સુપ્રીમનો જરૂરી નિર્ણય, બાપદાદાની ખેતીની જમીન બહારની વ્યક્તિને ના વેચી શકાય.

આપણે ત્યાં આજકાલ બાપદાદાની જમીનને લઈને એમની પેઢીઓમાં ઝગડા થતા જ રહે છે. તેઓ એને મેળવવા તેમજ પોતાની ઈચ્છા અનુસાર બીજાને વેચવા માટે પણ ઝગડાઓ થતા રહે છે. અને એનું સમાધાન નહિ થાય તો વાત કોર્ટ સુધી પહોંચી જાય છે. અને પછી એના પર યોગ્ય નિર્ણય કોર્ટ દ્વારા લેવામાં આવે છે. એવો જ એક કિસ્સો હાલમાં સામે આવ્યો અને એના પર સુપ્રીમ કોર્ટે ઘણો જરૂરી નિર્ણય આપ્યો છે. આવો તમને એના વિષે જણાવીએ.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, હિંદુ ઉત્તરાધિકારી બાપદાદાની ખેતીની જમીનનો પોતાનો ભાગ વેચવા માંગે છે તો એણે ઘરના વ્યક્તિને જ પ્રાથમિકતા આપવી પડશે. તે સંપત્તિ બહારની વ્યક્તિને નહિ વેચી શકે. જસ્ટિસ યૂ.યૂ લલિત અને એમ.આર. શાહની પેનલે આ નિર્ણય હિમાચલ પ્રદેશના એક કેસમાં લીધો છે. આ કેસમાં સવાલ હતો કે શું ખેતી માટેની જમીન પણ ધારા 22 ની જોગવાઈમાં આવે છે?

ધારા 22 માં જોગવાઈ છે કે, જયારે વસિયત વગર કોઈ વ્યક્તિનું મૃત્યુ થઇ જાય છે, તો એની સંપત્તિ ઉત્તરાધિકારીઓ પાસે જાય છે. ઉત્તરાધિકારી પોતાની ભાગ વેચવા માંગે છે, તો એણે બાકી રહેલા ઉત્તરાધિકારીને પ્રાથમિકતા આપવી પડશે.

પેનલે કહ્યું કે ખેતીની જમીન પણ ધારા 22 ની જોગવાઈઓથી સંચાલિત થશે. એમાં ભાગ વેચવા માટે વ્યક્તિએ પોતાના ઘરના વ્યક્તિને પ્રાથમિકતા આપવી પડશે. પેનલે કહ્યું કે ધારા 4 (2) ના સમાપ્ત થવાથી આ વાત પર કોઈ ફરક નહિ પડે. કારણ કે આ જોગવાઈઓ ખેતીની જમીન પર કાશ્તકારી (ગણોતની જમીન કે ગણોત હક) ના અધિકારીઓ સાથે સંબંધિત હતું. પેનલે કહ્યું કે આ જોગવાઈની પાછળનું ઉદ્દેશ્ય છે કે પરિવારની સંપત્તિ પરિવાર પાસે જ રહે અને બહારની વ્યક્તિ પરિવારમાં ન ઘૂસે.

શું હતી બાબત?

આ કેસમાં લાજપતના મૃત્યુ પછી એમની ખેતીની જમીન એમના બે પુત્રો નાથુ અને સંતોષને મળી. સંતોષે પોતાનો ભાગ એક બહારની વ્યક્તિને વેચી દીધી. નાથુએ કેસ કર્યો અને કહ્યું કે હિંદુ ઉત્તરાધિકારી કાયદા કાનૂનની ધારા 22 અંતર્ગત એને આ બાબતે પ્રાથમિકતા પર સંપત્તિ લેવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. ટ્રાયલ કોર્ટે ચુકાદો નાથુના પક્ષમાં આપ્યો અને હાઇકોર્ટે પણ એને માન્ય રાખ્યો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.