આ સુરતનું ફેમસ ડીશ છે. સુરતી લોચો ટેસ્ટમાં ખુબજ સરસ લાગતો હોય છે. સુરતી લોચો ઘરે પરફેક્ટ કેવી રીતે બનાવવું તે જોઈશું.
સામગ્રી
200 ગ્રામ ચણાની દાળ
3-4 લીલા મરચા (નાના ટુકડા)
1 મોટી ચમચી અડદનો લોટ
1 મોટી ચમચી બેસન
200 ml પાણી
મીઠું સ્વાદ અનુસાર
1 નાની ચમચી હળદળ
1/4 નાની ચમચી ખાવા ના સોડા
1 મોટી ચમચી તેલ
1 નાની ચમચી લાલ મરચું પાઉડર
લોચાના મસાલા માટે સામગ્રી
1/4 નાની ચમચી જીરું
1/4 નાની ચમચી ચાટ મસાલો
1/4 નાની ચમચી લાલ મરચું
1/4 નાની ચમચી મરી પાઉડર
મીઠું સ્વાદ અનુસાર
1/4 નાની ચમચી સંચળ
રીત
ચણાની દાળને 4 થી 5 કલાક પહેલા ધોઈને પલાળી દેવાની છે. 4 થી 5 કલાક બાદ દાળનું પાણી નિતારી લેવાનું છે. ત્યારબાદ મિક્ષર જારમાં લીલા મરચા નાખી દેવાના અને તેની ઉપર દાળ નાખી દેવાનું છે. પહેલા તેને પાણી વગર ક્રશ કરવાની છે તેને અર્ધું ક્રશ કરવાનું છે અને ત્યારબાદ તેમાં અડદનો લોટ અને બેસન એડ કરી નાખવાનું છે.(જો અડદનો લોટ ના હોય તો જયારે ચણાની દાળ પલાળે ત્યારે અડદની દાળ પણ 1 મોટી ચમચી પલાળી લેવાની) પ્રમાણ અનુસાર પાણી એડ કરી નાખવાનું છે. અને તેને ક્રશ કરી નાખવાનો છે. ક્રશ કર્યા બાદ તેને એક તપેલીમાં નાખી દો. મિક્ષર જારમાં પાણી એડ કરી સાફ કરી તે તપેલીમાં નાખી દેશું. તેને સરસ રીતે મિક્ષ કરી નાંખશુ,
એક એલ્યુમિનિયમનું મોડ લઈને તેને તેલ થી ગ્રિશ કરી દેવાનું. અને સ્ટીમર માં પાણી ગરમ કરવા મૂકી દેવું. સાથે મોડ ને પણ ગરમ કરવા મૂકી દેવાનું છે. ત્યાર બાદ ખીરામાં સ્વાદ અનુસાર મીઠું, હળદળ એડ કરી મિક્ષ કરી નાખશુ. ત્યારબાદ તેમાં ખાવાના સોડા, તેલ ને એડ કરી નાખવું. તેને સારી રીતે મિક્ષ કરી નાખવું સોડા મિક્ષ કર્યા બાદ તેને સારી રીતે મિક્ષ કરી લેવું જોઈએ, નહિ તો અમુક અમુક જગ્યાએ લાલ દાણા જેવું દેખાશે.
જે મોડ ગરમ કરવા મુકેલું છે તેમાં ડાયરેક્ટ તેમાં ખીરું એડ કરી નાખવાનું છે. અને તેની ઉપર લાલ મરચું નાખી દેવાનું છે. ત્યાર બાદ ગેસને ફૂલ કરીને 25 મિનિટ સ્ટીમ કરવાનું છે.
હવે લોચો મસાલો બનાવવાનો છે. એક પેનમાં જીરું શેકવા મૂકી દેવું. જીરાને ધીમા ગેસ ઉપર સેકવાનું છે. અને તેને જ્યાં સુધી ડાર્ક કલર નું ન થાય ત્યાં સુધી સેકવાનું છે. તેને ખાંડણી માં લઇ તેનો પાઉડર બનાવી કાઢવાનો છે. ત્યારબાદ નાની પ્લૅટમાં સેકેલા જીરા પાઉડર, મરચું, મીઠું, ચાટ મસાલો, મરી પાઉડર અને સંચળ પાઉડર લેવું અને તે બાદ બધાને મિક્ષ કરી નાખવાનો છે. ત્યારબાદ તમારો લોચો મસાલો તૈયાર છે.
25 મિનિટ બાદ લોચો પણ સ્ટીમ થઇ ગયો છે ત્યારબાદ ગેસને બંધ કરીને મૂળને બહાર નીકળી લેવાનું છે, અત્યારે આપનો લોચો પણ તૈયાર છે. તેને એક પ્લેટમાં લઇ લેવું અને આને હમેશા ગરમ ખાવું જોઈએ, લોચા ઉપર જે લોચો મસાલો બનાવેલો તેને સ્વાદ અનુસાર નાખી દેવો, ગરમ મસાલો, થોડું બટર, 2 ચમચી તેલ, નાઈલોન સેવ અને કોથમીર એક એક કરીને તેના ઉપર નાખતા જવાનું છે આ બધી વસ્તુમાં જે તમારે વધારે ઓછું કરવું હોય તે કરી શકો છો, હવે આપનો સુરતી લોચો સર્વિંગ માટે તૈયાર છે.
વિડીયો