાઈકોર્ટ એ ૧૮ ઓગસ્ટ ૨૦૧૫ ના આદેશમાં યુપી પ્રાથમિક શિક્ષણ વિભાગની સ્કૂલોની ખરાબ સ્થિતિ ઉપર ચિંતા દર્શાવતા કહ્યું હતું કે બ્યુરોક્રેટ, નેતાઓ અને પૈસાદાર લોકોના બાળકો ખાનગી સ્કૂલોમાં ભણે છે, એટલા માટે તે લોકો આ સરકારી સ્કૂલોનું સ્તર સુધારવા ઉપર ધ્યાન નથી આપતા.

હાઈકોર્ટ એ ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવને સુચના આપી છે કે તે બીજા જવાબદાર અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા દ્વારા યોગ્ય કાર્યવાહી કરી એ નક્કી કરે કે સરકારી કર્મચારી, અર્ધ સરકારી કર્મચારી, સ્થાનિક સસ્થાના પ્રતિનિધિ, ન્યાયાલય અને બીજા બીજા બધા લોકો જે સરકારી વિભાગ દ્વારા પગાર કે લાભ મેળવે છે, બાળક પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત પ્રાથમિક શાળામાં ભણે.

કોર્ટના મુખ્ય સચિવ એ કહ્યું હતું કે આ શરતોની અવગણના કરવા વાળા ઉપર સજાની જોગવાઈ નક્કી કરવામાં આવે. દાખલા તરીકે કોઈ સરકારી કર્મચારી પોતાના બાળકને સરકારી વિભાગ દ્વારા સંચાલિત પ્રાથમિક શાળાને બદલે કોઈ બીજી ખાનગી સ્કુલમાં ભણાવે છે, તો તે આ ખાનગી સ્કુલમાં આપવામાં આવતી ફી જેટલા પૈસા દર મહીને સરકારી ટ્રેઝરીમાં જમા કરાવશે અને આ કાર્ય ત્યાં સુધી ચાલુ રહેશે. જ્યાં સુધી તેમનું બાળક ખાનગી સ્કુલમાં ભણશે. આ જમા રકમને શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત સરકારી સ્કૂલોની સુધારણામાં ખર્ચ કરવામાં આવશે. એટલું જ નહિ હાઈકોર્ટ એ કહ્યું હતું કે નોકરીમાં રહેવા વાળા તે સરકારી કર્મચારીઓની ચોક્કસ સમય માટે પગાર વધારો અને પ્રમોશન વગેરે પણ અટકાવી શકાય છે. કોર્ટના મુખ્ય સચિવને આ સુચનાને આગળના શેક્ષણિક સત્રથી લાગુ કરવા માટે અસરકારક પગલા ભરવાના આદેશ આપવામાં આવ્યા હતા. સાથે જ છ મહિના પછી આદેશના અમલ કર્યાના રીપોર્ટ રજુ કરવા નું કહ્યું હતું.

કોમેન્ટમાં અવશ્ય તમારો અભિપ્રાય લખજો અને શેયર અને લાઇક કરજો. જય હિન્દ…