સુરત કોચિંગ સેન્ટરમાં આગ લાગવાથી ૧૫ વિદ્યાર્થીઓ સહીત ૨૦ના મૃત્યુ, ૧૩ બાળકો જીવ બચાવવા માટે ચોથા માળેથી કુદી પડ્યા.

સુરત તક્ષશિલા કોમ્પ્લેક્ષના બીજા માળ ઉપર આગ લાગી હતી

નજરે જોવા વાળાનો આરોપ – અકસ્માતના અડધા કલાક પછી પહોચી અગ્નિશામક ટુકડી, જરૂરી સાધનો પણ ન હતા

સુરત શહેર તક્ષશિલા કોમ્પ્લેક્ષમાં શુક્રવારે આગ લાગવાથી ૧૫ વિદ્યાર્થી સહીત ૨૦ના મૃત્યુ થઇ ગયા. બિલ્ડીંગ ચાર માળની છે અને તેના બીજા માળ ઉપર આગ લાગી. અકસ્માતના સમયે બીજા માળ ઉપર ડીઝાઈનીંગના કોચિંગ ક્લાસ ચાલતા હતા. જીવ બચાવવા માટે ૧૩ બાળકો ચોથા માળેથી કુદી ગયા. આગ લાગવાનું કારણ શોટ સર્કીટ બતાવવામાં આવી રહ્યું છે.

મોદી અને રાહુલે અકસ્માત ઉપર દુઃખ વ્યક્ત કર્યું

નરેન્દ્ર મોદી

Extremely anguished by the fire tragedy in Surat. My thoughts are with bereaved families. May the injured recover quickly. Have asked the Gujarat Government and local authorities to provide all possible assistance to those affected.

રાહુલ ગાંધી

સુરત, ગુજરાતમાં થયેલા આ અકસ્માતના સમાચારથી ઘણું દુઃખ પહોચ્યું છે. સુરત પરિવારો પ્રત્યે, હું ઊંડા શોક અને દુઃખની લાગણી વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તોને વહેલામાં વહેલી તકે સ્વસ્થ થવાની લાગણી વ્યક્ત કરું છું.

બિલ્ડીંગ ઉપરથી કુદવાથી ૪ વિદ્યાર્થીઓના મૃત્યુ

અકસ્માતની ફૂટેજ પણ સામે આવી છે. વિડીયોમાં ઘણા વિદ્યાર્થીઓ ચોથા માળેથી કુદતા જોવા મળી રહ્યા છે. એક વ્યક્તિએ ૨ વિદ્યાર્થીની ઓને બચાવવાનો પણ પ્રયાસ કર્યો. ૪ના મૃત્યુ બિલ્ડીંગ ઉપરથી કુદવાને કારણે થયા.

ઉપરના માળ સુધી ન પહોચી શકી અગ્નિશામક દળની સીડીઓ

સ્થાનિક લોકોનો આરોપ છે કે અગ્નિશામક દળની ગાડીઓ આગ લાગવાના અડધા કલાક પછી સ્થળ ઉપર પહોચી. પરંતુ તે સમયે તેમની પાસે જરૂરી સાધનો ન હતા, જેના દ્વારા આગમાં ફસાયેલા બાળકોને બહાર કાઢી શકે. વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે જે સમયે બાળકો બિલ્ડીંગ ઉપરથી કુદી રહ્યા હતા, તે સમયે અગ્નિશામક દળની ટુકડી સામે ઉભી હતી. પરંતુ તેમની સીડીઓ ઉપરના માળ સુધી પહોચી શકી નહી.

મુખ્યમંત્રીએ અકસ્માતના રીપોર્ટ માગ્યા

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અકસ્માત ઉપર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે બાળકોના પરિવાર માટે વળતરની જાહેરાત કરી અને કહ્યું કે એક દિવસની અંદર અકસ્માતની તપાસના રીપોર્ટ રજુ કરવામાં આવે. રૂપાણીએ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા સાથે વાત કરી છે. નડ્ડાએ એમ્સ ટ્રામા સેંટરના નિર્દેશકોને તમામ મદદ માટે તૈયાર રહેવાના આદેશ આપ્યા છે. દિલ્હી એમ્સમાં પણ ડોક્ટરોની એક ટીમને એલર્ટ રાખવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી

Deeply saddened by the news of Surat fire tragedy. Instructed officials to do needful. My prayers are with all those affected. May those who have been injured recover at the earliest. I pray for the departed souls. Om Shanti.

આ દુર્ધટના માટે જવાબદાર કોણ એ આપણને તરત વિચાર આવે છે, પણ આપણે શું કરી શકીએ એપણ આપણે વિચારવું રહ્યું. એક વાલી તરીકે, એક જવાબદાર નાગરિક તરીકે?

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.